Homeવિશેષગરીબોની દિવાળીગરીબોની દિવાળી પ્રતિયોગીતા - શું કરવું???

ગરીબોની દિવાળી પ્રતિયોગીતા – શું કરવું???

-

ટુંક સાર – છોકરાઓ અને મીના થોડીક ઈજા સાથે મનીષની ચિંતા કરવા લાગ્યાં. તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. બધાં રીપોર્ટ…

Garibo Ni Diwali Gujarati essay – ગરીબોની દિવાળીની લઘુ વાર્તા 

  • નામ : રેખા પટેલ “સખી”
  • શહેર : વડોદરા 
  • વિષય : ગરીબોની દિવાળી 
  • પ્રકાર : લઘુ વાર્તા

મનીષ અને મીના મધ્યમ વર્ગના લોકોને ગણાય. તેઓ કોઈ વસ્તુની બાંધછોડ ન કરી શકે અને તેને લઈ પણ ન શકે એવી સ્થિતિ તેમની અભાવો માંથી જન્મતી લાગણીઓની થાય. –

   આ વખતે દિવાળીનું બોનસ, પગાર અને ઓવરટાઈમનાં રૂપિયા મળવાનાં હતાં. કેટલાય વખતથી છોકરાઓ નવા બૂટ ને કપડાંની માંગણી કરી રહ્યાં હતાં. કંઈ મેળ પડતો ન હતો. ફી ભરવાનાં રૂપિયા પણ માંડ માંડ જમા થતાં.

               પગાર હાથમાં આવતાં જ તે ઘરે જવા નીકળ્યો. આવીને પત્ની અને છોકરાઓને ખુશખબર આપી. ઘણાં વખતે તેમની માંગણી પૂરી થશે એ જાણીને ખૂબ ખૂશ થઈ ગયાં. મીના તો આમ પણ ખૂબ સમજુ હતી. ક્યારેય કોઈ માંગણી કરતી નહીં પણ છોકરાઓ માગે તો આપવું જ પડે. થોડો સમય આમ જ વીતી ગયો.

              રજા આવી ત્યારે રીક્ષામાં મીના અને છોકરાઓને લઈ ખરીદી કરવાં નીકળ્યાં. તેઓ રસ્તામાં હતાં. બજાર થોડું દૂર હતું. રોંગ સાઈડમાં આવતી કારે રીક્ષાને જોરદાર ટક્કર મારી. રીક્ષાનો ખૂરદો થઈ ગયો. ચલાવનારો ત્યાં જ મરી ગયો અને મનીષને ગંભીર ઇજાઓ થઈ. છોકરાઓ અને મીના થોડીક ઈજા સાથે મનીષની ચિંતા કરવા લાગ્યાં. તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. બધાં રીપોર્ટ આવ્યા બાદ ખબર પડી કે તેને હાથ અને પગમાં ફ્રેકચર થયું હતું અને ઓપરેશન કરી સળિયો નાખ્યો. ઉત્સાહથી ખરીદી કરવાં નીકળ્યાં હતાં એ રૂપિયા મનીષની સારવારમાં વપરાઈ ગયાં. બે ત્રણ મહિનાનાં પથારીમાં કાઢવાનાં હતાં એટલે પગાર પણ ઓછો મળતો અને ઓવરટાઈમની આવક બંધ થઈ ગઈ.

આ તો “દુકાળમાં અધિક માસ” જેવું થયું. પાછી એ જ પરિસ્થિતિને આધીન થઈ ગયાં અને હંમેશ માફક છોકરાઓની માંગણી પૂરી ન કરી શક્યો. લાચાર બાપ આંસુ ભરી આંખે છોકરાઓને જોઈ રહ્યો.

રેખા પટેલ “સખી”,માંજલપુર,વડોદરા.

*વાચક મિત્રો તમને “ગરીબોની દિવાળી” રચના ગમેતો રેટિંગ અવશ્ય કરજો જેથી કવિ/ લેખકનો ઉત્સાહ વધે…

Must Read

Gujarat Election 2022

રાજકોટમાં કેજરીવાલનો દાવો, ‘IB ના રિપોર્ટ પ્રમાણે આજે ચૂંટણી થાય...

Election News Gujarat: AAP આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ(Arvind Kejarival) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant mann) ગઈકાલથી રાજકોટના(Visit Rajkot) પ્રવાસે આવ્યા છે....