Homeગુજરાતહળવદમાં ફ્રેન્ડ યુવા ગ્રુપ દ્વારા નિઃશૂલ્ક શિક્ષણ કીટનુ વિતરણ

હળવદમાં ફ્રેન્ડ યુવા ગ્રુપ દ્વારા નિઃશૂલ્ક શિક્ષણ કીટનુ વિતરણ

-

Friends Group Halvad News અમિતજી વિંધાણી, હળવદ : ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ હળવદ દ્વારા ભવાની નગર ઢોરા વિસ્તારમાં આવેલ  પ્રાથમિક શાળામાં બાળકોને વિનામૂલ્યે શૈક્ષણિક કીટ વિતરણ કરવામાં આવી હતી આજરોજ ફ્રેન્ડસ યુવા ગ્રુપ દ્વારા 550 જેટલા વિદ્યાર્થીઓને કીટ વિતરણ કરી હતી.

હળવદમાં છેલ્લા 6 વર્ષથી અવિરત સેવા પ્રવૃત્તિ કરતી સામાજિક સંસ્થા ફ્રેન્ડસ યુવા ગ્રુપ દ્વારા શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને શિક્ષણમાં ઉપયોગી બને તેવી કીટ પ્રાથમિક શાળામાં વિનામૂલ્યે વિતરણ કરવાં આવી હતી. સમાજને ઉપયોગી બનવા અને બાળકોના શિક્ષણમાં મદદ રૂપ થવાના આશયથી આ ગ્રુપ પ્રત્યેક વર્ષે આ પ્રકારે આયોજન કરે છે.

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર

ફ્રેન્ડસ ગ્રુપ દ્વારા તાજેતરમાં જ હળવદમાં રાહત દરે ચોપડા વિતરણ કર્યા બાદ આજરોજ કીટ વિતરણ કરવામાં આવ્યુ હતું. પ્રાપ્ત વિગતો મુજબ હળવદના ભવાનીનગર ઢોર વિસ્તારમાં પ્રાથમિક શાળામાં આશરે 550 વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ વિતરણ કરવામાં આવી છે. જેમાં,પાટી,નોટબુક ,કંપાસ ,પેન્સિલ ,સંચો ,ઈરેઝર સહિતની વસ્તુઓ સામેલ છે.

Must Read

Gujarat Election 2022

રાજકોટમાં કેજરીવાલનો દાવો, ‘IB ના રિપોર્ટ પ્રમાણે આજે ચૂંટણી થાય...

Election News Gujarat: AAP આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ(Arvind Kejarival) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant mann) ગઈકાલથી રાજકોટના(Visit Rajkot) પ્રવાસે આવ્યા છે....