Homeગુજરાતપોલીસ કોન્સ્ટેબલ પર કાર ચઢાવવાના આરોપમાં યુવરાજસિંહના આ શરત સાથે જામીન મંજૂર

પોલીસ કોન્સ્ટેબલ પર કાર ચઢાવવાના આરોપમાં યુવરાજસિંહના આ શરત સાથે જામીન મંજૂર

-

ગાંધીનગર Gandhinagar : આમ આદમી પાર્ટીના યુવા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાના જામીન ગાંધીનગર કોર્ટે મંજૂર કર્યા છે. કોર્ટે યુવરાજસિંહને શરતી જામીન પર છોડવાનો હુકમ કર્યો છે. પોલીસ જ્યાં સુધી યુવરાજસિંહના કેસમાં ચાર્જશીટ ફાઈલ ન કરે ત્યાં સુધી તેઓ ગાંધીનગરમાં પ્રવેશ કરી શકશે નહીં.  

રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે વિદ્યાસહાયકોના આંદોલનમાં આપ AAP ગુજરાતના નેતા યુવરાજસિંહ જાડેજા પહોંચ્યા હતા. દરમિયાન કથિત રીતે યુવરાજસિંહ જાડેજા અને પોલીસ વચ્ચે ઝપાઝપી થઈ હતી. જેમાં પોલીસ પર યુવરાજસિંહે પોતાની ફોર વ્હિલર કાર ચઢાવી દિધી હતી. જે મામલે ગાંધીનગર પોલીસ યુવરાજસિંહની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

ગત 5 એપ્રિલના રોજ યુરાજસિંહની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. જેમાં પોલીસ પર ગાડી ચઢાવી દિધાની ફરિયાદ દાખલ કરાઈ  હતી. આ કેસમાં પોલીસ દ્વારા યુવરાજસિંહ પર આઈ.પી.સી. કલમ 307 લગાડી ગુનો નોંધ્યો હતો.

વધુ વાંચો: વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપ સમર્થીત આહિર આગેવાનોની બેઠકમાં આ થઈ ચર્ચા: ગીર સોમનાથ

પોલીસ કોન્સ્ટેબલ પર કાર ચઢાવવાના આરોપમાં યુવરાજસિંહના આ શરત સાથે જામીન મંજૂર

ગઈકાલે યુવરાજસિંહની જામીન અરજી પર ગાંધીનગર સેસન્શ કોર્ટમાં સુનાવણી પૂર્ણ થઈ હતી અને આજે કોર્ટ ચુકાદો જાહેર કર્યો છે. યુવરાજસિંહના વકીલે કોર્ટમાં દલીલ કરી હતી કે, આ કેસમાં 307 લગાવી શકાય નહીં. પોલીસે ખોટો કેસ કર્યો છે જેથી તેમને જામીન આપવા જોઈએ.

અત્રે ઉલ્લેખનીય છે કે યુવરાજસિંહના જેલમાં ગયા બાદ રાજ્યમાં વિવિધ સ્થળો પર તેમના સમર્થકો દ્વારા આવેદન પત્ર પાઠવવામાં આવ્યા હતા. સાથે જ આમ આદમી પાર્ટીના આગેવાનો દ્વારા પણ વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

વઘુ વાંચો: ધોરાજીમાં વરરાજને બોક્સમાં એવી ગિફ્ટ મળી કે બની ગયો સમાચાર

વધુ વાંચો: જૂઓ રૂ. 10 સિક્કા ન સ્વીકારો તો શું થાય ? પરિપત્ર જાહેર કરતા પાટણના નિવાસી અધિક કલેકટર

Must Read