Homeવિશેષગરીબોની દિવાળીગરીબોની દિવાળી લેખન પ્રતિયોગીતા - ટૂંકીવાર્તા "જલેબી"

ગરીબોની દિવાળી લેખન પ્રતિયોગીતા – ટૂંકીવાર્તા “જલેબી”

-

લેખક: ચૌધરી શીલાબેન, ટૂંકસાર – “પપ્પા ઓ પપ્પા! જલેબી કેવી લાગે? મારે જલેબી ખાવી છે. તમે લાવી આપશો ને? રામુ એ માથું ધુણાવી હા કહ્યું. પછી બોલ્યા,”આ દિવાળી પર પાક્કુ બેટા.”

Garibo ni Diwali Gujarati essay – “જલેબી” (JALEBI)

  • નામ: ચૌધરી શીલાબેન મંગુભાઈ(Choudhari Shilaben)
  • ગામ : માંડવખડક. ચીખલી. નવસારી.
  • વિષય : ગરીબો ની દિવાળી*
  • સાહિત્ય પ્રકાર : મૌલિક રચના /ટૂંકી વાર્તા
  • શીર્ષક : “જલેબી”

એક નાનું રૂપાળું રામપુર નામનું ગામ હતું. તે ગામમાં રામુ અને રમીલા નામના બે પતિ પત્ની રહેતાં હતાં. તેમની એક નાનકડી પાંચ વર્ષની દીકરી હતી. તેનુ નામ રાની હતું.રાની ખૂબ જ સુંદર, નટખટ, હોંશિયાર, અને સમજુ હતી. તેને જોતા જ લાગે કે કોઈ પરી ઉતરી આકાશમાંથી, મન મોહી લે એવું રૂપ, કોઈ દેવ બાળાનું સ્વરૂપ લાગે. 

રાની એ જલેબી ખાવી હતી. હમેશાં એને એક જ વિચાર આવતો હતો કે એક વાર જલેબી ખાવાનું મળી જાય તો કેવું સારું!રામુ ખૂબ જ ગરીબ હતો. માંડ માંડ પોતાના પરિવારને બે ટંકનુ ખાવાનું મળે એટલું કમાતો હતો. સત્ય, સાદગી, અપરિગ્રહ, મહેનતુ, નિષ્ઠાવાન, ઈમાનદારી જેવા રામુમા હતા. રામુ કરિયાણાની દુકાનમાં કામ કરતા હતા. દુકાનનો માલિક ખૂબ જ કામ કરાવતો પણ મહેનતના પૈસા પણ આપતો ન હતો. માંડ આખો દિવસના કામનુ વેતન બે ટાઈમ જમવાનું બને એટલું અનાજ આપતો. છતાં રામુ પૂરી લગન અને નિષ્ઠાથી પોતાનું કામ કરતો હતો. જે મળે અને જેટલું મળે તેમાં રામુ અને તેની પત્ની ખૂબ ખુશ હતા. રોજ પ્રભુનો આભાર માનતા હતા. 

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર
Garibo ni Diwali Gujarati essay written by – Choudhari Shilaben Navsari (Symbolic Image)

આમ જ દિવસો પસાર થતા જાય, રામુ અને રમીલા પ્રભુનો પાડ માનતા જાય. ખુશીથી પોતાનું જીવન વિતાવવા જાય.એક દિવસ એક છોકરીને જલેબી ખાતાં જોઈ રાનીના મોઢામાં પાણી આવી ગયું. પણ એ જલેબી કેવી લાગતી હશે! એવી કલ્પનામાં ખોવાઈ ગઈ, આપોઆપ રાનીના મોઢામાંથી લાળ ટપકવા લાગી.

સાંજે તેને રામુને કહ્યું, “પપ્પા ઓ પપ્પા! જલેબી કેવી લાગે? મારે જલેબી ખાવી છે. તમે લાવી આપશો ને? રામુ એ માથું ધુણાવી હા કહ્યું. પછી બોલ્યા,”આ દિવાળી પર પાક્કુ બેટા.” રાનીના મોઢા પર ગજબનુ તેજ ચમકી ઉઠયું. અને ખૂબ જ વહાલથી રામુને ભેટી પડી. પિતા અને પુત્રીનો નિર્દોષ પ્રેમ જોઈ બાજુમાં ઊભા રમીલા બહેન મંદમંદ હસી રહ્યા હતા. 

દિવાળીનો તહેવાર નજીક આવતો હતો. લોકો તેના સ્વાગત માટે મહિનાથી તૈયારી કરવા લાગી ગયા હતા. સૌ લોકો ઘરની સાફ- સફાઈ અને નવા વસ્ત્રોની ખરીદી ચાલુ કરી દીધી હતી. રામુની પત્ની એ પણ પોતાની નાનકડી ઝૂંપડીની સફાઈ કરી. અને છાણ અને માટીથી લીપણ કર્યું. લીપણમાં પોતે આંગળી વડે સુંદર ડિઝાઈન બનાવી. રામુની નાનકડી ઝૂંપડી ખૂબ જ સુંદર લાગી રહી હતી. 

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર
Garibo ni Diwali Gujarati essay written by – Choudhari Shilaben Navsari (Symbolic Image)

રાની આ બધું જોયા કરતી અને નાના નાના કામોમાં મમ્મીને મદદ કરતી હતી. રાની ફળિયામાં રમવા જતી ત્યારે ફળિયાના છોકરાઓને નવા નવા કપડાં પહેરેલા જોઈ એને પણ નવા કપડાં પહેરવાનુ મન થતું હતું. પણ પછી રાની પોતાના પિતાની મજબૂરી સમજી ક્યારે પણ નવા કપડાં લેવા જીદ કરતી ન હતી. 

દિવાળીના બે દિવસ બાકી હતા. આજુ બાજુના સૌ ઘરો રોશનીથી ઝળહળી ઉઠયા હતા. ચારે બાજુ ફટાકડાનો છોર સંભળાય રહ્યો હતો, જાણે ફટાકડા ફોડી લોકો દિવાળીને આવકારતા હોય એવું લાગી રહ્યું હતું.રામુ એ આખો દિવસ કામ કરી સાંજે પોતાના શેઠ પાસે થોડા પૈસા ઓછીના માંગ્યા, પણ શેઠ એ આપવાની ના પાડી. માત્ર બે ટાઈમ જમવાનું મળે તેટલું અનાજ આપ્યું. રામનું મોઢુ પડી ગયું. 

રામુ દુઃખી થઈ ગયો. પોતાની લાડકી દીકરી રાની માટે નવા કપડાં લેવા હતા, દિવાળી માટે દીવડા લેવા હતા, દીકરીના સપનામાં રંગો પુરાવા ત્રણ ચાર રંગો લેવા હતાં, વળી દીકરીની ઈચ્છા પૂરી કરવા એને જલેબી લેવી હતી. બધી જ ઈચ્છાઓ પર પાણી ફરી વળ્યું.  રામુ ઘરે ગયો. નિરાશાનું મોજું મુખ ઉપર ચોખ્ખું દેખાઈ રહ્યું હતું. તેને જોઈ ને જ રમીલા બહેન બધું સમજી ગયા. તેમને પતિના હાથમાંથી અનાજ લીધું. “તમે ચિતાં નહીં કરો,સૌ સારા વાના થશે. ઉપરવાળા પર ભરોસો રાખો.” આટલું કહી ઝૂંપડીમાં ચાલ્યા ગયા.

રમીલા બહેન પોતાની દીકરી સાથે નજીકની વાડીમાં જઈ રંગ બે રંગી ફૂલો તોડી લાવ્યા. ખેતરના શેઢેથી થોડા કડવા ચીભડા તોડી લાવ્યા. જુદા જુદા પાંદડાઓ તોડયા પછી ઘરે આવ્યા. ચીભડાં કોતરીને સરસ મજાના દીવડા બનાવ્યા. રાની પણ ચીભડાં સાફ કરવામાં માતાની મદદ કરી. ત્યાર પછી રંગબેરંગી ફૂલો અને પાંદડા વડે રંગોળી પૂરી. 

રામુ ઝુંપડીના ઓટલા પર બેસી બધું જોયા કરતો હતો. ચીભડાના દીવડાને સૂકાવી રમીલા એ તેલમાં રૂ ભીંજવી ને દીવડાંમા મૂકી દીવડા પ્રગટાવી ઝૂંપડી આજુ બાજુ મૂકી દીવડા પ્રગટાવ્યા. આખી ઝૂંપડી દીવડાના પ્રકાશમાં ઝગમગી રહી હતી. જમવાનો ટાઈમ થયો પણ રામુ દીકરી રાની ને શું જવાબ આપવો એ વિચારી રહ્યા હતા. 

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર
Garibo ni Diwali Gujarati essay written by – Choudhari Shilaben Navsari (Symbolic Image)

થોડી વારમાં કોઈ એ બૂમો પાડી, “રામુ ભાઈ ઓ રામુ ભાઈ! ક્યાં છો? આજે રામજી મંદિરમાં રામકથા છે તો સૌ પરિવાર જમવા પધારજો. રામુ એ બહાર આવી જોયું તો કનુ ભાઈ હતા. રામજી ભાઈ એ હાથ જોડી રામ રામ કર્યા. કનુ ભાઈ ચાલ્યા ગયા. રામજી એ રમીલા ને કહ્યું, “રાની સાથે તૈયાર થઈ જાઓ આપણે રામજી મંદિરે રામ કથા સાંભળવા જવું છે. અને ત્યાં પ્રસાદ પણ મળશે. રમીલા એ જુનુ પણ ચોખ્ખું ફ્રોક રાનીને પહેરાવ્યુ અને વાળ ઓળી સુંદર ઢીંગલી જેવી તૈયાર કરી. પોતે એક ફાટેલી થીગડા મારેલી સાડી પહેરી લીધી. “રામુ ને કહ્યું, ચાલો ત્યારે મોડું થઈ જશે.” 

 પૂરા ધ્યાન સાથે કથામાં બેસી પ્રભુને હાથ જોડી દિલથી આભાર માન્યો. કથા પૂરી થઈ મહાપ્રસાદ માટે સૌ ને બેસવા માટે કહ્યું, અને પતરાળા વહેંચવામાં આવ્યા. તેમાં  પૂરી, શીરો, દાળ – ભાત શાક પીરસવામાં આવ્યું,દીકરી રાની, રમીલા અને રામુ સૌ પ્રથમ વાર આટલી બધી વાનગી જોઈ હશે! તેઓ ત્યાંજ હાથ જોડી ફરી વાર ભગવાનનો ધન્યવાદ માની ખુશીથી દરેક વાનગી ઉપર ફરી નજર કરી. ત્યાં દૂરથી એક વ્યક્તિ કોઈ વાનગી પીરસી રહ્યો હતો.

જોત જોતામાં એ રાની પાસે આવ્યો એને રાની ના પતરાળામાં ત્રણ ગોળ ગોળ આકારની વસ્તુ મૂકી. રાની તેને જોઈને ખુશ થઈ ગઈ અને પપ્પાનો હાથ પકડીને ઉછળીને બોલી ઊઠી, “જલેબી!” અને તરત એને ખાવા લાગી. પહેલી વાર રાની એ જલેબીનો સ્વાદ લીધો. થોડી જ વારમાં એ ત્રણે જલેબી ખાઈ ગઈ. એના મુખ પર સંતોષ અને પોતાનું સ્વપ્નું જલેબી ખાવાનું પૂરું થઈ ગયું હતું. 

   રાનીને જોઈ રમીલા અને રામુની આંખમાં ખુશીના આંસુ આવી ગયા. વર્ષો પછી ખરા અર્થમાં આજે દિવાળી ઉજવી એવું લાગ્યું. જમીને સૌ પોતાના ઘરે જઈ ફરી એકવાર પ્રભુને વંદન કર્યા. અને ધન્યવાદ કરી રામ કથાની વાતો કરવા લાગ્યા. 

Must Read