Homeવિશેષગરીબોની દિવાળીગરીબોની દિવાળી લેખન પ્રતિયોગીતા - આનંદનો એક દિવસ...

ગરીબોની દિવાળી લેખન પ્રતિયોગીતા – આનંદનો એક દિવસ…

-

લેખક: ભરત સાંગાણી , ટુંકસાર – 500રૂપિયા આપ્યા હતાં. તેમાંથી ગુજરીમાંથી રાજુ માટે પહેરેલા કપડાંની એક જોડ લીધી તે કાઢીને દીકરાને આપતાં બોલી લે બેટા નવા કપડાં પહેરી લે.

Garibo ni Diwali Gujarati essay – ગરીઆનંદનો એક દિવસ…

  • નામ : ભરત સાંગાણી
  • ગામ: અમદાવાદ-મુંબઇ
  • વિષય: ગદ્ય
  • શીર્ષક: આનંદનો એક દિવસ…

દીવળીની ચહલ પહલ બજારોમાં શેરીઓમાં દેખાવા લાગી છે  .દિવાળી મહાપર્વ એક દિવસનું નહીં પાંચ દિવસનું છે .ધનતેરસ, કાળીચૌદશ, દિવાળી, ગોવર્ધનપૂજા,(નવું વરસ) યમદ્વિતિયા, (ભાઈબીજ) . આ દિવસે ઘરઘરમાં દિવા અનેકરંગી લાઇટોની શેર જોવા મળશે દુકાનો, મોલ, મકાનો વગેરે રંગબેરંગી લાઈટોથી ઝગમગી ઉઠે છે. આંગણે ભાતભાતની રંગોળી સજાવવામાં આવે છે. આ દિવસોમાં નિતનવા ફટાકડાઓના ધૂમધડાકા સતત સંભળાતા હોઈ છે . લોકો નવા નવા કપડાં , દાગીના ખરીદે છે. 

લોકો લક્ષ્મીપૂજન દ્વારા તેની આરાધના કરી સુખદ અને ધનધાન્યથી ભરપૂર જીવનની કામના કરે છે. આ પાંચ દિવસોમાં માહોલ એવો હોઈ છે કે જાણે સ્વર્ગ નીચે ઉતરી આવ્યું છે.  આવી અદભુત દિવાળી માણવાનું  શું સૌ કોઈના ભાગ્યમાં હોઈ છે ખરું?  આ પ્રશ્ન એક ગરીબ સ્લમ વિસ્તારમાં રહેનાર દસ વરસના મેલાઘેલા કપડાં પહેરેલો બાળકની આંખોમાં ટગટગી રહ્યો છે. તે દરવાજે ઉભો ઉભો મા ના આગમાનની રાહ જોતો સામેના સમૃદ્ધ મકાનો તરફ જોઈ રહ્યો છે જ્યાં શ્રીમંત લોકોના બાળકો નવા કપડાં પહેરી જાતજાતના ફટાકડા ફોડી રહ્યા છે  તેમના ઘરો દિવડાઓથી શોભી રહ્યા છે. નિરાશ ખિન્ન વદને જોઈ રહ્યો છે. આંખમાંથી એક નાનું ટીપું સરી પડે છે. 

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર
Garibo ni Diwali Gujarati essay written by Bharat Sangani (Laxmi Pooja Symbolic image)

તે ભૂખથી બેચેન હતો . તેની મા સામેના ઘરોમાં ઝાડુ પોતા વાસણ ધોવાનું કામ કરતી હતી. રોજ કરતાં આજે તેની મા ને આવવાનું મોડું થઈ ગયું હતું. ક્યારે મા આવશે! ક્યારે ખાવાનું બનાવશે! ત્યારે જમવા મળશે. કકડીને ભૂખ લાગી હતી તેથી અંદર જય એક ગ્લાસ પાણી પીધું . ગરીબો માટે પાણીનો ગ્લાસ ભૂખને દબાવવાનું એક માત્ર ઉપાય છે. ગરીબ બાળકને આ વાત શીખવવી નથી પડતી તે આપોઆપ શીખી જાય છે. સંજોગો માણસ ને બધું શીખવાડી દે છે. 

ઝુંપડીની બહાર આવી માની રાહ જોતા તેની આંખમાં ચમકારો થયો. માં ઝડપથી તેની ખોલી તરફ આવી રહી હતી હાથમાં એક થેલી હતી તેને તેના હાથમાં ખૂબ જાળવતી મલિન હાસ્ય સાથે દીકરા પાસે આવી. હાથ પકડી તેને ઘરમાં લઈ ગઈ. માં બહુ ભૂખ લાગી છે. નિસ્તેજ ચેહરા પર આજે સ્હેજ તેજનું બિંબ પ્રગટ્યું હતું. 

આજે ઘરમાલિકે તેને 500રૂપિયા આપ્યા હતાં. તેમાંથી ગુજરીમાંથી રાજુ માટે પહેરેલા કપડાંની એક જોડ લીધી તે કાઢીને દીકરાને આપતાં બોલી લે બેટા નવા કપડાં પહેરી લે.  બાળકે કપડાં લીધાં થોડી ખુશી તેના ચહેરા પર ઝલકી.ગરીબના ઘરમાં વઘારનું તેલ પણ ન હોઈ  તો દિવડાનું તેલ તો ક્યાંથી હોય. આજે તેની મા એક નાની શીશીમાં તેલ લઈ આવી હતી તે તેલમાંથી થોડું તેલ સાથે લાવેલા બે કોડિયામાં  રૂની  વાટ કરી પ્રગટાવ્યા. ને ઘર આંગણે મુક્યા. પવન પણ ગરીબની ખુશી જોવા અટકી ગયો જેથી દિવા બુઝાઈ ન જાય. અને તૈયાર રંગોળીનું સ્ટીકર આંગણે લગાવી દીધું. 

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર
Garibo ni Diwali Gujarati essay written by Bharat Sangani (Rangoli Symbolic image)

બાળક ‘નવા કપડાં” પહેરી આ દૃશ્ય જોઈ મલકી ઉઠ્યો માં ના ચેહરા પર ખુશી ઝલકી પોતાના પુત્રને હરખાતો જોય.પછી ધીરે રહી ફુલઝરી નું પેકેટ કાઢી તેને આપ્યું . આંગણે માં અને દીકરો હાથમાં એક એક ફુલઝરીને  પ્રગટાવી ગોળ ગોળ ફેરવતા નાનકડો આનંદ લેતાં હતાં તેમાંથી નીકળતા દરેક તણખા ઉડીને બુઝાઈ જતાં હતાં જાણે સંકેત આપતા હોય કે  તમારો આ આનંદ હર્ષ પણ થોડી ક્ષણો મિનિટો નો છે. પણ તણખાને ક્યાં ખબર છે કે આ આનંદ તેમના માટે દિવસો સુધી ઉલ્લાસ ભરી આપશે આ પળોને વાગોળતાં. તણખા પાસે ક્યાં મન છે ? 

માં એ રસ્તામાં રેંકડી પરથી પુરી ભાજી લીધી તેનું પડીકું  ખોલ્યું ને સાથે મીઠાઈની દુકાનમાંથી લાચાર વદને ખરીદેલા મોંઘા પેંડા પણ બાજુમાં મુક્યા. બંન્ને એ એક પેંડો લીધો ને નાના નાના બટકા કરી ખાતા જાય હર્ષને જેટલો લંબાવી શકાય તેટલી કોશિષ કરી આનંદથી પુરીભાજી ખાધી . 

દિવાળી ઉજવી. બહારથી આવતો ફટાકડાનો અવાઝ આજે તેમને મધુર સંગીત જેવો લાગતો હતો. દીકરો સુઈ ગયો તેના મોં પર સંતોષની આભા હતી. માં પણ દીકરા પર વ્હાલસોયો હાથ ફેરવી તેની બાજુમાં સંકોડાઈને સુઈ ગઈ . બહાર દિવાની વાટ પણ બુઝાવાનો સંકેત આપી રહી હતી.  લક્ષ્મી હળવે પગલે ઘરની બહાર નીકળી ગઈ. પાંચસો રૂપિયા પુરા થઈ ગયા.  

Must Read

women caught with drug mumbai airport

આ રીતે છુપાવ્યું હતું મહિલાએ 5 કરોડનું ડ્રગ મુંબઈ એરપોર્ટ પર...

Gujarati news : ડ્રગ્સ માફીયા ભારતમાં નશાનો કારોબાર કરવા માટે વિવિધ રસ્તા શોધી ડ્ર્ગ ઘુસાડી રહ્યાં છે. ત્યારે દેશભરમાં ડ્ર્ગ માફીયા અને પેડલર્સને પકડી...