Homeવિશેષગરીબોની દિવાળીગરીબોની દિવાળી લેખન પ્રતિયોગીતા - શિર્ષક: 'દિવાળી'

ગરીબોની દિવાળી લેખન પ્રતિયોગીતા – શિર્ષક: ‘દિવાળી’

-

લેખક: દિપ્તી ઈનામદાર, ટુંકસાર – ચાર દિવસ સુધી તેના કુટુંબીજનો ભૂખ્યા રહ્યા હતાં, અને પછી બીજી એક ચાની લારી પર કપરકાબી વીંછળવાનું કામ મળતાં, પરિવારમાં આનંદ છવાઈ ગયો.

Garibo ni Diwali Gujarati essay – “દિવાળી

  • નામ:- દિપ્તી ઈનામદાર
  • ગામ:- વડોદરા
  • વિષય:- ગરીબોની દિવાળી
  • શિર્ષક:- દિવાળી
  • પ્રકાર:- ગદ્ય, વાર્તા

એક સાંજે અચાનક એક નાનકડી દીકરી મારી પાસે આવી અને મને કહેવા લાગી, ‘હું દિવાળી મહેરબાની કરી મને આપના ઘરે લઈ જાઓ’ મને કામ જોઈએ છે હું મારા પરિવાર માટે કંઈક કરવા માંગુ છું, આપને કયારેય શિકાયતની મોકો નહીં આપું, મને કામ આપો ‘ આમ, આ શબ્દ  અત્યંત લાચારી, કરુણાથી જીવન જીવતી દિવાળીના હતા.

દિવાળીના પિતાજી ધનજીભાઈને બે મહિના પહેલાં એક અકસ્માતમાં પક્ષઘાતનો હુમલો થતા  પિતાજીનો જીવ બચાવવા માટે અને અચાનક આવી પડેલી અસહ્ય મુસીબતનો સામનો કરવો દિવાળીએ અથાગ પ્રયત્નો કર્યા.સમય ખૂબ કપરો હતો, તેમ છતાં કઠોર તકલીફમાં પરિસ્થિતિનો સામનો કર્યો, પેટનો ખાડો પૂરવો,લાચાર દીકરી ની જાત,  દીકરી તો ઘર આંગણાની શોભા એવી આ સમયની માન્યતા હોવા છતાં તેણે પરિસ્થિતિને સમજતા ઘરકામ કરવાનું નક્કી કર્યું.

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર
Garibo ni Diwali Gujarati essay written by Diptiben inamdar (Symbolic Handicap image)

રોજ સોસાયટીમાં  કપડાં,વાસણ ધોવા જેવા અનેક કામ કરતી આ દીકરી પોતાના ભાઈ ભાંડુનો અને પિતાનો પૂરો ખ્યાલ રાખતી જેથી તેના કુટુંબનું ભોજન મળી રહેતું, આમ જેમ તેમ મહેનત કરી એ પરિવારનું ગુજરાન ચલાવતી પણ ચાર દિવસ પહેલાં સોસાયટીમાં ચોરી થઈ એટલે દિવાળીની અવરજ્વર પર રોક લગાવી દીધી, ત્યારે ચાર દિવસ સુધી તેના કુટુંબીજનો ભૂખ્યા રહ્યા હતાં, અને પછી બીજી એક ચાની લારી પર કપરકાબી વીંછળવાનું કામ મળતાં, પરિવારમાં આનંદ છવાઈ ગયો.

ચાર દિવસની ભૂખનો જાણે અંત આવ્યો અને આનંદ ઉલ્લાસનું વાતાવરણ છવાયું તેમાં આવ્યો શુભ મંગળ દિવાળીના તહેવારનનો ઉત્સાહ હતો, પોળના  અનેક બાળકો વિવિધ ફટાકડા અને ફૂલઝરીથી રાત્રીને દિવસથી પણ વધુ પ્રકાશિત અને રંગીન સુશોભિત બનાવી રહ્યાં હતાં.

અવનવી મીઠાઈ,વાનગીઓની સોડમ પ્રસરી રહી હતી, ત્યારે દિવાળીના કુટુંબની દશા અત્યંત નાજુક હતી, છેલ્લા બે દિવસથી પાણી પર દિવસો વ્યતિત કરતાં તેમજ પિતાની કાળજી,ચિંતા સહ દિવાળીને દવાનો ખર્ચો કાઢવો પણ મુશ્કેલી ભર્યું હતું. ચિંતાનો કોઈ પાર નથી, તકલીફોનો કોઈ અંત નથી ખાવા-પીવાની વાત દૂરની પણ આ વિકટ પરિસ્થિતિમાં ભૂખથી તડપી રહેલ ભાઈ ભાંડુ માટે અનાજ કે પિતાજી માટે દવા પણ કાંઈ જ બચત નથી ભૂખના લીધે બે ભાઈબેન ખાવા માટે કકળતાં હતાં.

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર
Garibo ni Diwali Gujarati essay written by Diptiben inamdar (Symbolic Indian sweets image)

 આમ,નક્કર પરિસ્થિતિ સામે ઝઝૂમતી આ બાળા આગળ કુદરત પણ જાણે લાચાર બની તમાશો જોતી હોય તેમ અસમર્થ હતી. મેં દિવાળીની તમામ હકીકત જાણી,સમજીને કામ પર રાખવી એમ વિચારીને આ નક્કર વાસ્તવિકતાને નકારી ન શકાય નહીંતો આ નાનકડી,રૂપકળી બાળાનું જીવન રૂંધાઈ જશે.પણ એકાએક વિચાર આવ્યો કે જો હું એને કામ પર રાખું છું તો એનું પેટિયું રળશે પણ *બાળ મજૂરી* કરાવી શકાય નહીં તેથી વધુ વ્યથિત થઈ કે શું કરવું??

મનમાં એમ થયું કે એને થોડા ઘણાં રૂપિયા આપું તો એની મદદ થઈ જાય. મેં એને પ્રેમથી પાસે બોલાવી હૈયાધારણ આપીને પર્સ માંથી 2000 રૂપિયા જેવી નજીવી રકમ એને આપવી એમ નક્કી કરી રૂપિયા એના હાથમાં મૂકતાં કહ્યું,

‘બેટા, લે આ રૂપિયા તારે દવાના ખર્ચમાં અને જમવામાં વાપરજે પણ હજુતો બોલવાનું પૂરું કરી શકું એના પહેલાંતો દિવાળી અમાસાઈ ગઈ અને શરમ અને લજ્જા મિશ્રિત ભાવ નયનોથી મારી સામે જોઈને કહે કે “હું ગરીબ જરૂર  છું પણ ઈમાનદાર છું,મને મહેનતનો રોટલો ખાવો છે,ઈજ્જતથી જીવન જીવવું છે આપના આપેલ રૂપિયા બહું બહું તો એક કે બે મહિના ટૂંકા કરશે પણ મહેનત કરીને ખાઈશ તો કોઈની સામે લાચારી નહીં બતાવવી પડે”

દિવાળીના આ શબ્દોએ મારા જીવનને પ્રભાવિત,પ્રકાશિત કરી દીધુ. સાચેજ દિવાળી એના નામને સાર્થક કરી ગઈ દિવાળી સૌના જીવનમાં અજવાસ ફેલાવે છે, પણ પરિસ્થિતિ સામે ઝઝૂમતી  દિવાળીના જીવનમાં દૂર દૂર સુધી  ના વિચારી શકાય.એવો અંધકાર ફેલાવી ગઈ,ખરેખર આ દિવાળી તો મારી જીંદગી ઉજયાળી કરી ગઈ. છે ને આજ સાચું પ્રકાશ પર્વ.

Must Read

Gujarat Election 2022

રાજકોટમાં કેજરીવાલનો દાવો, ‘IB ના રિપોર્ટ પ્રમાણે આજે ચૂંટણી થાય...

Election News Gujarat: AAP આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ(Arvind Kejarival) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant mann) ગઈકાલથી રાજકોટના(Visit Rajkot) પ્રવાસે આવ્યા છે....