Homeગુજરાતગાંધીનગરમાં દિવસોથી આંદોલન કરતી LRD મહિલાઓ મુંડન કરાવે તે પહેલા અટકાયત

ગાંધીનગરમાં દિવસોથી આંદોલન કરતી LRD મહિલાઓ મુંડન કરાવે તે પહેલા અટકાયત

-

Gandhinagar News : ગાંધીનગરમાં હાલમાં અનેક આંદોલનો ચાલી રહ્યા છે. તેમાં પણ છેલ્લા 16 દિવસથી LRD ભરતીમાં 20 ટકા વેઈટિંગવાળા મહિલા અને પુરૂષ ઉમેદવારો નોકરીના ઓર્ડર મેળવવા માટે સરકાર સામે આંદોલન કરી રહ્યા છે. આજે ગાંધીનગર ખાતે આંદોલન (Andolan) કરી રહેલી LRD મહિલાઓ મુંડન કરીને વિરોધ કરવાની હતી. પરંતુ મહિલાઓ મુંડન કરાવે તે પહેલા જ તેમની અટકાયત કરવામાં આવી હતી. આ કારણે વિધાનસભાના ગેટ નંબર 1 પર આંદોલનકારીઓ સાથે પોલીસનું ઘર્ષણ થયું હતું.

વર્ષ 2018-19માં LRD ની ભરતીની પ્રક્રિયા કરવામાં આવી હતી. ત્યારબાદ LRD મુદ્દે મહિલા અને પુરૂષ ઉમેદવારોએ આંદોલન કરતાં ગૃહ રાજ્યમંત્રીએ પુરૂષ ઉમેદવારોના પારણા કરાવ્યા હતા. તે ઉપરાંત 16 જુલાઇ 2022ના રોજ ગૃહમંત્રીએ મીડિયા દ્વારા જાહેરાત કરી હતી કે, 20 ટકા મહિલાઓ અને પુરૂષો સાથે 2439 જગ્યાઓ ખાલી પડી હોવાથી તેમાં નોકરી લેવાની બાંહેધરી આપી હતી.

વધુ વાંચો- મોરબીમાં મોબાઈલની જીદે યુવાને ટ્રેન નીચે પડતું મૂકી કર્યો આપઘાત

પરંતુ હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જેને લઇ 20 ટકા પ્રતિક્ષાયાદી જાહેર કરવાની માંગ સાથે મહિલાઓ મેદાનમાં ઉતરી છે. સરકારે 101 મહિલા અને 118 પુરૂષની ઓફલાઇન નિમણૂક કરીને બાકીનાને લટકતા કરી દીધા છે. 16 દિવસથી મહિલાઓ ગાંધીનગરમાં આંદોલન કરી રહી છે. પરંતુ સરકારને કોઇ જ ફરક પડતો હોય તેવું લાગતું નથી.

LRD મહિલા ઉમેદવારોએ સરકારને અલ્ટીમેટમ આપીને સામૂહિક મુંડન કરાવવાની પણ ચીમકી ઉચ્ચારી હતી. પરંતુ સરકાર દ્વારા કોઈ જવાબ ન આપતા આજે મહિલાઓ સામૂહિક મુંડન કરાવવાની તૈયારી સાથે ઉમટી પડી હતી. પરંતુ મહિલાઓ મુંડન કરાવે તે પહેલા જ તેમની અટકાયત કરી લેવામાં આવી છે.

વિડીયો- સુરતમાં દૂધ તાપીમાં ઢોળ્યું, રાજકોટમાં ટેન્કર રોડ પર ઢોળી માલધારીનો વિરોધ

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...