Homeવિશેષગરીબોની દિવાળીગરીબોની દિવાળી લેખન પ્રતિયોગીતા - ગરીબોની દિવાળી...

ગરીબોની દિવાળી લેખન પ્રતિયોગીતા – ગરીબોની દિવાળી…

-

લેખક: પટેલ ઉર્મિલા, ટુંકસાર – સ્વમાનભેર કામનું યોગ્ય દામ અપાવવાની ખેવના હૈયે રાખી તેમને રાતના સમયે થોડું ઘણું શીખવતો. પોતાના મિત્રોની માફક જ્યોતિનો સ્વભાવ પણ…

Garibo ni Diwali Gujarati essay – ગરીબોની દિવાળી

  • નામ : પટેલ ઉર્મિલા ‘ ઉર્મિ ‘
  • ગામ : નવસારી
  • પ્રકાર : ગદ્ય ( મૌલિક રચના )
  • શિર્ષક : બજાર

ઝૂંપડપટ્ટીમાં રહેતા કેટલાક કુટુંબોની આ વાત છે.ચાર મિત્રો પોતાના પરિવાર સાથે ખુશહાલ જીવન જીવતા હતાં. રમેશ, વસન, મનજી અને કિસનના પરિવારના સભ્યો ઝૂંપડપટ્ટીના અન્ય પરિવારજનો સાથે હળીમળીને જીવન જીવતા હતાં. સુખ હોય કે દુઃખ બધાં જ પ્રસંગે એકબીજા માટે પોતીકાપણું રાખતાં હતાં.

” ભલે ને ! સૌનાં ઘર કદમાં નાના હતાં પણ મનનો વિસ્તાર તો જાણે મહેલ જેવો મોટો !”સંકટ સમયે સૌ એકમેકની ઢાલ બની જતા હતાં. સૌનાં બાળકો પણ અગવડતાને અવગણીને જે કંઈ તેમને મળ્યું તેનો સંતોષ માની આનંદિત રહેતાં હતાં.સાથે મળીને રમતા ત્યારે આખી ઝુપડપટ્ટીનો વિસ્તાર તેમના કિલ્લોલથી ગૂંજી ઉઠતો. બાળકોના આનંદનું મુખ્ય કારણ તો તેમના માતા-પિતા હતાં, જે દિવસ-રાત તનતોડ મહેનત કરી પોતાના બાળકોને ઉલ્લાસમય અને સગવડતા ભર્યું જીવન મળે તેવી ચાહના રાખતાં હતાં. તેઓ સતત પોતાના બાળકોને નવું શીખવાની પ્રેરણા આપતા રહેતા.

રમેશનો દીકરો સૂરજ, મનજીની દીકરી રોશની,વસનનો દીકરો પ્રકાશ અને કિસનની દીકરી જ્યોતિ પાકા મિત્રો હતા શાળામાં હોય કે ઘરે , સાથે રમતા ને સાથે જ ભણતા હતાં, શાળા પરિવાર પણ સૂરજ, રોશની, પ્રકાશ, જ્યોતિ જેવાં વિદ્યાર્થીઓ માટે ગર્વની લાગણી અનુભવતાં. ગર્વ કરાવે તેવાં જ હતા આ ચારેય મિત્રો !

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર
Garibo ni Diwali Gujarati essay written by Patel Urmila ‘Urmi’ (Symbolic image)

શાળાની પરિક્ષા હોય કે તાલુકા, જિલ્લાની કોઈ સ્પર્ધા. પ્રથમ કે દ્વીતીય નંબર ચોક્કસ મેળવતાં. ઇત્તર પ્રવૃત્તિ જેવી કે ચિત્ર, સંગીત, નાટક, નૃત્ય, વિ. માં અચૂક ભાગ લેતાં અને શાળાના અન્ય બાળકોને પણ ભાગ લેવા સમજાવતાં. સૂરજ અન્ય વિદ્યાર્થીઓને કહેતો, નંબર  આવે કે ન આવે પણ પ્રવૃત્તિમાં ભાગ લેવો અને નવું શીખતા રહેવું. સૂરજ હંમેશા બીજા વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ બની રહેતો. રોશની પોતાના વિસ્તારના તેનાથી નાના બાળકોને ભણવામાં મદદરૂપ થતી હતી. જ્યારે પ્રકાશ તો પોતાના ઘરની આસપાસના વિસ્તારના પ્રોઢ વ્યક્તિઓ માટે સાક્ષરતા અભિયાન ચલાવતો.

આ સાક્ષરતા અભિયાન ચલાવવા પાછળનો મુખ્ય ઉદ્દેશ પોતાના સ્વજનો જે આખો દિવસ મહેનત કરતા તેમને મદદ કરવાનો હતો, કેમ કે કેટલાક લોકોને અક્ષરજ્ઞાન ન હોવાથી મહેનત મુજબ વળતર મળતું નહીં. તેમને ઓછા પૈસાની ચૂકવણી કરી વધુ રકમ બતાવી તેમની પાસે અંગૂઠો મરાવી લેતાં હતાં. 

આમ પ્રકાશ સૌને સાક્ષર કરી તેમને સ્વમાનભેર કામનું યોગ્ય દામ અપાવવાની ખેવના હૈયે રાખી તેમને રાતના સમયે થોડું ઘણું શીખવતો. પોતાના મિત્રોની માફક જ્યોતિનો સ્વભાવ પણ  સરસ, ટેકનોલોજીના રંગે રંગાયેલી જ્યોતિ શિક્ષકો પાસે અવનવી વાતો જાણીને શીખી લેતી હતી. ઘરે બેસીને સ્થાનિક પર્યાવરણમાંથી મળતી વસ્તુઓના અનોખાં ઉત્પાદન વિડિયો દ્વારા કે દૂરદર્શનના કાર્યક્રમ જોઈ શીખીને પછી આસપાસની મહિલાઓને તેનાથી માહિતગાર કરતી રહેતી. મહિલાઓ આ દ્વારા વસ્તુઓ બનાવી સ્થાનિક બજારોમાં વેચતી.

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર
Garibo ni Diwali Gujarati essay written by Patel Urmila ‘Urmi’ (Symbolic image)

એક વર્ષે દિવાળીના તહેવાર ટાણે કેટલાક ધંધાદારીઓ આ બજાર તરફ ફરવા આવ્યા હતાં. બજારમાં વાંસની ઈકો ફ્રેન્ડલી વસ્તુઓ જોઈ ખૂબ પ્રભાવિત થઈ ગયા હતાં. તત્કાળ તે ધંધાદારીઓએ મહિલાઓ પાસે દરેક વસ્તુઓના સેમ્પલ લઈ ઓર્ડર આપી દીધો.

આ ઓર્ડરની રકમ એટલી મોટી હતી, જે રકમની તેમણે કલ્પના પણ નહોતી કરી. સૌના ચહેરા ખુશીઓથી છલકાતાં હતાં. સાંજે સામાન ખાલી થતાં મલકાતાં મલકાતાં પોતાના ઘરે પહોંચી સૌને બજારની વાત કરી , ત્યારે સૌથી વધારે આનંદ જ્યોતિ, પ્રકાશ, સૂરજ અને રોશનીના ચહેરા પર જણાતો હતો.

બાળકોની સૂઝબૂઝ સાથે તેમના માતા-પિતાના પણ અતૂટ વિશ્વાસની જીત થઇ હતી આ વર્ષે દિવાળીના તહેવારે આખી ઝૂંપડપટ્ટીમાં ખુશીઓની રોશની હતી.

     ” ગરીબ માણસ ધનથી ભલે ગરીબ હોય, મનથી મક્કમ હોય તો અમીર જ કહેવાય. “

Must Read

Gujarat Election 2022

રાજકોટમાં કેજરીવાલનો દાવો, ‘IB ના રિપોર્ટ પ્રમાણે આજે ચૂંટણી થાય...

Election News Gujarat: AAP આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ(Arvind Kejarival) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant mann) ગઈકાલથી રાજકોટના(Visit Rajkot) પ્રવાસે આવ્યા છે....