HomeગુજરાતMBBSની વિદ્યાર્થીનીએ હોસ્ટેલની છત પરથી કુદી જીવન ટુંકાવ્યું: ગાંધીનગર

MBBSની વિદ્યાર્થીનીએ હોસ્ટેલની છત પરથી કુદી જીવન ટુંકાવ્યું: ગાંધીનગર

-

ગાંધીનગર Gandhinagar : MBBSની વિદ્યાર્થીનીએ હોસ્ટેલની છત પરથી કુદી જીવન ટુંકાવ્યું: ગાંધીનગર Gandhinagar. ગાંધીનગર સ્થિત GMERS મેડિકલ કોલેજમાં મેડિકલનો અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ છત પરથી કુદી જીવન ટુંકાવ્યું છે. MBBS માં અભ્યાસ કરી વિદ્યાર્થીનીએ હોસ્ટેલની છત પરથી કુદી આત્મહત્યા કરતા કેમ્પસમાં અરેરાટી પ્રસરી ગઈ હતી. ઘટનાની જાણ થતા જ ગાંધીનગરના સેક્ટર 7નો પોલીસ કાફળો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. તપાસ દરમિયાન પોલીસને હાથ વિદ્યાર્થીનીના રૂપમાંતી અંગ્રેજીમાં લખેલો અંતીમચીઠ્ઠી મળી હતી.

પોલીસને હાથ લાગેલી આ ચિઠ્ઠીમાં વિદ્યાર્થીનીએ લખેલું છે કે, સોરી મમ્મી પપ્પા ભણવાના કારણે હું આ પગલું ભરું છું. હું જાઉં છું. પોલીસે વિદ્યાર્થીનીના દાદા અને કાકા-કાકી કે જેઓ સેક્ટર 5માં જ રહે છે તેમને ઘટનાની જાણ કરી હતી. મૃતકની રૂમમેટ અને ક્લાસમેટની પણ પોલીસે પુછપરછ કરી છે. પરિવાર અને મૃતક યુવતીના મિત્ર વર્તુળમાં પુછપરછ બાદ વધાર માહિતી સામે આવી શકે છે. પોલીસે મૃતક યુવતીનો મૃતદેહ પોસ્ટમોર્ટમ કરવા માટે મોકલી આપ્યો છે.

આ મામલે પોલીસે જણાવ્યું હતું કે, હાલ યુવતીના પરીક્ષા ચાલી રહી હતી અને યુવતીને બીજા વર્ષમાં એટીકેટી આવી હતી. ગઈકાલે પરીક્ષાનું પેપર ખરાબ ગયું હતું આ બાબતે તેણીએ દાદા સાથે પણ વાત કરી હતી. દાદાને વાત કરતા તેને દાદાએ સાંત્વના આપી હતી. યુવતિના કાકાએ પણ તેની સાથે ફોન પર વાત કરી હતી અને જમાવનું આપવા માટે પણ કહ્યું હતું. પરંતુ યુવતીને કેન્ટીનામાં ખાધુ હોવાનું જણાવ્યું હતું. બાદમાં યુવતીએ સાંજે છત પરથી કુદી મોતને વ્હાલું કર્યું હતું.

Must Read

Gujarat Election 2022

રાજકોટમાં કેજરીવાલનો દાવો, ‘IB ના રિપોર્ટ પ્રમાણે આજે ચૂંટણી થાય...

Election News Gujarat: AAP આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ(Arvind Kejarival) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant mann) ગઈકાલથી રાજકોટના(Visit Rajkot) પ્રવાસે આવ્યા છે....