Homeવિશેષગરીબોની દિવાળીગરીબોની દિવાળી લેખન પ્રતિયોગીતા - 'દિવાળી પર્વની મહત્તા'

ગરીબોની દિવાળી લેખન પ્રતિયોગીતા – ‘દિવાળી પર્વની મહત્તા’

-

લેખક: જયશ્રી પટેલ, ટુંકસાર – મારા ઘર ઘર રમવાનાં રમકડાંનું એક નવું રમકડું બની જતું. દિવાળીમાં રોજ સાંજે ગલી વાળવા આવનાર સંતુને મારા ભાગનાં મીઠાઈનાં મગજ, મોહનથાળ…

Garibo ni Diwali Gujarati essay – ‘દિવાળી પર્વની મહત્તા’

  • નામ:જયશ્રી પટેલ
  • ઉપનામ: “શ્રી”
  • ગામ: વડોદરા
  • પ્રકાર: લેખ(લલિત નિબંધ)

 બાળપણથી આજ સુધી હા, પ્રૌઢા અવસ્થા સુધીના દિવાળી પર્વને અનોખી રીતે માંણ્યો છે અનેઅનુભવ્યો છે.

માનવીનાં મનની સ્થિતિ હંમેશાં હાલક ડોલક થઈ નવું નવું સર્જે જ રહી છે. નાના હતાં ને દવાળી પર્વ પર કંઈક ને કંઈક પ્રાપ્ત થતું. નવા કપડાં , ભેટો મિઠાઈમિષ્ઠાન કે દાદી ને વડીલો પાસેથી પૈસા.. હા ,પૈસા એટલે લખું છું કે ત્યારે પચ્ચીસ પૈસાની કિંમત અધધધ હતી. દિવાળી પહેલાં ઘરે કોડિયાં આપવા આવતી રજ્જો કુંભારણ ને તેનાં કેડમાં ખોસેલું પેલું મેલું ઘેલું છોકરું મારે મન એટલા નજીક હતાં કે હું તેને મને મળેલા પૈસામાં ભાગીદાર બનાવી દેતી, માતાને પૂછી એનાં દીકરાને સરસ મજાની એક જોડી કપડાં આપતી.

એના બદલામાં તે મને સુંદર માટીની ઘંટી આપતી જે મારા ઘર ઘર રમવાનાં રમકડાંનું એક નવું રમકડું બની જતું. દિવાળીમાં રોજ સાંજે ગલી વાળવા આવનાર સંતુને મારા ભાગનાં મીઠાઈનાં મગજ, મોહનથાળ કે સક્કરપારા છાનામાના જઈ આપી દેતી.

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર
Garibo ni Diwali Gujarati essay written by Jayshri Patel ‘Shr’i (Symbolic Potter image)

એકવાર નદી કિનારે ભઠ્ઠા આગળથી પસાર થઈ તો રજ્જોને જોઈ બસ જીદ કરી તેનાં નાના ઝૂંપડાંમાં જઈ બેઠી. તેનો ધણી કંઈક ઘરની દિવાલો પર ગારા માટીથી સજાવી રહ્યો હતો. રજ્જોએ સમજાવ્યું દિવાળી નજદીક છે તેથી ઘર સજાવી રહ્યો છે. મને નવાઈ લાગી કે ગરીબોને પણ દિવાળી! હા તે દિવસે મારા નાના મસ્તિકે આનંદ અનુભવ્યો કે ખેદ નથી જાણતી પણ હું નવા વર્ષે રજ્જોને ત્યાં સાલમુબારક કરવા  જવા લાગી..

લગભગ હું સાતમાંથી પંદર વર્ષની થઈ ત્યાં સુધી.આજુબાજુનાં બધાં જ ખોરડાંવાળા બાળકો મારી રાહ જોતા અને હું વર્ષભરની મારી બચતમાંથી ત્યાં સરસ વાર્તાઓ પેન્સિલ, નોટ અને સ્લેટ પેનની ભેટ આપી આવતી. ફટાકડાંની હું ત્યારે પણ હિમાયતી નહોતી આજે પણ નથી.. દારૂખાનાનો એ ધૂમાડો ક્ષણિક આનંદ આપી ભૂખ્યા જનોની આંતરડી નથી ઠારતો એ નાની ઉંમ્મરથી સમજી ગઈ હતી.

જેમ જેમ ઉમ્મર વધતી ગઈ તેમ તેમ દીવાનો મતલબ સમજતી થઈ. અંધારી અમાસની રાત્રીએ પ્રગટ થતો પ્રકાશ એટલે જ્ઞાનનો ઉત્તમ માર્ગ. અમે પણ મધ્યમ વર્ગીય જ હતાં. તેથી સમજતી હતી કે ક્યાં ને કેટલાં ખર્ચ કરવાં.નક્કી કર્યું સરસ દીવાને રંગોથી સજાવે રજ્જો તો તેના દીવાની કિંમત પણ મળે ને તે સારું કમાય પણ લે. નક્કી કરી લીધું તેને સુંદર રંગ કામ શીખવી જ દઉં. તેને સાથ આપ્યો તેનાં પેલા મેલાં ઘેલાં કપડાં પહેરતા બાળકે.

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર
Garibo ni Diwali Gujarati essay written by Jayshri Patel Shri (Symbolic Diya in Hand image)

ઘીરે ઘીરે ગરીબની દિવાળી સુધરી ગઈ. પુરૂષાર્થ રંગ લાવ્યો અને અંધારું પ્રકાશિત થઈ ઉઠ્યું. આપણે જ તેમને બીચારાં બનાવી દઈએ છીએ. તેમને પુરુષાર્થનો મહિમા સમજાવીએ, અજ્ઞાનતામાં જ્ઞાન નો પ્રકાશ ફેલાવીએ તો શું દીવાનો પ્રકાશ તેમને જાગૃત ન કરી શકે?ગરીબોની દિવાળી ઉજળી ને પ્રકાશમય જરૂર

બની જાય. ચાલો મિત્રો આ દિવાળીએ એવા જ્ઞાનનાં દીવા પ્રગટાવીએ કે સ્વાવલંબી બની ગરીબ પણ દિવાળી આત્મસન્માનથી ઉજવી શકે. નવા વર્ષે સંકલ્પ કરીએ કે અઠવાડિયાના ત્રણ દિવસ તેમને આપીએ. સાચા માર્ગે વાળીએ પૈસા રૂપિયા દાન આપવા કરતાં તેમની અંદર રહેલા હુન્નરને ઓળખી સાચા પ્રકાશમય પંથ પર ચાલતા શીખવીએ.

Must Read

women caught with drug mumbai airport

આ રીતે છુપાવ્યું હતું મહિલાએ 5 કરોડનું ડ્રગ મુંબઈ એરપોર્ટ પર...

Gujarati news : ડ્રગ્સ માફીયા ભારતમાં નશાનો કારોબાર કરવા માટે વિવિધ રસ્તા શોધી ડ્ર્ગ ઘુસાડી રહ્યાં છે. ત્યારે દેશભરમાં ડ્ર્ગ માફીયા અને પેડલર્સને પકડી...