Homeવિશેષગરીબોની દિવાળીગરીબોની દિવાળી લેખન પ્રતિયોગીતા - લેખ "મનુ ની દિવાળી"

ગરીબોની દિવાળી લેખન પ્રતિયોગીતા – લેખ “મનુ ની દિવાળી”

-

લેખક – મંજુલાબેન રામદાસ બોકડે, ટુંક સાર – “હે ઈશ્વર તારી તો લીલા જ ન્યારી છે .”આ વખતે હું ઓવરટાઈમ કરી મારી કુમળા મન ની દીકરીના લાડકોડ પૂર્ણ કરવા માગતો હતો….

Garibo ni Diwali Gujarati essay – ગરીબોની દિવાળી: “મનુ ની દિવાળી”

  • નામ : મંજુલા રામદાસ બોકડે
  • ગામ: સુરત
  • વિષય:ગરીબોની દિવાળી
  • શીર્ષક: મનુ ની દિવાળી

દિવાળી શબ્દ સાંભળતા જ ખુશી અને આનંદનો અહેસાસ થાય છે.પણ આ એહસાસ તો અમીરોના મહેલમાં રહેતાં લોકોને થાય છે પણ આ વાત તો એક ઝૂંપડીમાં રહેતા બિચારા બાપડા ગરીબની છે. તેને માટે તો બે ટંકના રોટલા માટે પણ ઘણી જહેમત ઉઠાવવી પડે છે. તેના ઘરના વડીલો  પોતાના બાળકને એકલા મૂકી શેરીએ-શેરીએ ફરીને પોતાનુ ગુજરાન ચલાવવા વસ્તુઓ વેચવા કે કામ કરવા જવું પડે છે. ધૂળથી ભરેલા ફાટેલા કપડા થીગડું મારીને પહેરતાં મુખ પર આખા દિવસનો થાક અને બાળકોના સવાલ થી ઘેરાયેલો પિતા બાળકોને મીઠા શબ્દોથી સમજાવતી માતા બાળકો ને સમજાવે છે.

બાળકોને રોજ માતા સમજાવી દે છે અને બાળકો પણ પોતાની ઈચ્છા પુર્ણ થશે તે આશયથી સુઈ જાય છે.પોતાને આનંદ આપનારી ઉષા નું સ્વાગત કરે છે.  એક નાનકડી દીકરી પોતાના  પિતાને સવાલ કરે છે.”પપ્પામારી નિશાળમાં હવે દિવાળી ની રજા પડી ગઈ છે, મારા બધા દોસ્તો આનંદથી દિવાળી મનાવવાના છે.તો શું આપણે પણ તેમના જેવી દિવાળીન મનાવી શકીએ?” પપ્પાએ હસતા જવાબ આપ્યો દીકરા તને દિવાળી પર ખૂબ ફટાકડા અને નવા કપડાં મીઠાઈ મળે તે માટે હું 

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર
Garibo ni Diwali Gujarati essay written By Manjula Ramdas Bokde (Symbolic Image)

ઓવરટાઈમ કરી રહ્યો છું. તને જરૂર ખૂબ ફટાકડા કપડાં અને અવનવી મીઠાઈ લઈ આવીશ . પપ્પાના શબ્દો સાંભળી દીકરી ને તો જાણે ખુશીનો ખજાનો મળી ગયો હોય તેમ  આનંદિત થઈ ગઈ નાચવા લાગી ગાવા લાગી”દિવાળી આવી ને ફટાકડા લાવી ખૂબ મીઠાઈને નવા નવા કપડાં લાવી”પણ કહેવાય છે ને કે ગરીબનુ નસીબ તૂટેલી છાબડી જેવું જ હોય છે. તેમ સાબિત થઈ ગયું. મનુના પિતાને રોડ અકસ્માત નડ્યો. તે જખમી થઈ ગયા. એક સજ્જન પુરુષે પોતાની ભૂલ સ્વીકારી તેમણે દવાખાને લઈ ગયા. સારવારનો બધો ખર્ચ ઉપાડી લીધો.

મનુના પિતાને અકસ્માત થવાનો જેટલું દુઃખ ન હતું તેટલું દુઃખ મનુને દિવાળી પર ભેટ-સોગાદો નહીં આપી શકે તેનું દુઃખ થતું હતું.તે કહેવા લાગ્યા “હે ઈશ્વર તારી તો લીલા જ ન્યારી છે .”આ વખતે હું ઓવરટાઈમ કરી મારી કુમળા મન ની દીકરીના લાડકોડ પૂર્ણ કરવા માગતો હતો. તે પણ તારાથી ન જોવાયું અને મને દવાખાનાના ખાટલામાં પહોંચાડી મારી લાડકવાયી દીકરીના લાડકોડ પણ પૂર્ણ કરવા ન દીધા આવો કલ્પાંત કરવા લાગ્યા.

મનુની માતાએ એના પિતાને કુનેહપૂર્વક સમજાવ્યા અને ત્યાં તો મનુ આવીને રડવા લાગી કહેવા લાગી પપ્પા તમે મારા માટે આ ઓવરટાઈમ કરવા રોકાયા ન હોત તો તમને આ અકસ્માત ન નડ્યો હોત .આપને રાત્રે ઓછું દેખાય છે અને આપનો તૂટેલો તો તૂટેલો પણ ચશ્મો પણ ઘરે જ ભૂલી ગયા હતા.

તેથી આ અકસ્માત નડ્યો. પપ્પા મને નથી જોઈતા ફટાકડા, નવા કપડાં, મીઠાઈઓ મારી પાસે તો નવા કપડાં હતાં જ મેં ખોટી જીદ પકડી અને મારી આજીદ તમને ઘર આંગણેથી દવાખાના ખાટલા સુધી લઈ આવી. મને આવી મનહૂસ દિવાળી નથી ઉજવવી જે મારા વાત્સલ્યના મહાસાગર પિતા ને મારી પાસેથી ઝુંટવી લે .મારા માટે તમારો સ્નેહ જ ભાવતા ભોજન અને મીઠાઈ જ છે. તમારા પ્રેમથી ફેરવાતા હાથમાં આનંદ ની ભરમાર છે માટે તમે ઓછું નઆણતા . મને આવી દિવાળી નથી જોઈતી જે તમને મને અલગ કરી દે.

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર
Garibo ni Diwali Gujarati essay written By Manjula Ramdas Bokde (Symbolic Image)

આ બધી જ વાત એક ખૂણામાં ઊભી રહેલી સ્ત્રીએ સાંભળી જેમણે આ બધી વાત નાનકડી મનુના મુખેથી સાંભળી તેનું હૃદય દ્રવી ઉઠ્યું. તેણે આવીને મનુની માફી માંગી અને કહેવા લાગી મારા લાડકવાયા દીકરાની ભૂલથી તારા પિતાને આ વેઠવું પડ્યું. એ માટે હું દિલગીર છું એમ કહી માફી માંગવા લાગી.

મનુ નાની વયની હતી પણ તેનામાં સમજણ મોટા ને શરમાવે તેવી હતી. તે કહેવા લાગી આપ મોટા છો આપ માફી માંગી મને દોષી ન બનાવો દુનિયામાં પ્રથમ આપ છો જેણે મારી સાથે આવું સારું વર્તન કર્યું . આ ફાની દુનિયામાં કોઈને ગરીબોની દરકાર નથી. ગરીબોના જાન ની કોઈ કિંમત નથી. આપ તો બહુ સારી વ્યક્તિ છો. જેને ગરીબોના દુઃખ ને જાણ્યું તે

સ્ત્રીએ તેના માથા પર હાથ ફેરવ્યો અને આશિષ આપ્યા. મનુ પપ્પા સાથે દિવાળીના દિવસે દવાખાનામાંથી ઘરે આવી તો તેને શું જોયું તે સ્ત્રી મનુના સ્વાગત માટે દીવડા થી રોશની કરી ફટાકડા અને નવા કપડાં , મીઠાઈ લઈને આવી અને તેને જોતાંજ મનુના ચહેરા પર નિખાલસ હાસ્ય અને ખુશીઓની કિલકારીઓ ઉઠી તે જોઈ તેના પિતા જાણે સ્વસ્થ થઈ ગયા હોય તેમ વર્તવા લાગ્યા. તેના પિતાના ચહેરાપર સમાધાનની મુદ્રા જોઈ અને મનુની દિવાળી જોઈ તેની માતા અને પેલી સ્ત્રીને સમાધાન થયું.

મનુ માટે આ  સ્ત્રી સાચા રૂપમાં લક્ષ્મી સાબિત થયા અને તેની સર્વ મનોકામના પૂર્ણ થઈ એવું લાગ્યું. તો ચાલો આવી અનેક મનુની દિવાળી ઉજવવામાં મદદગાર બનીએ એજ સાચા અર્થમાં દિવાળી ઊજવવાનો આનંદ આપશે માટે આપની આસપાસની મનુના ઓરતા પૂર્ણ કરીએ અને ગરીબ અને અમીર ની દિવાળી વચ્ચેનો ભેદ દૂર કરી બંને ની દિવાળી સમ બનાવીએ.

Must Read

Gujarat Election 2022

રાજકોટમાં કેજરીવાલનો દાવો, ‘IB ના રિપોર્ટ પ્રમાણે આજે ચૂંટણી થાય...

Election News Gujarat: AAP આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ(Arvind Kejarival) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant mann) ગઈકાલથી રાજકોટના(Visit Rajkot) પ્રવાસે આવ્યા છે....