Homeવિશેષગરીબોની દિવાળીગરીબોની દિવાળી લેખન પ્રતિયોગીતા - "ગરીબની દિવાળી"

ગરીબોની દિવાળી લેખન પ્રતિયોગીતા – “ગરીબની દિવાળી”

-

લેખક: પ્રજાપતિ ભાનુબેન બી (Prajapati Bhanuben B), ટુંક સાર – “ભગવાનને પ્રાર્થના કરીએ કે ભગવાન અમારા કોડિયાં સારા ભાવે તમે ખરીદી શકો”

Garibo Ni Diwali Gujarati essay – ગરીબોની દિવાળી

  • લેખક: પ્રજાપતિ ભાનુબેન બી.(Prajapati Bhanuben B)
  • ઉપનામ :”સરિતા”
  • ગામ: વડસ્મા .જી.મહેસાણા
  • હોદો: પ્રાથમિક શિક્ષકા
  • વિષય : ગદ્ય
  • શીર્ષક:ગરીબની દિવાળી

“ચિન્ટુ એની મમ્મીના ખોળામાં જઈને બોલવા લાગ્યો” માં” આ વર્ષે તો આપણી દિવાળી સરસ  જશે ને ?

“ચિન્ટુની મમ્મી મધુબેને કહ્યું;” બેટા ” કેમ આવો પ્રશ્ન કરે છે?

“ચિન્ટુને કહ્યું ;મમ્મી આ વખતે તો આપણા બધાજ  કોડીયા વેચાઇ જશે! બે વર્ષથી કોરોનાને કારણે એક પણ  કોડિયું વેચાયું ના હતું એટલે  મમ્મી ગયા વર્ષે તે મને કપડા કે ફટાકડા કંઈ પણ લઇ આપ્યું ન હતું એટલા માટે  તને કીધું”

ચિન્ટુની બહેન સોનુ આવી અને કહ્યું; હા! મમ્મી ગયા વર્ષે તો  એમને કપડાં પણ નહોતા લીધા હું અને ચિન્ટુ સામેના ફ્લૅટમાં  નાના બાળકો ફટાકડા ફોડતા એ જોઈને ખુશી મેળવી હતી.

સોનુએ કહ્યું ; મમ્મી કપડાં પણ નહોતા લાવ્યા કારણકે પપ્પા કોરોના માં મૃત્યુ પામ્યા અને આપણા ઘરમાં ફૂટી કોડી ના હતી.અને હા તું કામ કરવા જતી હતી એ કાકીએ એમની છોકરી,છોકરાંના કપડાં આપ્યા હતા એનાથી મેં  અને ચિન્ટુએ દિવાળી કરી નાખી હતી. પરંતુ મમ્મી આ વર્ષે તો આપણે  સરસ દિવાળીમાં ખરીદી કરીશું.

“બેટા”  કોડિયાં તો આ વર્ષે પણ  કોઈ લેવા આવતું નથી આ વર્ષે પણ વેચાય એમ નથી કારણકે હવે લોકો કોડિયાં ખરીદવાનું  ભૂલી ગયા  છે એટલે લોકો કોઈ લેવા આવતા નથી. ખબર નહિ આપણી દિવાળી આ વર્ષે પણ કેવી જશે!

“આ બધાનો નો વાર્તાલાપ બાજુમાં એક રિટાયર થયેલા મોહનકાકા સાંભળતા હતા એમને કહ્યું “બેટા “આ  કોડિયાં વેચવાના છે?

“સોનુની મમ્મી કહે; હા વેચવાના છે પરંતુ અમે સસ્તા ભાવે નહીં આપી  શકીએ કારણકે બે વર્ષથી અમારે કોઇ  ફાયદો થયો નથી અને જે આવે એ સસ્તા ભાવે માગે છે.”

“મારે આટલા કોડિયાં સારા ભાવે વેચાઈ જાય તો મારા સોનુ અને ચિન્ટુના કપડા આવી જાય, ફટાકડા આવી જાય ,અને સરસ મજાની મીઠાઈઓ પણ હું ખવડાવી શકું. મારે કપડા ની જરૂર નથી  પણ મારા  છોકરાના કપડાં આવે એટલે હું ખુશ છું .

“ચિન્ટુ કહે;મમ્મી  જો પપ્પા હોત તો …કેવું સારું!

“સોનુની મમ્મી બોલી ;”બેટા “તારા પપ્પાને ભગવાને કોરોના માં લઈ લીધા આપણે નિરાધાર થઈ ગયા હતા.

“મોહનકાકા કહે એટલે તો માગી રહ્યો છું.”

” ભગવાનને પ્રાર્થના કરીએ કે ભગવાન અમારા કોડિયાં સારા ભાવે તમે ખરીદી શકો”

તો અમારી દિવાળી સુધરી જાય.

મોહનકાકા કહ્યું; હું દિવાળીના આગલા દિવસે બધાજ  જે બાકી રહે એ લઈ જઈશ.”

સોનુની મમ્મી તો ખુશ થઇ ગઈ અને એમને ઉપાડ તરીકે બસો રૂપિયા આપ્યા”

“સોનુની મમ્મી કહે: શેઠજી વધારે નહીં તો હજાર રૂપિયા આપો તો સારું” શેઠ હજાર રૂપિયા આપી નીકળી ગયા “

દિવાળીમાં ખરીદી માટે સોનું ,ચિન્ટના મુખ પર એટલું બધું ખુશીનું વાતાવરણ હતું અને વારંવાર મોહનકાકાને આશીર્વાદ આપતા હતા .દિવાળીની તમામ ખુશીઓ એમને મળી ગઈ હતી.”

“સોનુ ,ચિન્ટુ અને તેની મમ્મીના મુખ પર હાસ્ય રેલાતું જોઈને ત્યાં મોહનકાકા જોઈ જ રહ્યા.”

“મોહનકાકા ને આજે દિલથી ખૂબ જ ખુશ થયા ખરેખર આજે ખરા અર્થમાં મેં કોઈના ઘરે દિવાળીમાં હાસ્યને રેલાવીને મારા જિંદગીમાં દિવાળીની રંગોળી પુરી દીધી છે.”

મોહનકાકાએ કહ્યું ;’બેટા “આજે ધનતેરસ છે હું  કોડિયાં લેવા આવ્યો છું .લો આ બાકીના બે હજાર રૂપિયા” મને કોડિયાં આપી દો”

“સોનુની મમ્મી એ કહ્યું; શેઠજી તમે એક હજાર આગળ આવ્યા હતા અને આ પંદરસો ના છે  તો તમારા પાંચસો રૂપિયા પાછા લઈ લો.”

‘મોહનકાકા પાંચસોની નોટ મુકીને નિકળી ગયા .” મનમાં આજે ગરીબની દિવાળી ની ખુશી થી ખુશ થઇને નીકળી ગયા.

“સોનુ ,ચિન્ટુ આજે પહેલી વખત બે વર્ષે દિવાળી સરસ રીતે ઉજવી શકશે.”

મોહનકાકાએ પણ કુદરતનો આભાર  માન્યો કે કુદરતે આજે તે મને મારા હાથ એક સારું કામ  કરાવ્યું છે .  તેના બંને બાળકોને ખુશી જોઇને જાણે કે મારી દિવાળી સુધરી ગઇ હોય એવું લાગે છે’

“મોહનકાકા ચિન્ટુ સોનુ અને તેની મમ્મી નામ ઉપર હાસ્ય જોઈને ખુશ થતાં થતાં નીકળી ગયા.”

“આજે એક ગરીબ ના ઘરની દિવાળી એક માણસના ઉપકારને કારણે  સુધરી ગઈ.”

” દાન એવી વ્યક્તિને હંમેશાં  આપો કે જેના મુખ પર હંમેશા ખુશીઓ જોવા મળે.અને તેની પોતાની જરૂરિયાત પૂરી કરી શકે!”

Must Read

Gujarat Election 2022

રાજકોટમાં કેજરીવાલનો દાવો, ‘IB ના રિપોર્ટ પ્રમાણે આજે ચૂંટણી થાય...

Election News Gujarat: AAP આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ(Arvind Kejarival) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant mann) ગઈકાલથી રાજકોટના(Visit Rajkot) પ્રવાસે આવ્યા છે....