Homeજાણવા જેવુંબીડી વિક્રેતાએ 2 રૂપિયાના સિક્કા સાથે 1.8 લાખ રૂપિયાની બાઇક ખરીદી

બીડી વિક્રેતાએ 2 રૂપિયાના સિક્કા સાથે 1.8 લાખ રૂપિયાની બાઇક ખરીદી

-

Funny Gujarati News: ભારતમાં ઘણા એવા લોકો પણ છે તે બાઈક કે કાર ખરીદી કરવા જાય ત્યારે રૂપિયાની જગ્યાએ ચલણી સિક્કા ભેગા કરીને બાઈક અને કાર ખરીદતા હોય છે.

આવા ઘણા કિસ્સાઓ તમે વાંચેલા કે સાંભળેલા હશે ત્યારે વધુ એક એવો કિસ્સો પશ્ચિમ બંગાળમાં રહેતા સુબ્રત સરકાર (subrat sarkar buy bike in 2 rupees coin) સામે આવ્યો છે, જયારે આ વ્યક્તિએ રૂપિયા 2ના ચલણી સિક્કાથી બાઈક ખરીદી હતી.

Gujarati Janva Jevu: Funny Gujarati news બીડીના વેપારીએ બાઈક 2 રૂ ના સિકકાઓથી ખરીદ્યું

પશ્ચિમ બંગાળમાં રહેતા બીડીના વેપારી સુબ્રત સરકારે 2 રૂપિયાના સિક્કાઓ વડે 1.8 લાખ(એક લાખ એસી હજાર) રૂપિયાની બાઇક ખરીદી હતી. હકીકતમાં, જ્યારે કેન્દ્ર સરકારે નોટબંધીની જાહેરાત કરી, ત્યાર બાદ તેઓએ બે રૂપિયાના સિક્કા જમા કરાવવાનું શરૂ કર્યું. બે બોરીઓ સિક્કાઓ ભેગા કરવા 6 વર્ષ જેટલો સમય લાગ્યો હતો.

સુબ્રત સરકારે કહયું હતું જ્યારે નોટબંધીની જાહેરાત કરવામાં આવી ત્યારે બજારમાં રોકડની તંગી હતી જેથી નોટબંધી સમયે લોકો પાસે વધુ સિક્કા હતા અને લોકો સિક્કાથી જ ચૂકવણી કરતા હતા. તે સમયે લોકો પોલીથીન બેગમાં કે પોતાના ખિસ્સામાં સિક્કા ભરીને લાવતા હતા. ત્યાર પછી મેં સિક્કા એકત્રિત કરવાનું નક્કી કર્યું.

વધુ વાંચો: 6,992 કિમી લાંબી એમેઝોન નદી પર કેમ એક પણ પુલ નથી ? જૂઓ વિડીયો

વધુ વાંચો: તાજમહેલના બંધ 22 રૂમના વિવાદ વચ્ચે ASIએ જાહેર કરી તેમની તસવીરો, ખોલ્યું આ મોટું રહસ્ય

indian coin 2 rupee image
Funny News Gujarati: indian coin 2 rupee image

46 વર્ષીય સુબ્રત સરકાર પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લાના ભીમપુરના રહેવાસી છે અને સુબ્રત સરકાર એક નાનો બીડી વેચનાર વેપારી છે. તે પોતે બીડી બનાવે પણ છે અને સ્થાનિક દુકાનોમાં સપ્લાય કરે છે. તેણે કહ્યું કે, જ્યારે હું એક દિવસ બાઇકના શોરૂમ નજીકથી પસાર થઇ રહ્યો હતો ત્યારે જ મારા મગજમાં વિચાર આવ્યો કે બાઇક કેમ ન ખરીદું.

પરત આવ્યા બાદ તેણે આ વાત તેના 17 વર્ષના પુત્રને જણાવી. પૈસાની ગણતરી કર્યા પછી, તેઓ શોરૂમ પાસે પહોંચ્યા અને પૂછ્યું કે શું તેઓ સિક્કાઓમાં ચુકવણી સ્વીકારશે ત્યારે શૉરૂમ તરફથી પણ હા આવી હતી.

આ પછી પરિવારે 10-10 હજાર રૂપિયાના સિક્કા અનેક બેગમાં ભર્યા. બે બોરીઓ ભરીને ઈ-રિક્ષા દ્વારા શોરૂમ જવા નીકળ્યા. શોરૂમના સ્ટાફને સિક્કા ગણતા ત્રણ દિવસ લાગ્યા હતા.

શોરૂમના મેનેજરે કહ્યું કે, અમે તેમને મંગળવારે જ ચાવી આપી હતી. તેઓએ મને પાંચ થેલી અને બે બોરીઓમાં સિક્કા આપ્યા. પાંચ કર્મચારીઓ ફ્રી ટાઇમમાં સિક્કા ગણે છે. 1.5 લાખની આસપાસ હતી. બાકીની રકમ તેણે રોકડ નોટો વડે ચૂકવી.

Watch more Viral Video

Must Read