Homeહેલ્થકોરોના ગયો નથી ત્યાં ‘ફ્લોરોના’ આવી ગયો ! શું છે Florona...

કોરોના ગયો નથી ત્યાં ‘ફ્લોરોના’ આવી ગયો ! શું છે Florona ?

-

એક તરફ વિશ્વ આખું કોરોના મહામારી (Pandemic) સામે લડી રહ્યું છે, એવામાં નવા વેરિઅન્ટ ઑમિક્રોને (Omicron) હાહાકાર મચાવ્યો છે. ત્યારે બીજી તરફ ઈઝરાયલમાં એક નવી બિમારીનો કેસ સામે આવ્યો છે. આ બિમારીનું નામ ફ્લોરોના (Florona) છે જેનો પ્રથમ કેસ ઈઝરાયલમાં (Israel) મળી આવ્યો છે. આ બિમારી (Disease) કોરોના (Corona) અને ઈન્ફ્લુએન્ઝાનું (Influenza) મિશ્રિત સંક્રમણ (Virus) છે.

આ માહિતીનો ખુલાસો ઈઝરાયલના એક અખબાર ‘Yediot Ahronot’ છે. આ અખબારના અહેવાલમાં જણાવ્યું છે કે, આ રૈબિન મેડિકલ સેન્ટરમાં બાળકને જન્મ આપનારી એક મહિલામાં આ મિશ્રિત સંક્રમણનો પ્રથમ કિસ્સો નોંધાયો છે.  

ઈઝરાયલના સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આ મામલે અભ્યાસ હાથ ધરવામાં આવ્યો છે. હાલ સુધી એ સ્પષ્ટ નથી થયુ કે બે પ્રકારની મિશ્રિત બિમારીના કારણે વધારે ગંભીર બિમારી પેદા થઈ શકે છે. સ્વાસ્થ્ય અધિકારીઓનું અનુમાન છે કે અન્ય દર્દીઓમાં પણ ‘ફ્લોરોના’ હાજર હોય શકે છે પરંતુ બની શકે કે તે તપાસ નહીં થયા હોવાથી સામે ન આવ્યા હોય.

ઈઝરાયલ નાગરિકોને કોરોના સામેની રસી આપવામાં ખુબ આગળ ચાલી રહ્યું છે. ત્યાં રસીના ચોથા ડોઝ સુધીનું કામ થઈ ચુક્યું છે. જેની તૈયારી અને અભ્યાસ માટે રાજધાની તેલ અવીવ ખાતે શિબા મેડિકલ સેન્ટરમાં 150 સ્વાસ્થ્યકર્મીઓ પર પરિક્ષણની શરૂઆત થઈ. આ કર્મચારીઓને ઑગસ્ટમાં બુસ્ટર (ત્રીજો) ડોઝ અપાઈ ચૂક્યો હતો, તેમને ફાઈઝર અને બાયોનટેક રસીનો ચોથા ડોઝ આપવા આવી રહ્યો છે.

આ બાબતે શિબા મેડિકલ સેન્ટરના પ્રોફેસર જૈકબ લાવીએ મીડિયાને જણાવ્યું હતું કે, ‘આશા રાખીએ છીએ કે અમે સાબિત કરી બતાવશું કે ચોથા ડોઝથી ખરેખર ઑમિક્રોનથી સુરક્ષા મળી શકે છે અને તે ખુબ જરૂરી છે.’

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...