Homeઆંતરરાષ્ટ્રીયશી જિનપિંગએ 650 દિવસથી ચીન છોડ્યું નથી, G20 સમિટમાં પણ ભાગ નહિ...

શી જિનપિંગએ 650 દિવસથી ચીન છોડ્યું નથી, G20 સમિટમાં પણ ભાગ નહિ લે

-

G20 – દેશમાં વકરી રહેલા કોરોના પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે દેશ છોડવા માંગતા નથી, શી જિનપિંગને(xi jinping) ચીન(china) છોડ્યાને 650 દિવસથી વધુ નો સમય વીતી ગયો છે.

ચીનના (China) રાષ્ટ્રપતિ શી જિનપિંગ (xi jinping) વર્ચ્યુઅલ રીતે G20 સમિટમાં( summit ) ભાગ લેશે. પત્રકારોનું કહેવું છે કે જિનપિંગ ચીનમાં રહીને કોરોના વાયરસ પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે. ચીનના વિદેશ મંત્રાલય હુઆ ચુનયિંગે કહ્યું છે કે, વિદેશ પ્રધાન વાંગ યી વ્યક્તિગત રીતે રોમમાં સમિટમાં ભાગ લેશે, પરંતુ જિનપિંગ રોમમાં યોજાનારી બેઠકમાં વર્ચ્યુઅલ રીતે મહત્વપૂર્ણ ભાષણ આપશે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન સહિત અનેક દેશોના નેતાઓ આ બેઠકમાં ભાગ લેશે.

xi jinping image
xi jinping image (Image Credit – cfr.org)

ચીનની સત્તાધારી કોમ્યુનિસ્ટ પાર્ટી આવતા મહિને એક મોટી રાજકીય બેઠક યોજવાની તૈયારી કરી રહી છે. આ બેઠકમાં શી જિનપિંગને રાષ્ટ્રપતિનો ત્રીજો કાર્યકાળ મળવાની આશા છે. તમને જણાવી દઈએ કે 18 જાન્યુઆરી 2020 થી જિનપિંગે ચીન છોડ્યું નથી. જાન્યુઆરી 2020માં તેઓ તેમના છેલ્લા પ્રવાસ પર મ્યાનમાર ગયા હતા.

તાજેતરમાં, ચીનમાં કોરોના વાયરસને જોતા, ઘણા શહેરોમાં ફરીથી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. પાંચ દિવસ પહેલા વુહાન શહેર ફરી એકવાર બંધ કરવામાં આવ્યું છે. ચીનના સરકારી મીડિયાના અહેવાલો અનુસાર, જિનપિંગ કોરોના વાયરસ સામે લડવા પર ધ્યાન આપી રહ્યા છે અને આ જ કારણ છે કે તેઓ વિદેશ નથી જઈ રહ્યા.

શી જિનપિંગને ચીન છોડ્યાને 650 દિવસથી વધુ સમય થઈ ગયો છે. G20 દેશોના નેતાઓમાં આ સૌથી લાંબો સમયગાળો છે કે, જ્યારે કોઈ દેશના પી.એમ વિદેશ ગયા નથી. ચીને આવતા મહિને સ્કોટલેન્ડમાં COP26 ક્લાઈમેટ સમિટમાં હાજરી આપશે કે કેમ તે અંગે વિગતો આપવાનો ચીને ઈન્કાર કર્યો છે.

Must Read