Homeવિશેષગરીબોની દિવાળીગરીબોની દિવાળી લેખન પ્રતિયોગીતા - શીર્ષક: ગરીબોની દિવાળી

ગરીબોની દિવાળી લેખન પ્રતિયોગીતા – શીર્ષક: ગરીબોની દિવાળી

-

લેખક: જોગારિયા પ્રિતીમાબેન, ટૂંકસાર – માત્ર તેમને નવાં કપડાં મળી જાય એટલે ચહેરા પર અનેરો ઉત્સાહ જોવા મળે. ફટાકડા ભલે  બે પાંચ રૃપિયાના હોય પરંતુ

Garibo ni Diwali Gujarati essay – ગરીબોની દિવાળી

  • નામ: જોગારિયા પ્રિતીમાબેન રામુભાઈ
  • ઉપનામ: પ્રિન્સેસ..પ્રિતમ
  • વિષય:ગરીબોની દિવાળી
  • પ્રકાર: મૌલિક રચના
  • શીર્ષક:ગરીબોની દિવાળી

દરેક તહેવાર આપણે ઉજવીએ છીએ પરંતું એમાં ખાસ રીતે દિવાળીનો તહેવાર ઉજવીએ છીએ. તહેવારો કોઈ પણ હોય બધા માટે ખાસ હોય છે. પોતાની પરિસ્થિતિ પ્રમાણે પોતાની રીતે દરેક તહેવારો ઉજવે છે. 

દિવાળીનો તહેવાર એટલે આનંદનો તહેવાર,ખુશી, ઉમંગનો તહેવાર. અંધકારને દૂર કરી ઉજાસ પાથરવાનો તહેવાર. નવા વર્ષમાં નવો ઉમંગ ભરવાનો,ભાઈ બહેનને એકબીજાને મળવાનો તહેવાર. નાના મોટા સૌ મળીને ફટાકડા ફોડવાનો તહેવાર..

હવે થોડા દિવસોમાં દિવાળી આવી રહી છે ત્યારે સૌ કોઈ દિવાળીની સાફસફાઈ,નવા કપડાં,ફટાકડા વગેરે જેવી તૈયારીઓ પૂરજોશમાં ચાલે છે. ત્યારે આપણે વાત કરીએ કે ગરીબોની દિવાળી કેવી ? ગરીબ જે પોતાના પરિવાર માટે રોજીરોટી મેળવી જે ગુજરાન ચલાવે છે તે વળી દિવાળી કેવી રીતે ઉજવે? હા.. નાનું ઘર હોય એમાં લીપણથી એમાં અલગ અલગ ડિઝાઇન દ્વારા ઘરને સુંદર બનાવે છે .ઘરના આંગણે સુંદર ઓટલી બનાવે છે. પરિવારમાં કમાવવા કોઈ એક વ્યકિત મજુરી કરવા બહાર ગયા હોય તો દિવાળી પર ઘરમાં સૌ તેમના આવવાની રાહ જોતા હોય છે.

તેમના મનમાં ઈચ્છા હોય છે કે મારા પતિ કે બાળકોને મારા પિતા આવશે તો દિવાળી માટે જરૂર કાંઈ સારું લેતા આવશે. પોતાના ઘરની આખી જવાબદારી નિભાવવાની હોવા છતાં તેઓ પોતાની પત્ની કે બાળકોને નિરાશ જોઈ શકતા નથી. બે પાંચ પૈસા વધારે મળે એના માટે વધુ કામ કરી લેતાં હોય છે. જેથી સારી વસ્તુઓ દિવાળીમાં ઘરે લઈ જઈ શકે. આખા વર્ષ દરમિયાન એક બે વાર કપડાં લેવાના હોય એટલે નવાં કપડાં પહેરી નાના બાળકો રાજી રાજી થઈ જાય.

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર
Garibo ni Diwali Gujarati essay written by – Jogariya Pritimaben (Symbolic clothes image)

નાના બાળકોને મોંઘા કપડાં કે સસ્તા કપડાં સાથે કોઈ લેવા દેવા હોતો નથી. માત્ર તેમને નવાં કપડાં મળી જાય એટલે ચહેરા પર અનેરો ઉત્સાહ જોવા મળે. ફટાકડા ભલે  બે પાંચ રૃપિયાના હોય પરંતુ એમને ફોડીને એમના ચહેરા પર હાસ્ય આવે બસ એજ એમના પરિવારની સાચી દિવાળી. નવીનવી અને મોંઘી મીઠાઈઓ ખાઈ શકતા નથી પરંતુ સાદું ભોજન કે થોડી ઘણી લાવેલી મીઠાઈ ખાઈને પણ તેઓ ખુશ થઈ જાય છે.

ફળિયામાં કે ગલીમાં બીજા બાળકોને ફટાકડા ફોડતા જોઈ તેઓ ખુશ થાય છે અને આનંદ માણે છે આ જ સાચી દિવાળી છે.

Must Read

Gujarat Election 2022

રાજકોટમાં કેજરીવાલનો દાવો, ‘IB ના રિપોર્ટ પ્રમાણે આજે ચૂંટણી થાય...

Election News Gujarat: AAP આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ(Arvind Kejarival) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant mann) ગઈકાલથી રાજકોટના(Visit Rajkot) પ્રવાસે આવ્યા છે....