Homeવિશેષગરીબોની દિવાળીગરીબોની દિવાળી પ્રતિયોગીતા - “પ્રતાપ રાય ભ્રમભટ્ટ” ની દિવાળી...

ગરીબોની દિવાળી પ્રતિયોગીતા – “પ્રતાપ રાય ભ્રમભટ્ટ” ની દિવાળી…

-

ટુંક સાર – ગામમા આઠમી દિવાળી છે પણ તે દિવસ થી લઇ અને આજ શુધી હજી કોઇ ફટકડો કે કોઇ વિદેશી વસ્તુ ગામમા નથી આવી.. છતા પણ દુરદુર થી લોકો અહિ માત્ર દિવાની દિવાળી જોવા અને અહિના…

Garibo Ni Diwali Gujarati essay – ગરીબોની દિવાળી નિબંધ

  • નામ : ગુંજારીયા મેહુલ
  • ઉપનામ- “steetlom”
  • વિષય : ગરીબોની દિવાળી

હુ પ્રતાપ રાય ભ્રમભટ્ટ, 

આમ તો કુંભાર પણ દિવાળી આવે અને અમારા ઘરે ભાત ભાત ના દિવાઓ બનાવાનુ ચાલુ થાય.  દરવખત ની જેમ આ વખતે પણ મારા પરીવાર એક થી એક ચડિયાતા દિવાઓ બનવ્યા પણ ખબર નહિ કેમ છેલ્લા બે વર્ષ થી જાણે કે લોકો ને આ ફેશન નુ ભુત વળગ્યુ હોઇ, એમ અમારા નવીન ડિજાઇન વાળા દિવાઓ ને જોઇ મો બગાડિ જતા… 

હમણા તો આ પાણી સાફ કરવાના મશીનો એ અમારા માટલાનો ધંધો ભાંગી નાખ્યો, અને વધ્યુ એનુ સ્થાન પ્લાસ્ટીકે લઇ લીઘુ… હમણા થી તો ઘણી વાર એવી પરીસ્થીતી થઇ આવતી કે જો કોઇ વસ્તુ ના વેચાઇ હોઇ તો ઘરનો ચુલો પણ ન સળગતો.. 

આથી આ વખત ની દિવાળી ઉપર અમારી ખાસી આશાઓ બંધાઇ… પણ કોણ જાણે કેમ કે આ જુના ફેશન ના દિવાઓ ને કાળ ભરખ્યો હોઇ કોઇ લોકો ખરીદવા રાજી ન હતા… 

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર
Garibo ni Diwali Gujarati Essay Written By Gujariya Mehul “steetlom” (Symbolic Diya image)

આમ ને આમ એક ગામ થી બીજે ગામ અમે લોકો દિવાઓ વેચવા નીકળી પડતા પણ જાજો કાઇ ફેર ન પડતો.. બસ રાત્રે ખાવા માળતુ બસ બીજુ કાઇ નહિ. એમા પણ અમારા બે બાળકો ના પેટ ભરતા અમે બન્ને તો લગભગ ભુખ્યા જ રહેતા… 

આમ ને આમ સમય વિતતો ગયો અને એક વાર અમે એક ગામમા દિવાઓ વેચવા ગયા. ત્યા કોઇ કોલેજીયન વિધ્યાર્થી ઓ ગામ જોવા આવેલા. અને અમારા દિવાઓ જોઇ ભારે નવાઇ લાગી કે આ શુ છે અને દિવાળી ના ત્યોહાર મા આનુ બહુ મહ્ત્વ કાઇ નહિ હોઇ. અમારા દિવાઓ ને તેઓ વિચીત્ર નજરે જોતા. 

પણ એક છોકરો અમારી પાસે આવ્યો અને દિવાઓ વિશે પુછવા લાગ્યો. અમે બધી માહિતી હસતા હસતા આપી અને છેલ્લે તે છોકરા એ કહ્યુ કે હુ તમારા દિવા વેચવા મા મદદ કરી શકુ? અમે તો અભણ આથી અમે હામા માથુ ઘુણાવ્યુ… અને તે છોકરા એ અમને બીજા દિવસે આ ગામમા દિવા વેચવા આવવા કહ્યૂ અને થોડાક દિવા ખરીદ્યા કે જેથી અમારુ આજનુ ભોજન થઇ શકે. 

બીજે દિવસે અમે ગામમા પહોચ્યા ત્યા આશુ લોકો દિવાઓ ખરીદવા લાઇન મા ઉભેલા એક બે કલાક માતો બધાજ સામાન વેચાઇ ગયો અને છતા પણ હજી ઘણા બધા લોકો તો બાકી હતા. આ અચરજ જોઇ અને મે તે કોલેજીયન છોકરાને પુછ્યુ કે એવુ તે શુ જાદુ કર્યુ કે એક રાત મા આ દિવા ખુબજ પ્રસીદ્ધ બની ગયા? 

આ સાંભળી અને તે છોકરા એ કહ્યુ કે મે આ ગામ લોકો ને આ વિદેશી કંપની ઓ ની ભપકા વાળી વસ્તુ  કેવી રીતે લોકો ના જીવનને નુકશાન પહોચાડે છે, અને વળી આ માત્ર પૈસા નો ધુમાડો થઇ જતા ફટકડા થી પણ ઘરના વડિલો ને જાગૃત કર્યા.  

અને મારા ભણતર નો ઉપયોગ મે મારા દેશ અને તેના લોકો માટે કર્યો. આજે ખરેખર એક એવો આંનદ મળી ગયો કે હુ કદાચ મોટી મોટી વિદેશી કંપની મા કામ કરી ને પણ મેળવી ન સકત. અને હવે થી મારુ આ બધુજ જ્ઞાન અહિ ના લોકો ના જીવન વિકાસ કેવી રીતે થાય તેમા વાપરીશ.. 

આજે આ ગામમા આઠમી દિવાળી છે પણ તે દિવસ થી લઇ અને આજ શુધી હજી કોઇ ફટકડો કે કોઇ વિદેશી વસ્તુ ગામમા નથી આવી.. છતા પણ દુરદુર થી લોકો અહિ માત્ર દિવાની દિવાળી જોવા અને અહિના પ્રખ્યાત દિવા ખરીદવા આવે છે.

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર
Garibo ni Diwali Gujarati Essay Written By Gujariya Mehul “steetlom” (Symbolic Diya image)

દર વર્ષે લોખો નો વ્યાપાર દિવાળિ મહિના મા આ ગામ ના લોકો કરે છે અને હવે પેલા પ્રતાપ રાય ભ્રમભટ્ટ આ ગામ ના સરપંચ છે અને બધા ને દિવા બનવતા શિખવાડે છે. 

તો મીત્રો આ દિવાળી પર આપણે પણ તે ગામા લોકો ની જેમ ફટકડા ના અવાજ થી નહિ પણ આંદના અવાજ થી ગુંજતી દિવાળી મનાવી એ અને સવર્નીભર ભારત બનાવવનો અને વિશ્વમા પ્રતાપ રાય ભ્રમભટ્ટ ની જેમ આગળ વધીએ.. પછી આજ ગરીબો ની દિવાળી જોવા વિશ્વ ના લોકો પણ અહિ આવશે… ભારતની આ અમુલ્ય ધરોહર જોવા. 

આજ તો હતી એક ગરીબ “પ્રતાપ રાય ભ્રમભટ્ટ”  ની દિવાળી 

Must Read