Homeવિશેષગરીબોની દિવાળીગરીબોની દિવાળી લેખન પ્રતિયોગીતા - ગરીબો અને તહેવારો

ગરીબોની દિવાળી લેખન પ્રતિયોગીતા – ગરીબો અને તહેવારો

-

ટુંક સાર – લેખક: મીતુ ગોજીયા (Mitu Gojiya) માણસ છું માણસ છું કહેવાથી માણસ બનતો નથી, ખરા સમયે બતાવે જે માનવતા એને ભગવાને ભુલતો નથી…..

Garibo Ni Diwali Gujarati essay – ગરીબોની દિવાળી

  • લેખક: મીતુ ગોજીયા (Mitu Gojiya)
  • શીર્ષક: ગરીબો અને તહેવારો
  • વિષય: ગરીબોની દિવાળી

અંધરાઓને દિવસ શું ને રાત શું , એમજ ગરીબોને હોળી શું ને દિવાળી શું ?

ગરીબો પણ તહેવારોની ઉજવણી કરત,જો આ મોંઘવારીનો માર ના હોત, શાળામા બાળકો દિવાળી વિશે નિબંધ લખી આવે છે.

સાહેબને સંભળાવે છે કોઇએ મિઠાઈ,ફટાકડા,રંગો તો કોઇએ ઝગમગતા દિવડા વિશે લખ્યુ છે.એક ગરીબ બાળક મૌન છે.સાહેબ એને નિબંધ સંભળાવાનું કહે છે.

એ બાળકે લખ્યુ છે કે દિવડા વેચીને બીજાના ઘરમાં રોશની કરીયે પણ ખુદના ઘરમા અંધારુ છે.રંગો જીવનમા હોય તો તહેવારોમા આવે અમારુ જીવન તો બેરંગ છે. ફટાકડાનો તો ખાલી અવાજ સાંભળવા મળે છે,ખરીદવાની વાત આવે તો ખિસ્સા ખાલી છે.આ નિબંધ સાંભળીને સાહેબની આંખો નમ થઈ જાય છે

તેઓ દિવાળીના દિવસે એ બાળક માટે ફટાકડા,મિઠાઈ અને રંગો લઈ જાય છે.આ જોઈને નાનકડા બાળકનું મુખ ફૂલની જેમ ખીલી જાય છે. આજ પછી તારી બધી દિવાળી આવી હશે સાહેબ એવુ વચન આપે છે.  

માણસ છું માણસ છું કહેવાથી માણસ બનતો નથી, ખરા સમયે બતાવે જે માનવતા એને ભગવાને ભુલતો નથી

આ ભુલકાઓના મુખ પર સ્મીત લાવવુ સાવ સસ્તુ છે જો તમે આપી શકો એમ હોવ તો જરુર આપજો.અને આ દિવાળીયે માનવતા મહેકાવજો. આ કામ આમ જનતા એ જ કરવુ પડશે કેમકે સરકાર ગરીબી દુર કરવા નય આવે એને ઘણા કામો છે જેમકે તહેવારોમા ભાવ વધારો કરવો વગેરે વગેરે.

કાશ એવી કોઈ યોજના હોત, તહેવારોમા ગરીબોને ભાવ વધારો નય, રાહતના પેકેટ મળતા હોત

Must Read

Gujarat Election 2022

રાજકોટમાં કેજરીવાલનો દાવો, ‘IB ના રિપોર્ટ પ્રમાણે આજે ચૂંટણી થાય...

Election News Gujarat: AAP આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ(Arvind Kejarival) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant mann) ગઈકાલથી રાજકોટના(Visit Rajkot) પ્રવાસે આવ્યા છે....