Flight Accident Viral Video દેશ-દુનિયાના સમાચાર : ચાઇનામાં ગુરુવારે તિબેટ એરલાઈન્સના જેટ (Tibet Airlines plane)માં આગ લાગી. વિમાનના ટેક-ઓફ સમયે અકસ્માત સર્જાયો હતો. વિમાન બેકાબુ બનતા નિયંત્રણ બહાર જતું રહ્યું હતું અને રન વેથી ઘણું આગળ જતું રહ્યુ હતુ. સવારે ચોંગકિંગ (ચોંગકિંગ) એરપોર્ટ પર આ અકસ્માત સર્જાયો હતો. સ્થાનીક મીડિયાના અહેવાલ મુજબ આ દુર્ઘટનામાં 25 પ્રવાસીઓ ઈજાગ્રસ્ત થયા છે. આ વિમાનમાં કુલ 113 પ્રવાસીઓ સવાર હતા અને ચાલક દળના 9 ક્રુ મેમ્બર્સ પણ સામેલ હતા.
દુર્ઘટના બાદ વિમાનમાં સવાર પેસેન્જરને તાત્કાલીક બહાર કાઢવામાં આવ્યા અને ઘાયલોને સારવાર માટે હોસ્પિલટલ ખસેડવામાં આવ્યા હતો. અચાનક આગ લાગવાની આ ઘટનાના કારણની હજૂ સુધી કોઈ માહિતી સામે આવી નથી. વિમાન દુર્ઘટનાનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
ઘટનાના એક વિડીયો Video ફૂટેજમાં ચોંગકિંગ જિયાંગબેઈ આંતરરાષ્ટ્રીય હવાઈ અડ્ડે પર તિબેટ એરલાઈન્સ કે વિમાનના આગળના ભાગથી આગ લાગતી દેખાય છે.
Flight Viral Video- ટેક ઑફ સમયે જ વિમાનમાં લાગી આગ જૂઓ વિડીયો
સાથે જ આ વિમાનમાંથી ધુમાડાના ગોટે-ગોટા નિકળી રહ્યાં છે તે જોઈ શકાય છે.પ્લેનમાં સવાર પેસેન્જર એક નિકાસ માટેની સ્લાઈડના માઘ્યમથી ભાગવાનો પ્રયાસ કરતા જોઈ શકાય છે. દુર્ઘટનાને પગલે રન-વે બંધ કરી તાત્કાલીક આગ બુઝાવવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી.