Homeમનોરંજનપાંચ પોપટે એવું કામ કર્યું કે, પ્રાણીસંગ્રહાલય માંથી બહાર કાઢવા પડ્યા.

પાંચ પોપટે એવું કામ કર્યું કે, પ્રાણીસંગ્રહાલય માંથી બહાર કાઢવા પડ્યા.

-

ઘણીવાર તમે પોપટને માણસની ભાષામાં ગીત ગાતા જોયા હશે અથવા બોલતા જોયા હશે. પોપટ એક એવું પક્ષી છે જે માણસોની ભાષા બોલી શકે છે પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ બોલવાની કુશળતા ધરાવતા કેટલાક પોપટ પ્રાણી સંગ્રહાલયનું નાક કાપી નાખશે? હા આ વાત બિલકુલ સાચી છે. બ્રિટનમાં આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જ્યાં એક પ્રાણી સંગ્રહાલય માંથી 5 પોપટને દૂર કરવા કરવાની ફરજ પડી હતી કારણ કે તેઓ લોકોને ગંદી-ગંદી ગાળો આપવા લાગ્યા હતા.

Five African grey parrots removed lincolnshire wildlife park
Five African grey parrots removed lincolnshire wildlife park (credit – BBC)

આ પોપટ પ્રાણી સંગ્રહાલયમાં આવતા લોકો અને બાળકો સાથે ખૂબ જ ખરાબ રીતે વ્યહવાર કરવા લાગ્યા, જેના કારણે પ્રાણી સંગ્રહાલયને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. જો કે આ પોપટની હરકતોને જોતા તેમને તાત્કાલિક પ્રાણી સંગ્રહાલયમાંથી દૂર કરવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ પાંચેય પોપટ થોડા સમય માટે ક્વોરેન્ટાઈનમાં સાથે હતા ત્યારપછી તેમનામાં આ બદલાવ જોવા મળ્યો.

બ્રિટનના લિંકનશાયર વાઇલ્ડલાઇફ પાર્કમાં થોડા દિવસો પહેલા પાર્કના અધિકારીઓએ એરિક, જેડ, એલ્સી, ટાયસન અને બિલી નામના આ પાંચ ગ્રે પોપટને અલગ-અલગ લોકો પાસેથી ઝડપી લીધા હતા અને ત્યારબાદ આ પાંચેયને એક જ પાંજરામાં એકસાથે ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા હતા અને તેને સાથે રાખવાનો નિર્ણય કર્યો હતો. થોડા દિવસોમાં આ પોપટની ફરિયાદો અધિકારીઓ સુધી પહોંચવા લાગી.

Five African grey parrots removed lincolnshire wildlife park
Five African grey parrots removed Lincolnshire wildlife park image (Credit – BBC)

પાર્કના કર્મચારીઓના જણાવ્યા અનુસાર પહેલા આ પોપટ એકબીજાને અપશબ્દો બોલતા હતા અને ત્યાર બાદ તેઓ ત્યાં આવેલા લોકો સાથે દુર્વ્યવહાર કરવા લાગ્યા હતા. પાર્કના અધિકારીઓનું કહેવું છે કે આ પોપટ કદાચ સાથે રહેતાં એકબીજા સાથે દુર્વ્યવહાર કરતાં શીખ્યા હશે.

આ અંગે વાઇલ્ડ લાઇફ પાર્કના ચીફ એક્ઝિક્યુટિવ સ્ટીવ નિકોલ્સે કહ્યું કે અહીં દરેકને આશ્ચર્ય છે કે આ પોપટ દુર્વ્યવહાર કરી રહ્યા હતા. અહીં આવતાં બાળકોની અમને થોડી ચિંતા હતી તેણે કહ્યું કે જ્યારે અહીં આવતા લોકો પોપટની અપશબ્દો સાંભળીને હસવા લાગ્યા ત્યારે આ પોપટને વધુ પ્રોત્સાહન મળ્યું અને તેઓ પહેલા કરતા વધુ ગાળો બોલવા લાગ્યા.

પાર્કના અધિકારીઓના જણાવ્યા અનુસાર લોકો પોપટની વાત સાંભળીને હસતા હતા અને લોકો જેટલા હસતા હતા તેટલી જ વધુ ગાળો આપતા હતા. આ પછી પાર્કમાં આવતા બાળકોને ધ્યાનમાં રાખીને અમે આ પોપટને ત્યાંથી દૂર કરવા પડ્યા. આશા છે કે વિદાય થયા પછી આ પોપટ કેટલાક નવા શબ્દો શીખશે અને દુરુપયોગ કરવાનું બંધ કરશે.

Must Read