Homeગુજરાતરાજકોટઆવતીકાલથી રાજકોટના આ સ્થળો પરથી મળશે ૧૮ થી ૫૯ વર્ષની વયના નાગરિકોને...

આવતીકાલથી રાજકોટના આ સ્થળો પરથી મળશે ૧૮ થી ૫૯ વર્ષની વયના નાગરિકોને મફત કોરોના સામેનો પ્રિકોશન ડોઝ

-

રાજકોટ : ભારત સરકાર અને રાજ્ય સરકારની સૂચના મુજબ આવતીકાલ તા. ૧૫-૦૭-૨૦૨૨ના રોજ થી ૧૮ થી ૫૯ વર્ષનાં તમામ નાગરિકો માટે કોરોના વેકસીનનો પ્રિકોશન ડોઝ વિનામૂલ્યે આપવાનો શુભારંભ કરવામાં આવનાર છે. જે નાગરિકોએ કોરોના વેકસીનનો બીજો ડોઝ લીધો હોય તેને છ (6) મહિના પૂર્ણ થયા હોય તે તમામ નાગરિકો પ્રિકોશન ડોઝ લઇ શકશે. ઉપરાંત ૬૦ વર્ષથી મોટી ઉંમરના નાગરિકો પણ કોરોના વેકસીનનો પ્રિકોશન ડોઝ (Free Corona Booster Dose Rajkot city) લઇ શકશે.

રાજકોટ મહાનગરપાલિકા RMC દ્વારા નીચે મુજબની સેશન સાઈટ ખાતે વેકસીન લેવાની વ્યવસ્થા કરવામાં આવેલ છે તેમ મેયર ડૉ. પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિ. કમિશનર અમિત અરોરા અને આરોગ્ય સમિતિ ચેરમેન ડૉ. રાજેશ્રીબેન ડોડીયાએ સંયુક્ત યાદીમાં જણાવ્યું હતું. 

આવતીકાલે તારીખ 15 જૂલાઈના રોજ સવારે ૧૦:૦૦ વાગ્યે નાનામવા આરોગ્ય કેન્દ્ર ખાતેથી મેયર ડૉ. પ્રદિપ ડવ સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓની ઉપસ્થિતિમાં કોરોના વેક્સીનનાં પ્રિકોશન ડોઝ આપવાનો શુભારંભ કરવામાં આવશે. 

નીચે મુજબની સેસન સાઈટ ખાતે વેકસીનનો પ્રિકોશન ડોઝ આપવામાં આવશે

  1. સિવિલ હોસ્પિટલ 
  2. પદ્મકુંવરબા હોસ્પિટલ
  3. શ્યામનગર આરોગ્ય કેન્દ્ર
  4. નંદનવન આરોગ્ય કેન્દ્ર
  5. નાનામવા આરોગ્ય કેન્દ્ર
  6. મવડી આરોગ્ય કેન્દ્ર
  7. આંબેડકરનગર આરોગ્ય કેન્દ્ર
  8. શાળા નં. ૨૮, વિજય પ્લોટ
  9. સદર આરોગ્ય કેન્દ્ર
  10. અખિલ હિન્દ મહિલા પરિષદ આરોગ્ય કેન્દ્ર
  11. રામનાથપરા આરોગ્ય કેન્દ્ર 
  12. ન્યુ રઘુવીર આરોગ્ય કેન્દ્ર
  13. હુડકો
  14. નારાયણનગર આરોગ્ય કેન્દ્ર
  15. જંકશન આરોગ્ય કેન્દ્ર
  16. માધાપર આરોગ્ય કેન્દ્ર
  17. મોરબી રોડ, કોમ્યુનીટી હોલ
  18. ભગવતી પરા આરોગ્ય કેન્દ્ર
  19. IMA આરોગ્ય કેન્દ્ર
  20. કબીરવન આરોગ્ય કેન્દ્ર
  21. રામપાર્ક આરોગ્ય કેન્દ્ર
  22. ચંપકભાઈ વોરા આરોગ્ય કેન્દ્ર
  23. પ્રણામી ચોક આરોગ્ય કેન્દ્ર
  24. કોઠારીયા આરોગ્ય કેન્દ્ર

વધુ વાંચો- 1-1 ગ્રામની પડીકી બનાવી MD ડ્રગ વેચાણ કરતા બે આરોપી ઝડપી પાડતી રાજકોટ SOG

Must Read

Gujarat Election 2022

રાજકોટમાં કેજરીવાલનો દાવો, ‘IB ના રિપોર્ટ પ્રમાણે આજે ચૂંટણી થાય...

Election News Gujarat: AAP આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ(Arvind Kejarival) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant mann) ગઈકાલથી રાજકોટના(Visit Rajkot) પ્રવાસે આવ્યા છે....