Homeવિશેષગરીબોની દિવાળીગરીબોની દિવાળી લેખન પ્રતિયોગીતા - ગરીબોની દિવાળી

ગરીબોની દિવાળી લેખન પ્રતિયોગીતા – ગરીબોની દિવાળી

-

લેખક: અશ્વિનસિંહ એલ. સોલંકી, ટુંકસાર – પરબત એકદમ રડવાનું શરું કરે છે. પરબત રડતાં રડતાં બોલે છે, “સાહેબ, મારે પપ્પા નથી, મમ્મી નવા કપડાં, ફટાકડા, મીઠાઈ…

Garibo ni Diwali Gujarati essay – ગરીબોની દિવાળી

  • નામ :અશ્વિનસિંહ એલ. સોલંકી
  • ગામ – અપ્રુજી, તા. કઠલાલ, જિલ્લો. ખેડા.
  • વિભાગ – ગદ્ય
  • પ્રકાર – લેખ
  • શીર્ષક – ગરીબોની દિવાળી

દિવાળી વેકેશન શરૂ થવાના બે દિવસ બાકી હતા. પ્રથમ સત્ર પુરું થતું હતું. વર્ગ શિક્ષકશ્રી ધોરણ પાંચમું ભણાવતા હતા. વર્ગ શિક્ષકશ્રીએ દિવાળીનો તહેવાર નજીક આવતો હોવાથી વર્ગના બધા જ વિધાર્થીઓને વારાફરતી પૂછ્યું, “તમે દિવાળીનો તહેવાર કેવી રીતે ઉજવશો ? તમે દિવાળીનો તહેવાર કોની સાથે ઉજવશો ? દિવાળીના તહેવાર પર તમને નવા કપડાં, ફટાકડા, મીઠાઈ કોણ લાવી આપશે ?” વર્ગ શિક્ષકશ્રી પ્રશ્ન પૂછતાં હતા. વિધાર્થીઓ પોતાની રીતે જવાબ આપતા હતા.

જવાબ આપવામાં પરબતનો વારો આવે છે. પરબત કંઈ જ બોલતો નથી. વર્ગ શિક્ષકશ્રી વારંવાર દિવાળીના તહેવાર વિશે પૂછે છે. પરબત એકદમ રડવાનું શરું કરે છે. પરબત રડતાં રડતાં બોલે છે, “સાહેબ, મારે પપ્પા નથી, મમ્મી નવા કપડાં, ફટાકડા, મીઠાઈ લાવી આપે તેવી અમારી પરિસ્થિતિ નથી. મને ખબર નથી. મને નવા કપડાં, ફટાકડા, મીઠાઈ કોણ લાવી આપશે ?” પરબતના જવાબ સાંભળી વર્ગ શિક્ષકશ્રી સાથે વર્ગના તમામ વિધાર્થીઓ સ્તબ્ધ થઈ જાય છે.

વર્ગ શિક્ષકશ્રી પરબતને સાંત્વના આપે છે. પરબત વિશે વર્ગના તમામ વિધાર્થીઓને વાત કરે છે અને કહે છે કે,” પરબતને બે બહેનો છે. તેના પપ્પાનું અકસ્માતમાં અવસાન થયું છે. તેમના પરિવારની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ છે.”

બીજા દિવસે વર્ગ શિક્ષકશ્રી  પોતાના વર્ગના વિદ્યાર્થીઓને સાથે લઈને પરબતના ઘરે જાય છે. પરબતના ઘરના વર્ગ શિક્ષકશ્રી અને વિધાર્થીઓને આવકારે છે.વર્ગશિક્ષકશ્રી પરબત અને તેની બંને બહેનો માટે લાવેલ નવા કપડાં આપે છે. ફટાકડા આપે છે. મીઠાઈ આપે છે. નવા કપડાં, ફટાકડા અને મીઠાઈ જોઈ પરબત, પરબતની બે નાની બહેન અને તેની મમ્મી ખૂબ જ ખુશ થાય છે. બધાના ચહેરા પર દિવાળીના તહેવારનો આનંદ અને ઉત્સાહ જોવા મળે છે.

આમ આર્થિક રીતે જેની પરિસ્થિતિ સારી ન હતી, તેવા પરબતના ઘરે વર્ગ શિક્ષકશ્રી અને વર્ગના તમામ વિધાર્થીઓ સાથે મળીને દિવાળીના તહેવારની ઉજવણી કરે છે. 

Must Read

Gujarat Election 2022

રાજકોટમાં કેજરીવાલનો દાવો, ‘IB ના રિપોર્ટ પ્રમાણે આજે ચૂંટણી થાય...

Election News Gujarat: AAP આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ(Arvind Kejarival) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant mann) ગઈકાલથી રાજકોટના(Visit Rajkot) પ્રવાસે આવ્યા છે....