Homeઆંતરરાષ્ટ્રીયવિનાશક પૂર/ ભયંકર વરસાદને કારણે પૂરમાં 300 લોકોના મૃત્યુ, મકાન અને વાહન...

વિનાશક પૂર/ ભયંકર વરસાદને કારણે પૂરમાં 300 લોકોના મૃત્યુ, મકાન અને વાહન તબાહ

-

દેશ દુનિયાના સમાચાર : સાઉથ આફ્રિકાના ડરબન Durban શહેર તેમજ પૂર્વના વિસ્તાર ક્વાઝુલુ અને નાતાલમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને કારણે આવેલા ભયંકર પૂરમાં 300 કરતા વધારે લોકોના મૃત્યુ થયાના અહેવાલ છે. ભયંકર પૂરે સર્જેલી તારાજીમાંથી ઉગર્યા નથી ત્યાં આગાહી કરવામાં આવી છે કે હજૂ આગામી દિવસોમાં વાવાઝોડાં સાથે વરસાદ ચાલુ રહેશે. હાલ મૃતકોના ચોક્કસ આંકડા મળી શકે તેમ નથી પરંતુ સરકારી અધિકારીઓનું અનુમાન છે મૃતકોનો આંક હજૂ વધારે હોય શકે છે.

ભારે વરસાદને પગલે સાઉથ આફ્રિકા South Africa માં જાણે તબાહી વરસી હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. ભયંકર પૂરના કારણે કેટલાક મકાનો અને ઈમારતો પણ તબાહ થયા છે. સાથે જ માર્ગોના પણ ધોવાય થઈ જતા પરિવહનની પણ મુશ્કેલી સર્જાય તેવી ભીતી છે. ઈથેક્વિની મેટ્રોપોલિટન વિસ્તારમાં જ 5.2 કરોડ ડોલરના નુકશાનનું મેયર કુંડાએ મીડિયાને જણાવ્યું છે.

પૂરના કારણે 120 શાળાઓમાં પણ પાણી ફરી વળ્યા છે પરિણામે 26 કરોડ ડોલરના નુકશાન થયુ હોવાનું અનુમાન છે. સાથે જ 18 જેટલા વિદ્યાર્થીઓ પણ પૂરના કારણે મોતને ભેટ્યા છે.  મૃતક વિદ્યાર્થીના આંકડા બાબતે શિક્ષણમંત્રી મોશેગાએ નિવેદન આપ્યું છે. હાલ અસરગ્રસ્ત પ્રાંતમા તમામ શાળાઓ બંધ રાખવામાં આવી છે.

Flood Video / ભયંકર વરસાદને કારણે પૂરમાં 300 લોકોના મૃત્યુ મકાન અને વાહન તબાહ

પૂરના કારણે અસરગ્રસ્તો બેહાલ છે અને સરકારી મદદની આશા રાખે છે. પરંતુ સરકાર દ્વારા કરાતી અપૂરતી મદદના આક્ષેપ સાથે ડરબનના રિઝર્વવાયર હિલ્સમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વિરોધ કરી રહેલા લોકોને હટાવવા માટે પોલીસે સ્ટેનગનનો ઉપયોગ કર્યાનું પણ એક અહેવાલ પરથી જાણવા મળે છે. મળતા અહેવાલો મુજબ રાહત અને બચાવ કામગીરી માટે સાઉથ આફ્રિકન નેશનલ ડિફેન્સ ફોર્સને અસરગ્રસ્ત વિસ્તારોમાં તૈનાત કરવામાં આવી છે.

Must Read

Whatsapp Group message

વોટ્સએપ ગ્રુપમાં મૂકેલા મેસેજ અંગે ઝઘડો કરી મહિલાને છાતીના ભાગે માર...

Upleta News update: રાજકોટના ઉપલેટામાં વોટ્સએપ ગ્રુપમાં(Whatsapp Group) મૂકેલા મેસેજ બાબતે ઝઘડો થયા હતો. જેમાં ફરિયાદી અને આરોપીઓને સમાજને લગતા મેસેજ મૂકવા બાબતે ઝઘડો...