HomeગુજરાતADGP મનોજ અગ્રવાલ અને કોન્સ્ટેબલ નિલમ મકવાણા વચ્ચે શું ફરક છે ?...

ADGP મનોજ અગ્રવાલ અને કોન્સ્ટેબલ નિલમ મકવાણા વચ્ચે શું ફરક છે ? – રમેશ સવાણી

-

પૂર્વ IPS Ramesh Savani : રાજકોટના પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ (Rajkot Police Commissioner Manoj Agarwal) IPS અધિકારી છે; ADGP છે. તેમણે 3 વરસ કરતા વધુ સમય સુધી રાજકોટના લોકો પાસેથી લાખો રુપિયા પડાવ્યાના સતાપક્ષના જ ધારાસભ્યએ 2 ફેબ્રુઆરી 2022ના રોજ લેખિતમાં આક્ષેપ (Allegation) કર્યા છે ! આ આક્ષેપનું સમર્થન સંસદસભ્ય અને બીજા નાગરિકોએ પણ કર્યું છે.

ધૂળ ઉપર લીંપણ કરવામાં આવશે !

મીડિયાએ હોબાળો મચાવ્યો ત્યારે સરકારે 7 ફેબ્રુઆરી 2022ના રોજ DGP કક્ષાના અધિકારી વિકાસ સહાયને (Vikas Sahay) ઈન્કવાયરી સોંપી છે. જો કે આ ઈન્કવાયરીનું પણ બીજી ઈન્કવાયરીઓની જેમ બાળમરણ જ થવાનું છે. પોલીસ કમિશ્નરે ચીટિંગના વિક્ટિમ પાસેથી 75 લાખ વસૂલ કર્યા છે, તે આક્ષેપને સમર્થન મળતું નથી; તેવું બહાર આવશે ! મોટા અધિકારી દેવદૂત હોય છે તે કરપ્શન કરતા નથી, માત્ર તેમના પગારમાંથી જ ઈટાલિયન મારબલ વાળો અને લિફ્ટની સગવડ સાથેનો આલિશાન બંગલો અમદાવાદના પોશ એરિયામાં બની શકે છે, એમ દર્શાવી ધૂળ ઉપર લીંપણ કરવામાં આવશે !

પૂર્વ IPS Ramesh Savani Manoj Agarwal અને કોન્સ્ટેબલ નિલમ મકવાણા વચ્ચે શું ફરક છે

છીછરી તપાસ કરી લોકોની આંખમાં ધૂળ ભરવામાં આવશે !

પોલીસ કમિશ્નરે, તેમના ફરજકાળ દરમિયાન કોને-કોને હથિયાર લાયસન્સ આપેલ છે ? અને તેમાં કેટલાં અસામાજિક પ્રવૃત્તિમાં સંડોવાયેલ હતાં? તેની તપાસ કરવામાં આવે તો પણ ચોંકાવનારી હકીકતો ઊજાગર થશે ! પરંતુ આવી કોઈ ઊંડી તપાસ થશે નહીં, છીછરી તપાસ કરી લોકોની આંખમાં ધૂળ ભરવામાં આવશે ! એમની બદલી થશે, એ સિવાય તેમની વિરુધ્ધ કોઈ નક્કર કાર્યવાહી થવાની નથી ! પોલીસમાં પણ અલગ પ્રકારનો જાતિવાદ ચાલે છે; મનોજ અગ્રવાલ ગુજરાતી હોત તો બીજે દિવસે સસ્પેન્ડ થઈ ગયા હોત ! એક સમયે દક્ષિણ ભારતના IGP કન્નુ પિલાઈ ગુજરાત-જેલના વડા હતા, ઉત્તર ભારતા IPS અધિકારીએ મુખ્યમંત્રીના કાન ફૂંકીને તેમને જેલમાં પૂરાવ્યા હતા ! હિન્દી ભાષી IPS અધિકારીઓ પવિત્ર હોય છે એવી મુખ્યમંત્રીઓમાં/ગૃહમંત્રીઓમાં અંધશ્રદ્ધા હોય છે !

ADGP મનોજ અગ્રવાલ અને કોન્સ્ટેબલ નિલમ મકવાણા વચ્ચે શું ફરક છે ?

નિલમ મકવાણા ભાવનગરમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. તેમણે 75 રુપિયાની મામૂલી લાંચ પણ લીધી નથી ! તેનો વાંક એટલો જ હતો કે તેમણે પોલીસના નાના કર્મચારીઓ માટે ગ્રેડ પેની માંગણીનું સમર્થન કર્યું હતું ! તેમની તરત જ સ્થાનિક બદલી કરી/પછી જિલ્લા બદલી કરી/પછી ગુનો દાખલ કર્યો/પછી સસ્પેન્ડ કરી ! નિલમ મકવાણાએ 8 ફેબ્રુઆરી 2022ના રોજ ટ્વિટ કર્યું છે કે “IPS મનોજ અગ્રવાલ વિરુદ્ધ આટલી મોટી ફરિયાદ થઇ હોવા છતાં કોઈ પણ કાર્યવાહી કરવામાં આવતી નથી; અને અમારા જેવા નાના પોલીસ કોન્સ્ટેબલને પોતાના હકના ગ્રેડ પેની માગણી કરવા સબબ ગુનો દાખલ કરી, સસ્પેન્ડ કરવામાં આવે છે ! આ તે કેવો ન્યાય ?”

IPS કો નહીં દોષ ગુંસાઈ ! કઢી અભડાઈ જાય

નિલમ મકવાણાએ 75 લાખ વિક્ટિમ પાસેથી પડાવ્યા હોત અને તે IPS હોત તો સસ્પેન્ડ ન થાત ! આ છે આપણી સિસ્ટમ ! જ્યારે સરકાર માનતી હોય કે “IPS કો નહીં દોષ ગુંસાઈ ! કઢી અભડાઈ જાય, દૂધપાક નહીં !” ત્યારે ફરિયાદ કોને કરવી? કરસનદાસ માણેકનું નિદાન સાવ સાચું હતું : “મને એ જ સમજાતું નથી કે આવું શાને થાય છે? ફૂલડાં ડૂબી જતાં ને પથ્થરો તરી જાય છે ! દેવડીએ દંડ પામે ચોર મૂઠી જારના; લાખ ખાંડી લૂંટનારા મહેફિલે મંડાય છે !”

(આભાર સહ: લેખક પૂર્વ આઈ.પી.એસ. રમેશ સવાણીના ફેસબુક વૉલ પરથી)

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર
મોબાઈલ પર બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે વૉટ્સએપ પર જોડાવા મેસેજ કરો.

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...