Homeવિશેષગરીબોની દિવાળીગરીબોની દિવાળી લેખન પ્રતિયોગીતા - "ગરીબોની દિવાળી"

ગરીબોની દિવાળી લેખન પ્રતિયોગીતા – “ગરીબોની દિવાળી”

-

લેખક: ચૌધરી રશ્મીકા, ટુંકસાર -રૂપિયા એડવાન્સ પણ લાવે છે.તે પોતાના માટે કંઈ લેશે નહિ પણ એના બાળક માટે થોડા ધણા ફટાકડા અને મીઠાઈ કપડાં ખરીદી લાવે….

Garibo ni Diwali Gujarati essay – ગરીબોની દિવાળી

  • નામ:ચૌધરી રશ્મીકા લલિતકુમાર
  • ઉપનામ:રસુ
  • ગામ:અમદાવાદ
  • પ્રકાર: ગદ્ય (લેખ)
  • વિષય:ગરીબોની દિવાળી

દિવાળી આવી ખુશીઓની તહેવાર લાવી.નાના-મોટા,ગરીબ અમીર સૌ કોઈ આ તહેવારને ખુશીથી મનાવે છે.ધર આંગણે દીવા પ્રગટાવે છે

એક ગરીબ વ્યકિત માટે દિવાળીની ખુશી એના બાળકના ખુશી અને હાસ્યથી જોડાયેલી હોય છે.કેટલો પણ ગરીબ વ્યકિત હશે એના માટે એનુ બાળક એક તારા મંડળનુ પેકેટ સળગાવીને ખુશ થાય અને એના મુખ પર જે હાસ્ય જોવે એનાથી એ ખૂબ ખુશ થઈ જાય છે.એ બાપ પોતાને સૌથી અમીર વ્યકિત સમજી બેસે છે કેમ કે એનુ બાળક ખૂબ ખુશ થાય છે.પોતાના બાળક દિવાળી ખુશીથી મનાવી શકે એના માટે વ્યાજે પણ રૂપિયા લાવે છે.

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર
Garibo ni Diwali Gujarati essay written by Choudhari Rashmika L (Symbolic Childern image)

જયાં નોકરી કરતો હોય ત્યાંથી રૂપિયા એડવાન્સ પણ લાવે છે.તે પોતાના માટે કંઈ લેશે નહિ પણ એના બાળક માટે થોડા ધણા ફટાકડા અને મીઠાઈ કપડાં ખરીદી લાવે છે..ઘર  આંગણે બે-ચાર દીવડા પણ જરૂર  પ્રગટાવે છે.હા એ અમીરો જેવી લાઈટીંગ કે મીઠાઈઓ,મોધા કપડાં નથી ખરીદી શકતુ પણ એના બાળકની ખુશી એ ખરીદવાનો પ્રયત્ન કરે છે.

બજારમાં અવનવી વસ્તુઓ લાગેલી હોય છે અનેક જાતના દીવા, ફટાકડાઓ,મીઠાઈઓની દુકાન, મોંઘામાં મોંઘી વસ્તુઓ બજારમાં મળતી હોય છે.ગરીબ એ  ખરીદી શકતુ નથી પણ એ ખુશ થાય છે.બજારમાં રોડ પર પાથરણુ પર દીવડા વેચનાર વ્યકિત પણ પોતાના ઘરે દીવડા પ્રગટાવી દિવાળીની ઉજવણી કરતો હોય છે.એ એની રોજીરોટી જ એના માટે દિવાળી હોય છે.મોટા મોટા શો રૂમમાં વેચાતા કપડા, દીવડા, લાઈટીંગ વેચીને એના માલિકે ખૂબ નફો કમાવતા હોય છે.ત્યાં મધ્યમ વર્ગના કે અમીર લોકો કોઈ ભાવ તાલ નહિ કરાવે.

કેમ કે એમનો સ્ટેટસ ત્યાં ઊંચુ હોય છે પણ ફૂટપાથ પર બેસીને વેચાતી વસ્તુના ભાવ તાલ કરાવે છે.એ ગરીબ પોતાના ઘરે દીવા પ્રગટી શકે બાળકની ખુશી મેળવી શકે એટલે 1રૂપિયો નફો મળતો હોયતો પણ વસ્તુ આપી દે છે.કેમકે એને એના બાળકની ખુશી મેળવાની હોય છે.ઘર આંગણે આસોપાલવ નુ તોરણ એને બાંધવાનુ હોયછે…દિવાળી સૌ કોઈ માટે ખુશીઓ લઈને આવે છે.

Must Read

Gujarat Election 2022

રાજકોટમાં કેજરીવાલનો દાવો, ‘IB ના રિપોર્ટ પ્રમાણે આજે ચૂંટણી થાય...

Election News Gujarat: AAP આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ(Arvind Kejarival) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant mann) ગઈકાલથી રાજકોટના(Visit Rajkot) પ્રવાસે આવ્યા છે....