Homeવિશેષગરીબોની દિવાળીગરીબોની દિવાળી લેખન પ્રતિયોગીતા - મને ઘરડા ઘરમાં મૂકી આવ...

ગરીબોની દિવાળી લેખન પ્રતિયોગીતા – મને ઘરડા ઘરમાં મૂકી આવ…

-

લેખક: કલ્પેશ પરમાર, ટુંકસાર – “પપ્પા દરવાજો પણ તમે જ ખોલો. હસમુખરાયે બારણું ખોલ્યું, સામે ખુરશી પર તેમના ત્રણ મિત્રો બેઠા હતા, હસમુખરાય ખુશી થી ઝૂમી ઉઠ્યા…

Garibo ni Diwali Gujarati essay – ગરીબોની દિવાળી

  • નામ:- કલ્પેશ પરમાર (કવિ)
  • ટૂંકી વાર્તા : “કંપની ” “મિત્ર”
  • મને ઘરડા ઘરમાં મૂકી આવ…

જામનગર પાર્ક કોલોની મા જોગર્સપાર્ક પાસે ૫૦૦૦ ચોરસ વાર ના મોટા પ્લોટમાં અજયનો આલીશાન બંગલો હતો. શહેર ના અતિ ધનિક લોકોમાં એની ગણતરી થતી.અજય એની પત્ની રીટા અને પુત્ર સુકેન તથા પિતા હસમુખરાય સાથે ભવ્ય વીલા માં રહેતો હતો.એક દિવસ ડાઇનિંગ ટેબલ પર સહુ જમવા બેઠા હતા ત્યારે *હસમુખરાયે કહ્યું “બેટા મને ઘરડા ઘરમાં મૂકી આવને !!” અજય અને રીટા બંને એકદમ ચોંકી ઉઠ્યા અને વિચાર્યું કે અમારી માવજતમાં કોઈ ખામી રહી ગઈ કે શું ?

અજયે કહ્યું “કેમ પપ્પા , અમારા થી કોઈ ભૂલ થઇ ગઈ કે કોઈએ તમને કઈ કહ્યું ?, હસમુખરાયે હંસતા હંસતા કહ્યું, “ના બેટા ના ; તું વહુ અને સુકેન જેટલી સાર સંભાળ મારી કોણ રાખી શકે ?* પણ હું અહિંયા એકલો આખો દિવસ કંટાળી જાઉં છું અને ઘરડા ઘર માં મારા ત્રણ જુના મિત્રો છે તો મારો ટાઈમ પાસ થઇ જશે. અજયે તરત જ કહ્યું-: “પપ્પા , સમાજ અમારા માટે શું વિચારશે, ૫-૬ મહિના જવા દો હું કઈ વ્યવસ્થા કરી આપીશ. હસમુખરાય પણ માની ગયા. વાત વિસરાઈ ગઈ.

અજયે *વિલા* ની બાજુમાં જ એક નાનું આઉટ હાઉસ બનાવવાનું શરુ કર્યું અને જોત જોતા માં એક સુંદર મજાનું આઉટ હાઉસ તૈયાર થઇ ગયું. હસમુખરાયે પૂછ્યું, બેટા આ શું કામ બનાવ્યું ? આપણું આટલું મોટું ઘર છે ને ! અજયે કહ્યું કે મેહમાનો માટે છે ને આવતા રવિવારે તમારા હાથે ઉદ્દઘાટન કરવાનું છે. રવિવાર આવી ગયો, ફેમિલી મેમ્બર્સ અને થોડા મિત્રોને બોલાવવામાં આવ્યા હતા, આઉટ હાઉસ પર રીબીન બાંધવામાં આવી હતી,

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર
Garibo ni Diwali Gujarati essay written by Kalpesh parmar ‘kavi’ (Symbolic image) Senior citizen friends

હસમુખરાયે તાળીઓનાં ગડગડાટ સાથે રીબીન કાપી.અજયે કહ્યું “પપ્પા દરવાજો પણ તમે જ ખોલો. હસમુખરાયે બારણું ખોલ્યું, સામે ખુરશી પર તેમના ત્રણ મિત્રો બેઠા હતા, હસમુખરાય ખુશી થી ઝૂમી ઉઠ્યા અને ત્રણે મિત્રોને ગળે લગાડી દીધા. અજય રૂમમાં દાખલ થયો તો ચારે વડીલો એને ભેંટી પડ્યા. અજયે કહ્યું કે પપ્પાની ઈચ્છા હતી કે તમારી સાથે જિંદગી વિતાવે એટલે હું તમને ઘરડા ઘરમાંથી અહીં લઇ આવ્યો,આજ થી આ ઘર તમારૂ જ છે અને તમારે મોજથી અહીં જ રહેવાનું છે, અને હા, મેં એક કેર ટેકર શંભુકાકાને પણ રાખ્યા છે જે તમારી તહેનાતમાં આખો દિવસ હાજર રહેશે.

ચારે વડીલોની સાથે સાથે અજયની આંખમાંથી અશ્રુઓ વહી ગયા.અજય બારણું બંધ કરીને બહાર નીકળ્યો અને રૂમમાંથી ખડખડાટ હાસ્યનાં અવાજો આવવા લાગ્યા. અજય મનોમન બોલી ઉઠ્યો “મિત્રો ની “કંપની “સ્ટીરોઈડ જેવી હોય છે” !!! મિત્રતા થી ઉત્તમ કોઈ ટોનીક નથી. હસતા રહો અને હસાવતા રહો મિત્રોં.

ભગવાન સૌને આવા દીકરા આપે..

Must Read

Gujarat Election 2022

રાજકોટમાં કેજરીવાલનો દાવો, ‘IB ના રિપોર્ટ પ્રમાણે આજે ચૂંટણી થાય...

Election News Gujarat: AAP આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ(Arvind Kejarival) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant mann) ગઈકાલથી રાજકોટના(Visit Rajkot) પ્રવાસે આવ્યા છે....