Homeવિશેષગરીબોની દિવાળીગરીબોની દિવાળી લેખન પ્રતિયોગીતા - ગરીબોની દિવાળી**

ગરીબોની દિવાળી લેખન પ્રતિયોગીતા – ગરીબોની દિવાળી**

-

લેખક: સંગીતા દત્તાણી, ટુંકસાર – મૃતબાળકની મા વિનંતી કરી રહી કે આજે નવા વર્ષનો દિવસ છે. મને આજનો દિવસ અહીં રહેવા દો. મારે આજના દિવસે કોઈને આ

Garibo ni Diwali Gujarati essay – ગરીબોની દિવાળી

  • નામ : સંગીતા દત્તાણી
  • ગદ્ય વિભાગ
  • શહેર : લેસ્ટર યુ. કે.
  • વિષય : ગરીબોની દિવાળી

‘ગરીબ’ એટલે કોણ ? તેની વ્યાખ્યા શી ? પ્રશ્ન થાય છે, પણ મારા મતે ગરીબની દિવાળી એટલે પુષ્કળ પૈસો હોવા છતાં જે પોતાને અને તેના કુટુંબને સુખી ન કરી શકે તે ગરીબની દિવાળી છે. 

તેમાંનો એક પ્રસંગ મને યાદ આવે છે. ઘણા વર્ષો પહેલા અમારા પડોશમાં રહેતું એક યુગલ. અઢળક પૈસો, ગાડી, સરસ  મજાનું સ્વર્ગ જેવું ઘર, બંને સાથે ઓફિસે જાય અને પત્ની વહેલી ઘરે આવીને, સરસ મજાની રસોઈ કરે. શાંતિથી જીવન પસાર થતું હતું. બે મીસકેરેજ પછીની આ ત્રીજી ડિલિવરીની તૈયારી થઈ ચૂકી હતી. ડોક્ટરે કહ્યું હતું કે ખૂબ જ ધ્યાન રાખવું પડશે. એવામાં દિવાળીના સુંદર દિવસો આવ્યા. પકવાનો અને નાસ્તાઓ તૈયાર કરવા લાગ્યા.

કાળી ચૌદશનો દિવસ આવી પહોંચ્યો, શૂરાપૂરા નિવેદ જારવાની તૈયારી અને બસ શ્રીફળ લઈ આવવાની જ વાર હતી. ઘરે મહેમાન આવ્યા હતા. ભજીયા અને મેથીના ગોટા તે તૈયાર કરી રહી હતી. અચાનક જ મહેમાનોને પીરસી પાછી રસોડામાં પાછી ફરી રહી હતી અને અરે આ શું ? ગર્ભાશયની કોથળી ફાટી ગઈ કે શું ? એમ્બ્યુલન્સ બોલાવતા હોસ્પિટલમાં દાખલ કર્યા. સરસ રીતે સારવાર ચાલુ હતી. શહેરમાં દિવાળીની જોશભેર ઉજવણી, ખરીદી, ફટાકડા, રંગોળી વગેરેથી શહેર સજી ઊઠ્યું હતું. 

દિવાળીની રાત આવી અને ઠંડી અને તાવ કહે કે મારું કામ. એક બાજુ પંખો ને બીજી બાજુ બ્લેન્કેટ વચ્ચે તે ધરબાઈ ગઈ. થોડા કલાકોની સારવાર પછી કોઈ અસર ન થતાં બાળકને જન્મ આપવાની તૈયારી થવા લાગી. પાંચમો મહિનો પૂરો થતો હતો, સવારે ૩ વાગે બાળક જન્મતા પહેલા જ મૃત્યુ થઈ ચૂક્યું છે તેવી જાણ કરવામાં આવી પતિને. મૃતબાળના પિતાને જાણ કરવામાં આવી. અઢળક નાણાં વચ્ચે પથરાયેલા પતિએ કહ્યું કે હું આવી શકીશ નહીં. કારણકે મારા ઘરે ચોરી થઈ છે. અને પોલીસ આવી છે. 

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર
Garibo ni Diwali Gujarati essay written by Sangeeta Datani (Symbolic Hospital image)

 આ બાજુ હોસ્પિલમાંથી કહેવામાં આવે છે કે બેન હવે તમે ઘરે જતાં રહો. મૃતબાળકની મા વિનંતી કરી રહી કે આજે નવા વર્ષનો દિવસ છે. મને આજનો દિવસ અહીં રહેવા દો. મારે આજના દિવસે કોઈને આ સમાચાર આપવા નથી. અને વિચારી રહી કે ખુદા દેતા હૈ તો દુઃખ ભી છપ્પર ફાડકે દેતા હૈ. 

હવે ખરેખર જોને આપણે ગરીબ માનીએ છીએ કે જેની પાસે ગુજરાન ચલવવા માટે પૂરતા પૈસા ન હોય તો તેઓની દિવાળી કેવી હોય ! અરે આ ગરીબોની દિવાળી એવી મસ્ત હોય કે જે અમીર પણ સારી રીતે આનંદથી ઉજવી શકતો ન હોય. પાંચ પાંચ બાળકો હોય, મા બાપ બંને નોકરી કે નાનાં મોટાં કામ કરીને ગુજરાન ચલાવતા હોય.

અને છોકરાઓને એક એક નવી જોડ કપડાંની મળે ત્યારે હીરો હીરોઈન જેવો અનુભવ કરે છે. શેરીમાં અમીરોના વધેલા ફટાકડા ફોડવાનો આનંદ અનેરો હોય છે આ ગરીબો માટે, અને સવાર થતાં જ તેઓ આ શેરીને સુંદર રીતે સફાઈ કરીને ફરી સજાવે અને જે આનંદ રહેવાસીઓને થાય તે આનંદ જોઈને આ ગરીબોની આંખમાં જે મુખની આભા અંજાય તે આ ગરીબોની દિવાળી છે. 

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર
Garibo ni Diwali Gujarati essay written by Sangeeta Datani (Symbolic crackers image)

ત્યારપછીની દિવાળી ખરેખર આ અમીર માબાપ માટે સરસ સમાચાર લાવે છે. કારણકે દિવાળી પહેલા જ પુત્ર જન્મ થયો હોય છે અને દિવાળીના દિવસે જ સવા મહિનો થતાં મંદિરે દર્શન માટે આ કપલ જઈ રહ્યું હોય છે. ત્યારે છૂટા હાથે દાન, ફૂડપેકેટ્સ અને એટલું જ નહીં, મીઠાઈનાં બોક્સ અને ફટાકડા અરે માત્ર ફટાકડા જ નહીં હોં સુંદર મજાના કપડાંની બે જોડના કાપડ સુંદર રીતે પેક કરીને બહાર બેઠેલા ગરીબોને આપવામાં આવે છે. અને જે આનંદ તેઓના મુખ પર જોવા મળે છે તે જ આ અમીરરૂપી ગરીબ કપલને ગરીબોની દિવાળી કેવી હોય તેનો ખ્યાલ આવી રહ્યો છે. 

એ નવા નવા મા બાપ બનેલા બાપના મુખમાંથી શબ્દો સરી પડે છે. “એક વો ભી દિવાલી થી, એક યે ભી દિવાલી હૈ, બહાર તો ઉજાલા હૈ મગર દિલ મેં ..”

 અસ્તુ 

Must Read

Gujarat Election 2022

રાજકોટમાં કેજરીવાલનો દાવો, ‘IB ના રિપોર્ટ પ્રમાણે આજે ચૂંટણી થાય...

Election News Gujarat: AAP આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ(Arvind Kejarival) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant mann) ગઈકાલથી રાજકોટના(Visit Rajkot) પ્રવાસે આવ્યા છે....