Homeવિશેષગરીબોની દિવાળીગરીબોની દિવાળી લેખન પ્રતિયોગીતા - "કષ્ટ માં ખીલેલું ફૂલ"

ગરીબોની દિવાળી લેખન પ્રતિયોગીતા – “કષ્ટ માં ખીલેલું ફૂલ”

-

લેખક: આહીર દેવાંગી, ટુંકસાર – પૈસા થી એ તો બધું કરી સકે ને, રહી વાત ગરીબ વર્ગ ની એને આ બધી ચિંતા હોય છે, આ વખતે વેપાર કેવો થશે ?

Garibo ni Diwali Gujarati essay – “કષ્ટ માં ખીલેલું ફૂલ”

  • નામ: આહીર દેવાંગી શંભુભાઈ
  • ગામ: માથક , અંજાર કચ્છ ,
  • વિષય : ગરીબો ની દિવાળી
  • શીર્ષક : કષ્ટ માં ખીલેલું ફૂલ ,

ગુજરાતીઓના ઢળતા મહિના માં આવતો આ રૂડો તહેવાર, આજથી યુગો પહેલા જ્યારે ભગવાન રામ વનવાસ બાદ પરત આયોધ્યા આવ્યા ત્યારે , અયોધ્યા વાસીઓ રાજીના રેડ થઈને   રંગો ની રંગોળી અને નવા કપડાં પહેરીને પહેલી વખત અયોધ્યા માં મનાવી હતી , અને બીજા દિવસે બધા ને ભેટી ને રામ – રામ એવું કહેતા હતા , અને આજે પણ ફટાકડા ફોડીને , રંગોળી બનાવીને, નવા કપડાં પહેરીને , એટલાજ આનંદ થી આજે પણ આ તહેવાર મનાવવામાં આવે છે.

પરંતુ શું ખરેખર આ તહેવાર ને બધા જ લોકો સરખો આનંદ  મેળવી સકે છે ? ના, હા, ના , બધા જ લોકો બધા જ તહેવારો નો સરખો આનંદ પ્રાપ્ત કરી શકતા નથી , કોઈ પણ દેશ સમાજ માં બે ભાગ હોય છે , અમીર વર્ગ અને ગરીબ વર્ગ એમ બે વર્ગ હોય છે અમીર વર્ગ ને તો કોઈ ચિંતા હોતી જ નથી ને ,પૈસા થી એ તો બધું કરી સકે ને , રહી વાત ગરીબ વર્ગ ની એને આ બધી ચિંતા હોય છે , આ વખતે વેપાર કેવો થશે ? તહેવાર ને મનાવવા માટે પૈસા બચશે કે નઈ , આવા તો ઘણા બધા સવાલો થતાં હોય છે , પરંતુ વ્યક્તિ ધારે તો એ શૂન્ય માંથી પણ સર્જન કરી ને પોતાની તમામ મુશ્કેલી નો સામનો કરી શકે છે.

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર
Garibo ni Diwali Gujarati essay written by Ahir Devangi (Symbolic image) Diwali Diya

એવી જ એક વાત જણાવું તો આઠ વર્ષ નો વિવેક તેની માં સાથે કોડિયાં, રંગોળી ના રંગો ને વહેંચવા માટે નીકળે છે અને વચ્ચે  વચ્ચે અનેક સવાલો કરે છે કે માં આ દિવાળી સુ હોય છે ?આપને સૂકામ આ વહેંચવા જઈએ છીએ , ત્યારે એની માં એને દિવાળી વિશે અને દિવાળી માં વપરાતી તમામ વસ્તુઓ વિશે જણાવે છે , એટલે તરત વિવેક એક બીજો સવાલ કરે છે કે માં બીજા બધા લોકો આટલું બધું કરતા હોય છે ને , આપણે તો બે સમય ના ભોજન   માટે પણ ઘણું બધું કરવું પડે છે તો આપના માટે તો આ કેટલું અઘરું હોય ને , ત્યારે એની માં એને , સમજાવતા કહે છે કે ના બેટા એવું નથી હોતું.

મહેનત અને જ્ઞાન જીવન માં બધું અપાવી શકે છે  , જો સાહસ અને ખંત હોય તો કોઈ ઉડાન ભરવામાં ના રોકી સકે ,  સાંજ પડી પરંતુ કઈ જ વેપાર થયો નહિ અને તે રાત પણ ભોજન વિના જ નીકળી , વિવેક હોશિયાર અને સમજુ બાળક હતો તે આ માટે ના ક્યાં  કારણો જવાબદાર ગણી સકાય , આ બધા પાછળ નું મૂળ સુ છે એ જાણવાની જ હંમેશા કોશિશ કરતો.આ વખત ની દિવાળી પણ  અન્ય ની રંગોળી જોઈને , અન્યને નવા કપડાઓમાં જોઈને ને અન્ય દ્વારા ફોડાયેલા ફટાકડાઓ ને આકાશ માં જોઈને નીકળી , ત્યારે મન માં બહુ દુઃખી થઈ ને એની માતા પાસે જાય છે.

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર
Garibo ni Diwali Gujarati essay written by Ahir Devangi (Symbolic image) Diwali fire crackers

અને કહે માં આપણ ને તો જમવા માટે પણ ઘણું બધું કરવું પડે છે , તો લોકો તે એવું વળી સુ કરે છે કે એ એના જીવન માં બધું કરી શકે છે , એની માં પણ આંખ માં આશું લઈ ને એટલુજ કહે છે  બેટા તું પણ એક દિવસ ખૂબ આગળ જઈશ ફક્ત રોજ અઢળક પુસ્તકો વાંચ , સમજ , એને જીવન માં ઉતાર અને મોટા મોટા લોકો ની કહેલી વાતો ને સમજ , વિવેક આ વાત ને દિલ માં લઈને ખૂબ મહેનત કરે છે , પાંચ વર્ષ બાદ વિવેક પાસે ઘણું બધું જ્ઞાન હોય છે તેટલા તેને પુસ્તકો વાંચ્યા  હોય છે , અને આ તેનું જ્ઞાન તેના મધુર અવાજ દ્વારા શબ્દો ની ગોઠવણી કરી ને લોકો ની સામે રજૂ કરતો હોય છે. 

આવો મધુર અવાજ દિલ ને સ્પર્શ કરી જતો , અંતે ઘણા બધા લોકો ની મદદ વડે તે તેના બુદ્ધિશાળી મગજ વડે અને જ્ઞાન થી નાના નાના કામ કરીને ખૂબ આગળ વધે છે અને અંતે તે એક ગરીબો માટે ની શાળા ,  ફટાકડાની એક ફેક્ટરી બનાવે છે અને દર વખતે ગરીબો માટે  ફટાકડાઓ, રંગો અને નવા નવા કપડાં આપે છે, અને તે તેની સફળતા માટે નું કારણ તેની માં ની પ્રેરણા ને માને છે. 

Must Read