Homeવિશેષગરીબોની દિવાળીગરીબોની દિવાળી લેખન પ્રતિયોગીતા - "સાચી દિવાળી"

ગરીબોની દિવાળી લેખન પ્રતિયોગીતા – “સાચી દિવાળી”

-

લેખક – દિપાલી લીમકર ”દીપ’, ટુંકસાર – “મારો ભગવાન બધું જ સારું કરશે ” એટલું કહીને દેવવ્રત ભર બપોરે શિવાલયમાં પ્રવેશ્યા. પણ એ જાણતા હતા

Garibo ni Diwali Gujarati essay – “સાચી દિવાળી”

  • નામ : દીપાલી લીમકર ‘દીપ ‘(Dipali Limkar)
  • શહેર : United Arab Emirates અબુધાબી
  • વિષય: ગદ્ય
  • શીર્ષક: સાચી દિવાળી

દેવવ્રત આજે શિવાલયમાં શિવલિંગને ભેટીને ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા. આટલા વર્ષોમાં પેહલી વાર આટલી વિકટ દીવાળી આવી હતી. 

20 વર્ષ ના લગ્ન જીવનમાં પેહલી વાર ગોરાણી એ ગુસ્સે થયીને એમની સાથે ઝગડો કર્યો હતો. એમની વાત પણ સાચી જ હતી.

” ગયા વર્ષે આપણે છોકરાઓ ને કપડાં નથી અપાવ્યા, આ વર્ષે તો અપાવવા જ પડશે.

તમે અને મેં તો કેટલાં વર્ષ થયાં નવા કપડાં લીધાને. મેં ઘરેણું તો જોયું જ નથી. આમ તો કેમ જિંદગી ચાલશે. અને બાળકો હવે તો આ વખતે ફટાકડા ની જીદ લઈને બેઠા છે. અને ઘરમાં સામી દિવાળીએ માન્ડ 200 રૂપિયા બચ્યા છે. થાકી છું હું પણ. હવે તો મોત આવે તો સારું. “

દેવવ્રતના પત્ની પહેલી વાર ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા, “મારો ભગવાન બધું જ સારું કરશે ” એટલું કહીને દેવવ્રત ભર બપોરે શિવાલયમાં પ્રવેશ્યા. પણ એ જાણતા હતા કે  પરિસ્થિતિ ખરેખર વિકટ છે.. 

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર
Garibo ni Diwali Gujarati essay written By Dipali limkar (Lord Shiva Symbolic Image)

છેલ્લા 10 વર્ષથી માત્ર 6000 રૂપિયાના પગારે  પૂજારી તરીકે શિવમંદિર ની સેવા કરતા હતા. ઘરમાં પત્ની અને બે ભણતા  બાળકો સાથે બાર સાધે અને તેર તૂટે એવી હાલત . પણ દેવવ્રત સ્વંમાનભેર જીવતા જતા હતાં. ઘરમાં લોટ ખૂટી જાય તો માત્ર ભાત ખાઈને ચલાવી લેવાનું પણ કોઈ પાસે મુઠ્ઠી લોટ માંગવા જવાનો નહીં  દાન દક્ષિણાં કોઈ આપી જાય, કોઈ કુંડળી કઢાવે, કથા કરાવે તો યથશક્તિ જે આપે એ લઇ લેવાનું.  પણ એક મધ્યમવર્ગીય તરીકે સ્વમાનભેર જીવવું કઠિન હતું. ગરીબ હોય તો માંગી ભીખીને ને પણ ગુજરાન ચલાવી લે.

પણ દરરોજ સવારે વહેલી પરોઢથી રાત સુધી કરેલી શિવભક્તિ પણ આજે કામ ન આવી.  

” હે ભગવાન આ દિવાળી કદાચ ભૂખ થી બચવા પણ આત્મહત્યા કરવી પડશે. ” કેટલી વાર રડ્યા હશે એ દેવવરતને નહોતી ખબર. 

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર
Garibo ni Diwali Gujarati essay written By Dipali limkar (Lord Shiva Symbolic Image)

“મહારાજ, ઓ મહારાજ બહાર આવો , નિકિતાબેન તમને મળવા આવ્યા છે ” પત્નીના અવાજથી મહારાજ જાગી ગયા. આંસુઓ લૂછીને શિવલયની બહાર આવ્યા. સોસાયટીમાં રહેતા, અને 8 વર્ષ પહેલાં પરણી ને અમેરિકા ગયેલ નિકિતાબેન એમના પતિ અને પુત્રી સાથે ઢગલો, મીઠાઇ, કપડાં લઈને ઉભા હતા. એ બધું એમણે ગોરાણી ને આપ્યું. અને બધા મહારાજ ને પગે લાગ્યા.

નિકિતાબેનના પતિ બે હાથ જોડીને  બોલ્યા, ” મહારાજ, અમેરિકા માં અમારી પરિસ્થિતિ  ખૂબ જ ખરાબ હતી. ત્યારે યાદ છે તમે અમને દરરોજ “ૐ નમઃ શિવાય ” ની ત્રણ માળા  કરવા કહ્યું હતું. અને આજે જુઓ ચમત્કાર. મહારાજ આજે અમે અમેરિકામાં મલ્ટીમિલીઓનેર છીએ. 

અમે ઘરે પણ નથી ગયા. સીધા ભોળનાથ અને તમારા બંને ના દર્શને આવ્યા છીએ. અને હા મેં 1 વર્ષ પેહલા તમારા અને પરિવાર ના જે ડોક્યુમેન્ટસ મંગાવેલા હતા, એને આધારે તમને અમેરિકામાં રીલીજીયસ વિઝા મળી ગયા છે.  આપ ને હાથ જોડીને વિન્નતી કરવા આવ્યો છું.

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર
Garibo ni Diwali Gujarati essay written By Dipali limkar (Lord Shiva Symbolic Image)

તમારે અમારી સાથે 20 દિવસ પછી એટલાન્ટા આવવનું છે અને ત્યાં ના શિવમંદિરની સંપૂર્ણ જવબદારી સ્વીકારવાની છે. વધુ તો નહીં પણ મહિને આશરે 6000$ ( 4 લાખ રૂપિયા )  પગાર મહિને  આપી શકાય એમ છે. અને રહેવા અને બીજું બધું મફત છે. બસ તૈયારી કરો અને અમને આશીર્વાદ આપો . અને આ રહ્યા એક મહિના ના એડવાન્સ પગાર મહારાજ “. 

સાંભળતા જ ગોરાણી અને બ્રાહ્મણની આંખ માં આંસુ આવી ગયા. લગભગ શિવલિંગને વળગીને રડતા રડતા મહારાજ બોલ્યા ” હે મારા શંભુ, તે માંરી લાજ રાખી લીધી. કોઈ શબ્દ નથી મારી પાસે તારી કૃપાનું વર્ણન કરવા ” 

ભગવાન કદી ભક્તને હારવા  જ ન દે. આજે ભોળાનાથ શિવશંકરે એક ગરીબ બ્રાહ્મણની દિવાળી ઝગમગાવી દીધી હતી.

Must Read