Homeવિશેષગરીબોની દિવાળીગરીબોની દિવાળી લેખન પ્રતિયોગીતા - ગરીબોની દિવાળી ટૂંક લેખન

ગરીબોની દિવાળી લેખન પ્રતિયોગીતા – ગરીબોની દિવાળી ટૂંક લેખન

-

લેખક: પ્રા. પાર્થ કુમાર જોશી, ટુંકસાર -“ક્ષણોને તોડવા બેસું તો , વરસોના વરસ લાગે” તે ન્યાય દિવાળી વિશે લખવાં બેસીએ તો, વરસોનાં વરસ લાગે પણ અહીં મૂળ વાત કરવી છે…

Garibo ni Diwali Gujarati essay – ગરીબોની દિવાળી

  • નામ:- પ્રા. પાર્થ કુમાર જોશી
  • વિષય:- ગરીબોની દિવાળી

દિવાળી! નામ સાંભળતાં જ આંખોની સામે એક સુંદર દ્રશ્ય સર્જાય.જેમાં પરિવારનાં પૂરાં સભ્યો સાથે હોય! ઘર  “મકાન” મટીને ઘર બન્યું હોય! સનાતન ધર્મનો મુખ્ય તહેવાર એટલે દિવાળી. સાહિત્યમાં પણ આપણા સર્જકોએ આ તહેવારને ખૂબ લાડ લડાવ્યાં છે. “મામાનું ઘર કેટલે…દિવો બળે એટલે ” જેવા ઉખાણાથી શરૂ કરી ઉશનસ્ નાં સોનેટ “વળાવી બા આવી”ની પંક્તિઓમાં “રજાઓ દિવાળી તણી;થઈ પૂરી ને ઘર મહીં ” સુધી તેનો વ્યાપ અને વિસ્તાર આપણને જોવા મળે છે. ભારત જેવા સનાતન ધર્મી દેશમાં દિવાળીને વિશેષ તહેવાર માનવામાં આવે છે.

તેનું ધાર્મિક , સામાજિક સાંસ્કૃતિક તથા ભૌગોલિક પણ એટલું જ મહત્વ છે. ટૂંકમાં દિવાળીએ સામાજિક , ધાર્મિક અને સાંસ્કૃતિક એકતાનું પ્રતીક બની રહીને આપણને અજ્ઞાનરૂપી અંધકારમાંથી જ્ઞાનરૂપી પ્રકાશ તરફ લઈ જતો તહેવાર છે.

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર
Garibo ni Diwali Gujarati essay written by Parth Kumar Joshi (Symbolic Diya image)

 “ક્ષણોને તોડવા બેસું તો , વરસોના વરસ લાગે” તે ન્યાય દિવાળી વિશે લખવાં બેસીએ તો, વરસોનાં વરસ લાગે પણ અહીં મૂળ વાત કરવી છે- તે કંઈક જુદા જ પ્રકારની છે. જેમ સિક્કાની બે બાજુઓ હોય છે,તેમ દરેક વ્યવહાર અને તહેવારની ઉજવણી સમાજે – સમાજે ,વ્યક્તિએ-વ્યક્તિએ અલગ – અલગ હોય, તે સ્વાભાવિક બાબત છે. વર્ષોથી , આદિ-અનાદિ કાળથી સમાજમાં કહેવાતો શ્રીમંત વર્ગ અને મધ્યમ કે નિમ્ન વર્ગ. એમ આપણી સમાજ વ્યવસ્થા ગોઠવાયેલી જોવા મળે છે. તેના માટે સુંદર કહેવાયું છે કે…

       “છે ગરીબોના કૂબામાં તેલનું ટીપું દોહ્યલું ને શ્રીમંતોની કબર પર ઘીના દીવા થાય છે”

        ઉપયુક્ત ઉક્તિમાં સમાજની અરાજકતા પ્રતીત થાય છે.આપણો સમાજ આજે વાડા અને પાડાઓ માં વિભાજિત થયેલો જોઈ શકાય છે.તેવી જ રીતે પૈસાદાર અને ગરીબવર્ગ એમ બે વિભાગમાં વિભાજિત પણ જોઈ શકાય છે.જેની અસર માનવનાં દરેક ક્ષેત્ર પર થયેલી જોવા મળે છે.પછી ભલે એ કોઈ રીતી-રિવાજ હોય,રહેણી-કરણી હોય કે પછી ઉજવાતાં ઉત્સવો હોય.સમાજના દરેક વ્યક્તિ પોત-પોતાની રીતે પોતાનાં ક્ષેત્રની મર્યાદાને પામીને જે-તે વ્યવહાર અને તહેવાર કરતો હોય છે.

આજે સોશિયલ મીડિયાના માધ્યમથી બહુચર્ચિત સંદેશાઓની આપ-લે નો દોર વધ્યો છે.જેવા કે , “તેવા લોકો પાસેથી દિવાળીની ખરીદી કરવી જેના કારણે તે પણ દિવાળી મનાવી શકે” રોડ ,રસ્તા કે શે’રીઓમાં વેચવાં આવતાં ફેરીયા કે જેની આજીવિકાનું સાધન માત્ર નિમ્નસ્તરે છે, તેવા લોકો પાસેથી સમાજનો કહેવાતો મધ્યમ કદનો કે ઉચ્ચતર વર્ગ વસ્તુ ખરીદશે , તો તે પણ (ગરીબ) દિવાળી મનાવી શકશે.અને તે વાત સાચી પણ છે.

આપણા ઘરમાં તહેવારોમાં રોશની થાય અને ઘર ઝળહળી ઉઠે…તો બીજાના ઘરમાં કેમ નહીં? આ દેશ “વસુધૈવ કુટુમ્બકમ”નાં સિદ્ધાંત પર ચાલનારો દેશ છે.આપણે તે બાબત ન ભૂલવી જોઈએ.રસ્તા પર ફૂલો વેચનારી કોઈ ગરીબ માં ની આંખમાં હર્ષના બે આંસુ લાવી શકીએ…તે છે ખરી દિવાળી ! આપણાં બાળકોને મોંઘાદાટ શોરૂમ માંથી નહીં, પણ રસ્તે વેચાતાં રમકડાની રેકડી (લારી) પરથી એકાદ રમકડું ખરીદવું, તે છે ખરી દિવાળી !

ખરાં બપોરે પોતાનાં નાના બાળકને તેડીને ખુલ્લાપગે તડકામાં ફરી-ફરીને કોડિયાં વેચતી , માતૃત્વનું ઋણ ચૂકવતી કોઈ માં ના હાથે કોડિયાં ખરીદવાં, તે છે ખરી દિવાળી ! મીઠાઈની દુકાન બહાર નિર્વસ્ત્ર ફરતાં બાળકને એકાદ મીઠાઈનું પડીકુ લેવડાવી શકીએ તો દિવાળીનો ખરો આનંદ પ્રાપ્ત કરી શકાય.

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર
Garibo ni Diwali Gujarati essay written by Parth Kumar Joshi (Symbolic Diya image)

વ્યવહાર સાચવવાં ઢગલાબંધ મીઠાઈઓની આપ-લેમાં આપણા ઘેર કામ કરતાં કોઈ પરિવારનાં ખુશીનું કારણ બની શકીએ , તો દિવાળીનું મહત્વ સમજાય.કહેવાય છે કે ઈશ્વરને કોઈએ સદેહે જોયો નથી.પણ કોઇ ગરીબનાં મુખ પર હર્ષની બે પળ લાવી શકીએ,તો ઈશ્વરને આંગણે તેનાં બે અમીછાંટણા થશે,તે દિવાળી.સમાજનો દરેક વ્યકતિ “વ્યક્તિ” મટીને “વિશ્વમાનવી” બનશે , તો જરૂર ગરીબોની દિવાળી એ દિવાળી રહેશે.

તું જશ્ન બન કિસી કી જિંદગી કા, એક ઉલઝા દિયા કિસી કી દિવાલી કા

સમાજ જ્યારે બીજાનો વિચાર કરતો થશે, ત્યારે સાચા અર્થમાં દિવાળી થશે.અંતરનાં અંધકારને ભગાડીને જ્યારે ગરીબોનાં દુ:ખે-દુઃખી અને સુખે સુખી થઈશું તથા આપણી ખુશીઓનો હિસ્સો તેમને બનાવીશું ત્યારે આ પર્વ સાર્થક નિવડશે.ટૂંકમાં સમાજનાં બધા જ વ્યક્તિઓ ખૂશીઓની લહાણી કરી શકે અને એક-મેકનાં હૈયે “રામ” વસે તેવી પ્રકૃતિનાં એ જ્યોતિર્મય પ્રકાશપૂંજને પ્રાર્થના.

આપીને બીજાને ઉજાસ,દીવાની જ્યોત કાળી થઈ ગઈ ; જલન મળી દીવાને અને બીજાની દિવાળી થઇ ગઈ!

સૌને હેપ્પી દિપાવલી… દીપ જલાવો, પ્રીત જગાવો, અંતરનો અંધકાર ભગાવો.

Must Read

Gujarat Election 2022

રાજકોટમાં કેજરીવાલનો દાવો, ‘IB ના રિપોર્ટ પ્રમાણે આજે ચૂંટણી થાય...

Election News Gujarat: AAP આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ(Arvind Kejarival) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant mann) ગઈકાલથી રાજકોટના(Visit Rajkot) પ્રવાસે આવ્યા છે....