Homeવિશેષગરીબોની દિવાળીગરીબોની દિવાળી લેખન પ્રતિયોગીતા - "ગરીબોની દિવાળી"

ગરીબોની દિવાળી લેખન પ્રતિયોગીતા – “ગરીબોની દિવાળી”

-

લેખક: પારેખ તેજલ બેન, ટુંકસાર – ઢોર માટે ચારો લાવો ,વાહિદુ બધું જ કામ એકલે હાથે અને પગાર 800 રૂ, અઢીસો ગ્રામ દૂધ પણ ચા પીવા પણ શેઠિયો આપતો  નથી….

Garibo ni Diwali Gujarati essay – ગરીબોની દિવાળી

  • નામ:પારેખ તેજલ બેન કાન્તીલાલ
  • ઉપનામ: શ્યામા
  • પ્રકાર: ગધશૈલી

ઈદની તહેવારની રજા પૂરી થતાં  બાળકો ખુશખુશાલ ચહરે નવા પરિધાનમાં શાળા માં કિલકિલારીયો થવાં માંડી, એક તો તહેવાર નો આનંદ અને તેમાં પણ મોટેરાઓ તરફથી મળેલી કદી, કંઈક  અલગ જ આનંદ. શાળામાં પ્રાર્થના શરૂ થતાં પહેલા બાળકો પોતપોતાની વાતો ,અનુભવો બીજાને કહેવામાં મમશગૂલ  હતા. પણ આજે કેમ ખુશી ખુશ ન હતી ?  કલાસમાં  હંમેશા અવ્વલ  રહેતી,  ભણવામાં ખૂબ હોશિયાર અને સંસ્કારી ખુશી, આજે ગૂમસૂમ  લાગતી હતી.  પ્રાર્થના પૂરી થઈ ટીચર વર્ગમાં આવ્યા પણ આજે રોજની જેમ ખુશી જવાબો આપતી ન હતી.

તેના વિચારોમાં ખોવાયેલી હતી કંઈક ઉદાસીનતા તેને ઘેરી વળતી હતી.ટીચર માયાબહેને ધ્યાને લીધી પણ પાછાં  પોતાના કામે વળગી પડ્યા.  પરંતુ સાંજે શાળા છુટવાના સમયે અચાનક ખુશી સામે દેખાઈ  આથી માયા ટીચરે તેને પોતાની પાસે બોલાવી, અને તેની ઉદાસીનતાનું કારણ પૂછ્યું પણ ખુશીએ પોતાની મનની વાત માયાબહેને કહી શકી નહીં, આ જોઈ માયા ટીચરની ખૂબ દુઃખી થયા તેમણે આ વાતમાં વધારે રસ લીધો તેમની આખી રાત ઊંઘ ન આવી ,સવારે જ ખુશી ના ઘરે જવાનું નક્કી કર્યું માયા ટીચર રોજના સમય કરતા વહેલા નીકળી ગયાં.

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર
Garibo ni Diwali Gujarati essay written by Parekh Tejalben (Symbolic image)

ગામ બહાર આવેલા ખુશીના ઘરની મુલાકાત લીધી.ઘરના આંગણે ખુશીના મમ્મી ભેંસનું દૂધ દોહતા  જોયા ,  ટીચર ને જોતા જ તેના મમ્મી એ આવકાર આપ્યો પહેલી નજરમાં તો બાહ્ય પરિસ્થિતિ જોતા બધુ બરાબર લાગ્યું  પણ વાતનો દોર આગળ ચલાવતા જાણવા મળ્યું કે ખુશીને બીજા બે ભાઈ-બહેન છે. બહેન મોટી છે તે દસમા ધોરણમાં ભણે છે અને સાથે કંપનીમાં પણ કામ કરવા જાય છે. અને ભાઈ નાનો છે જે થોડો મંદબુદ્ધિનો છે. વધું જાણવાની કુતૂહલ થતાં મેં તેના પપ્પા વિશે પૂછ્યું અને ત્યાં જ તેની મમ્મી રડવા જેવી થઇ ગઈ…..

આંખમાં આંસુ આવી ગયા, ટીચરે વાત પામી જતાં  વાત ત્યાંજ અટકાવી દીધી .અને બહેન ને શાંત કર્યા ,પણ પાછળથી જાણવા મળ્યું કે એના પપ્પાએ બીજા લગ્ન કર્યા છે અને તેઓ બીજી  સ્ત્રી સાથે રહે છે.   આ પત્ની અને ત્રણેય બાળકોને છોડી દીધા છે.. માલ મિલકત માં એક પણ વસ્તુ કે સરકારને ચોપડે નામ પણ રહેવા દીધું નથી. એકદમ નિરાધાર પરિવાર એમાંય પાછું દીકરીઓ વાળુ ઘર,  સ્ત્રી પોતે પણ હજુ જુવાન …. કેવી દમનીય સ્થિતિ ! જીવનનિર્વાહ  વિશે પૂછતાં જાણવા મળ્યું કે ભેસ ના તબેલા માં બે વખત ભેંસોનું દૂધ દોહવે  છે.

ઢોર માટે ચારો લાવો ,વાહિદુ બધું જ કામ એકલે હાથે અને પગાર 800 રૂ,  અઢીસો ગ્રામ દૂધ પણ ચા પીવા પણ શેઠિયો આપતો  નથી ” એકલી નિરાધાર સ્ત્રી  હોવાને કારણે લોકો કાળી મજૂરી કરાવે….શું કરું લોકોનાં ઢેસેઠા કરીએ, ટીચર એ કીધું આ કામ છોડી શહેરમાં જતા રહો બેન ત્યાં તમને બીજા ઘણાં સારાં કામો મળી રહેશે. ” બેન એકલી સ્ત્રી જાત પાસે કોઈ માણસ જાત ન મળે, ઉપરથી બે જુવાનજોધ દીકરીઓ, તેમાંય  બુદ્ધિહીન ભાઈ.. આ જમાનામાં કોનો ભરોસો ??? ન કોઈ ઓળખાણ કે  ન તો કોઈ ખમતીધર સગો….

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર
Garibo ni Diwali Gujarati essay written by Parekh Tejalben (Symbolic image)

શહેરમાં ન જવાય અહીં ગામમાં થોડી ગામ લોકોને કારણે લોકો બીવે ,બે આંખની શરમ ભરે ,શહેરમાં કોણ અમારૂ.અહીં  થોડા સલામત છીએ. હા કાળી મજૂરી નો ભોગ બનીએ છીએ  આ રીતે વાતનો દોર આગળ વધતાં છેલ્લી તેમનાંથી બોલી જવાયું કે  જોવો ને “બેન ખુશી બે દિવસથી નવા કપડાં લેવા જીદે ચડી છે. નિશાળમાં બીજા છોકરાઓના   નવા કપડાં જોઈએ તેને નવા કપડાં પહેરવા છે પણ શેઠિયો બે મહિનાથી પગાર આપતો નથી અને કેમેરા ગોઠવી કાળું વૈતરું કરાવે જાય છે.છ બેસવા પણ નથી દેતો હશે હવે નસીબ ?

માયાટીચરે તેમનાં પિયર વિશે પૂછ્યું , પિયર છે  ભાઈભાંડુ બધાં પણ એવું કહે છે કે એના છોરા ને છોડી આવતી રહે બીજે ઠેકાણે કરી દઈએ, પણ માવતર હું… મારા છોરાઓને  કેવી રીતે છોડવા હવે આ દીકરીઓના કોને ભરોસે મૂકવી , બસ એટલે જ આ ઠહેરો ઉપાડી છું. હવે તો માયાટીચર પાસે પણ શબ્દો ન હતાં  આખી ઘટના જાણીને ખૂબ જ દુઃખ થયું ,તેમનો શાળા નો  સમય થતા તેઓ એ વિદાય લીધી.  ત્યાંથી  નીકળ્યા પણ આખો દિવસ મનમાં આજે વાત  સ્ત્રી જાતે કેટલી દયનીય _ તેમાંય  બંને દીકરીઓ ભણવામાં હોશિયાર પણ ખરી, 

આખરે માયા ટીચર આ  કુટુંબની મદદથી આવ્યા ગરીબો માટે ચાલતા ટ્રસ્ટો અને બીજી આવી ઘણી બધી સેવાભાવી સંસ્થાઓની મદદ પહોંચાડી,  મુસ્લિમ ધર્મ સંપ્રદાય નું કગામ હતું એટલે ઈદ પછી  આવતો આપણો તહેવાર દિવાળી…. આ ગરીબ પરિવારની દિવાળી સુધરી ગઇ મોટી દીકરીનાં ભણતરની જવાબદારી એક સ્વયંસેવી સંસ્થાઓએ ઉપાડી અને ખુશીની જવાબદારી શાળા પરિવારે ઉપાડી. બાળકો માટે નવા કપડા, મીઠાઈઓ, નાસ્તા એવુ તો ઘણુ બધું મળ્યું. તેમના માટે તો આ એક સપના બરાબર હતું પણ કહેવાય છે ને જેનો કોઈ ના હોય તેનો ભગવાન હોય આ પરિવારની વ્હારે માયા ટીચર એક ભગવાન બની ને આવ્યા.

Must Read

Gujarat Election 2022

રાજકોટમાં કેજરીવાલનો દાવો, ‘IB ના રિપોર્ટ પ્રમાણે આજે ચૂંટણી થાય...

Election News Gujarat: AAP આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ(Arvind Kejarival) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant mann) ગઈકાલથી રાજકોટના(Visit Rajkot) પ્રવાસે આવ્યા છે....