Homeવિશેષગરીબોની દિવાળીગરીબોની દિવાળી લેખન પ્રતિયોગીતા - "સૌ ની દિવાળી "

ગરીબોની દિવાળી લેખન પ્રતિયોગીતા – “સૌ ની દિવાળી “

-

લેખક: હિરવા ભટ્ટ, ટુંકસાર – ડોશીમા એ સામે જોયું અને પાછા આપ્યા . ” બા.., આ લઇ લ્યો અને આજ ના જેટલા દીવડાઓ છે મને આપી દયો. હું આને મારી દુકાન….

Garibo ni Diwali Gujarati essay – “સૌ ની દિવાળી “

  • નામ : હિરવા અનિલભાઈ ભટ્ટ
  • ગામ : મહુવા , ભાવનગર
  • વિષય : ગદ્ય ( વાર્તા )
  • શીર્ષક : “સૌ ની દિવાળી “

નવ વર્ષ નો રધુ આજે ખૂબ આનંદ માં હતો અને માત્ર એ જ નઈ આજ તો સ્કુલ ના દરેક વિદ્યાર્થીઓ ખૂબ ખુશ હતા, દિવાળી નું વેકેશન જો પડવાનું હતું!.સ્કુલ નો ઘંટ વાગ્યો અને બધા ખુશખુશાલ મને પોતપોતાના ઘરે જલદી થી જવા લાગ્યા. રધુ અને તેનો પાડોશી દોસ્ત વિનુ બંને જણા મસ્તી કરતા કરતા રસ્તા પર જઈ રહ્યા હતા . ” રધુ , આજ તો  મા મને બાર રમવા જવા નઈ જ ટોકે, આજ તો ખૂબ મજા પડવાની , તુંય જલદી આવજે હો સાથે રમીશું ને ઓલા પાછલી શેરી વાળા ને આજ હરાવિશું જ ” કેહતા આગળ ની ગલી માં જતાં પેહલા બંને છુટા પડ્યા.

રધુ મસ્તી માં ચાલ્યો જતો હતો અને ત્યાં જ ગલી ની શરૂઆત માં આવતા એક સ્ટોર ની બહાર રોડ ઉપર એક વૃદ્ધ ડોશીમા ને જોયા તેની સાથે રધુ ની ઉંમર નો જ એક છોકરો હતો. તે બંને ને જોયા અને પાછો ચાલવા લાગ્યો , ત્યાં એ ડોશીમા એ જોર થી બૂમ મારી , ” એ હાલો મા.. આ આ , દિવડા લઈ લ્યો દિવડા.! “. રધુ પાછો વળ્યો ને ભાવ પૂછવા જવા લાગ્યો. ત્યાં જ તેને તે ડોશીમા અને પેલા છોકરા ની વાતચીત કાને પડી. ” બા , આપડે કેવી રીતે દિવાળી ઉજવીશું ?

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર
Garibo ni Diwali Gujarati essay written by Hirav Bhatt (Symbolic image)

પેલો બોલ્યો. ” દીકરા , આપણે શું દિવાળી ઉજવીશું , આપણા જેવા ગરીબો ની દિવાળી તો જ્યારે આપણને બે ટંક નું જમવાનું મળી રહે ત્યારે એ જ કેહવાય બાકી આપણી ક્યાં એવી હેસિયત…” કેહતાં ડોશીમા ની આંખો ભરાઈ આવી અને તેણે તે છોકરા ને ગળે લગાડ્યો. રધુ આ બંને ની વાત સાંભળી ને જોઈ જ રહ્યો અને પછી દોડી ને જલદી ઘરે પોચ્યો.

રધુ પણ એક સાધારણ ઘર માંથી આવતો હતો. તેના પપ્પા ને ગામ માં કટલેરી ની નાની દુકાન હતી. એક નો એક દીકરો હોવાથી મા – બાપ બંને તેનો સારી રીતે ઉછેર કરી રહ્યા હતાં. રધુ આવી ને સીધો પોતાના બા ના ઓરડા તરફ ગયો .બા માળા કરી રહ્યા હતા.રધુ આવી ને તેમની સામે બેઠો , થોડી વાર પછી બા એ પૂછ્યું “શું થયું મારા રધુ દીકરા ને ?, કોઈ એ કંઈ કહ્યું કે આજ તો રજા પડવાની હતી ને શું થયું , શું વિચારે છે ?” તેણે બા ના ખોળા માં માથું રાખી ને પેલા ડોશીમા ને નાના છોકરા ની વાત સાંભળી અને બા ને પૂછ્યું –

હે , બા ! આ ગરીબ લોકો સાચે દિવાળી નો ઉજવે હે!! , શું એવું કંઈ ન થાય કે તેઓ પણ આપણી જેમ જ દિવાળી ઉજવી શકે ?” અને પછી બા એ થોડો વિચાર કર્યા પછી રધુ ને કૈક કહ્યું જેનાથી તે ખુશ થય ગયો અને જમી ને બાર રમવા ચાલ્યો ગયો.

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર
Garibo ni Diwali Gujarati essay written by Hirav Bhatt (Symbolic image)

આજે દિવાળી હતી . સવાર થી લોકો ની મંદિરે અને બજાર માં ભીડ દેખાઈ રહી હતી. રધુ ઉઠ્યો અને તેણે પેલા ડોશીમા નો અવાજ સાંભળ્યો ને તે સાથે તેણે શેરી માં દોટ મૂકી. નાનકડા ખિસ્સા માંથી છસો રૂપિયા કાઢયા અને ડોશીમા ના હાથ માં મૂક્યા , ડોશીમા એ સામે જોયું અને પાછા આપ્યા . ” બા.., આ લઇ લ્યો અને આજ ના જેટલા દીવડાઓ છે મને આપી દયો. હું આને મારી દુકાન પર બીજી વસ્તુઓ સાથે વહેંચી દઈશ,તમે ચિંતા ન કરો અને દિવાળી ઉજવો…! ” આટલું કહી રધુ એ પૈસા હાથ માં મૂકી , ટોપલો ઉપાડ્યો અને ગાયબ થઈ ગયો. 

ડોશીમા ના ચેહરા ઉપર આજે દીવડાઓ ની રોશની કરતાંય અધિક તેજ હતું અને રઘુ ના ચેહરા ઉપર પણ કોઈ અજાણ્યા ની દિવાળી ને સુધારવા વાળું અનોખું સ્મિત હતું. તેણે બા ની વાત માની ને વિનુ અને પોતે પપ્પા અને કાકા ને ત્યાં જઇ મદદ કરી જે પૈસા એકઠા કર્યા તેમાંથી તેણે દિવડા લીધા અને તેને પણ તે બજાર માં વેચી આવ્યો , આવી ને બા ને પગે લાગ્યો ને બા એ કહ્યું , ” આમજ બધા ની દિવાળી ઉજળજેને ને હાં, બીજાઓ ને મદદ કરતો રેહજે દીકરા” કેહતા બા એ રધુ ને હર્દય સરસો ચાપી દીધો, ત્યાં પાછળ થી વિનુ પણ દોડી ને આવ્યો ને કહ્યુ , બા મને નય ભેટો ?, ને હસી ને બા બંને ને ભેટી પડ્યા , ને આંગણે આવતા લક્ષ્મી જી ખુશ થયા!.

Must Read