Homeવિશેષગરીબોની દિવાળીગરીબોની દિવાળી લેખન પ્રતિયોગીતા - ગરીબોની દિવાળી...

ગરીબોની દિવાળી લેખન પ્રતિયોગીતા – ગરીબોની દિવાળી…

-

લેખક: જયંતીભાઈ આઈ.પરમાર, ટુંકસાર – ” એઈએએએએ…લોખંડ,પસ્તી,ભંગાર….” ની બૂમો પાડે અને આખો દિવસ ભટકીને સાંજ પડતાં પહોંચી જાય ભંગારિયાવાળા જોડે…

Garibo ni Diwali Gujarati essay – ગરીબોની દિવાળી

  • લેખકનું નામ – જયંતીભાઈ આઈ.પરમાર “નિર્દોષી”
  • ગામ – આણંદ
  • વિભાગ – ગદ્ય
  • પ્રકાર – લેખ

ગરીબોની દિવાળી ?! શીર્ષકમાં જ વિરોધાભાસ ! ગરીબોને દિવાળી હોય કે આવે ? ના, એમને તો કાયમ  જ હોળી હોય.જી, ગરીબોની કથા-વ્યથા  અને પરિસ્થિતિનો  અમીર લોકોને તો ખ્યાલ સુધ્ધાં ન આવે ! મધ્યમ વર્ગ એમની પળોજણમાં જ ખૂંપેલો હોય અને ગરીબોને તો બે ટંકની ખાવાની ચિંતા !

દિવાળી આવે એટલે અન્ય લોકો માટે આખો માહોલ બદલાય.સામાજિક વાતાવરણ એક અનોખો ગરમાવો, ઉત્સાહ અને ચહલપહલ નજરે આવે અને ક્રમશ: વધતાં જાય.અમીરો એમના રોયલ આયોજન કરવા મંડે.મધ્યમ વર્ગ રેલ્વેના પાટાની જેમ સમાંતર અને સમતોલ તૈયારીઓ કરે પણ સરકાર તરફથી બોનસ કે સાતમાં પગાર પંચના એરિયર્સની અપેક્ષાઓ રાખે.ગરીબો કોઈ મોટા જેક પોટ કે બક્ષિસની અપેક્ષાઓ સાથે કોઈ વધારે કામની શોધમાં આમતેમ પ્રયત્ન ચાલુ કરી દે.

એક રેંકડીવાળો…અરે એક નહીં…આવા તો અનેક…દિવાળી આવે એટલે નીકળી પડે,એમની ત્રણ પૈડાવાળી સાયકલ લઈને.” એઈએએએએ…લોખંડ,પસ્તી,ભંગાર….” ની બૂમો પાડે અને આખો દિવસ ભટકીને સાંજ પડતાં પહોંચી જાય ભંગારિયાવાળા જોડે…દિવસભરનો ઉઘરાવેલ ભંગારનો સામાન ઉથામીને રોકડી કરી લે.જે તે દિવસનો કાયમી ખર્ચો કરતાં જો કાંઈ વધ્યું તો દિવાળી માટે…નહીં તો કાલે ફરી એ જ રૂટીન !

અને આજે સવારે જ્યારે સ્કૂલ જવા નીકળ્યો ત્યારે રસ્તાની બન્ને કોરે કામ કરતાં મજૂરો નજરે ચઢ્યાં. અને મન ચકરાવે ચઢ્યું. જે દિવાળીની ઉજવણી માટે લોકો શોપિંગ, કપડાં, ખાદ્ય સામગ્રી અને મીઠાઈના ઓર્ડર આપી રહ્યાં છે એ જ ઉજવણીની તૈયારી માટે આ લોકો રસ્તો નવો બનાવવા માટે એને સાફ કરીને, ડામર પાથરવાથી માંડીને રોલર ફેરવ્યાં બાદ ભુસાના છંટકાવ કરવા જેવી ભયજનક વૈતરું કરી રહ્યાં છે…!

આવા તો અનેક ધંધા વ્યવસાય સાથે મને-કમને અને મજબૂરીથી જોડાયેલાં  લોકોની દિવાળી વિષે કમકમાં આવી જાય છે.

કેટલી બધી અસમાનતા ? કેટલો ઘોર અન્યાય ? બિચારા ગરીબોની દિવાળી… દિવાળી કહેવાય ?

Must Read

Gujarat Election 2022

રાજકોટમાં કેજરીવાલનો દાવો, ‘IB ના રિપોર્ટ પ્રમાણે આજે ચૂંટણી થાય...

Election News Gujarat: AAP આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ(Arvind Kejarival) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant mann) ગઈકાલથી રાજકોટના(Visit Rajkot) પ્રવાસે આવ્યા છે....