Surat News : ગણેશચતુર્થી (Ganesh chaturthi 2022)ના તહેવારને લઇને લોકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. લોકો પોતાના ઘર અને સોસાયટીઓમાં ગણેશજીની મુર્તિની સ્થાપના કરે છે. નાચતા-કૂદતા અને મોજ મસ્તી કરતા ગણેશજીની મુર્તિ લઇને આવે છે. આવો જ એક વિડીયો વાયરલ Viral Video થયો છે જેમાં આગનો ખેલ પણ હતો પરંતુ આ કરતબના ખેલાડીને ખેલ ભારે પડી ગયો હતો.
સુરતમાં એક ઘટના બની હતી જેમાં ગણેશજીના આગમન વખતે આગ સાથે સ્ટંટ (Fire Stunt) કરવા જતા એક યુવક પોતે જ આગની જ્વાળાઓમાં લપેટાઇ ગયો હતો. સદનસીબે સમયસર યુવકની ટીશર્ટ કાઢી નાખતાં તેનો જીવ બચી ગયો હતો. આ ઘટનાનો વિડીયો હાલ સોશિયલ મીડિયા (Social Media) પર વાઇરલ થઇ રહ્યો છે.
પ્રાપ્ત માહિતી મુજબ, સુરતના પર્વત પાટિયા (Surat Parvat Patiya)વિસ્તારમાં ગણેશજીના આગમન વખતે એક યુવક જ્વલંતશિલ પ્રવાહી મોંઢામાં મુકી આગના ભડકા કરવાનો સ્ટંટ કરી રહ્યો હતો તે દરમિયાન અચાનક તેના શરીર પર આગ લાગી ગઇ હતી. ઘટનાને પગલે સ્થળ પર અફરાતફરી મચી ગઇ હતી..
પરંતુ બાજુમાં ઉભેલા એક વ્યક્તિએ સમય રહેતા યુવકની મદદ કરી તુરંત જ તેનું ટીશર્ટ કાઢીને આગ પર કાબુ મેળવ્યો હતો.
સરઘસ, રેલી, વરઘોડાઓ કે જ્યારે ઉજવણીનો માહોલ હોય છે ત્યારે લોકો પોતાની જ સુરક્ષાને કે બીજાના જીવને પણ જોખમમાં મુકી દેતા હોય છે. જેના કારણે મોટી દુર્ઘટના સર્જાવાની સંભાવના રહે છે. આવા જોખમી સ્ટંટથી દૂર રહી એક સલામત અને સુખદ તહેવાર આપણે ઉજવીએ તેવી પ્રાર્થના.