Homeગુજરાતમહેફિલમાં હત્યા ! ફાર્મના માલિકની હત્યા; મિત્રો સાથેનો ડખો હત્યા સુધી પહોંચ્યો

મહેફિલમાં હત્યા ! ફાર્મના માલિકની હત્યા; મિત્રો સાથેનો ડખો હત્યા સુધી પહોંચ્યો

-

Parvin maniya murder at Samrajya Farm Gandhinagar: City news in Gujarati

તા.18: ગાંધીનગરના (Gandhinagar) સરગાસણ પાસે આવેલા હડમતીયા ગામ ખાતે ફાયરિંગ કરી હત્યાની ઘટના સામે આવી છે. ગઈકાલે શુક્રવારે મોડી રાત્રે હડમતીયા ખાતે ફાર્મહાઉસ પર મળેલા મિત્રો વચ્ચે કોઈ બાબતે ઝગડો થયો હતો. બાદમાં ફાયરિંગ (Firing) થતા ઝગડાએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યુ હતું. આ પ્રકરણમાં જમીન લે-વેચના વ્યવસાય સાથે સંકળાયેલા પ્રવિણ માણિયાની (Parvin Maniya) હત્યા (Murder) થઈ હતી.

પ્રવિણ માણિયા વિધાનસભાની ચૂંટણી લડી ચૂક્યા છે

અત્રે ઉલ્લેખનીય છે કે મૃતક પ્રવિણ માણિયા કોંગ્રેસમાંથી ભાવનગર વિધાનસભાની ચૂંટણી પણ લડી ચૂક્યા છે. ગાંધીનગરના સરગાસણ પાસે આવેલા હડમતીયાના “સામ્રાજ્ય” નામના ફાર્મ હાઉસ ખાતે ફાયરિંગ થયા હતા તેવા અહેવાલો મળી રહ્યાં છે.

શુક્રવારે રાત્રે ડખા બાદ ખેલાયેલા આ ફાયરિંગના ખેલમાં બિલ્ડરનું પ્રવિણ માણિયાની હત્યા થઈ હતી. આ ફાર્મ હાઉસ પર જ પાટીદાર આંદોલનના આગેવાનો પણ મળતા અને મીડિયાને સંબોધન કરતા હતા તેવા પણ અહેવાલો મળી રહ્યાં છે. એક રાઉન્ડ ફાયર થયું તેમાં પ્રવિણ માણિયાની હત્યા થઈ તેવા પ્રાથમિક અહેવલો મળી રહ્યાં છે.

Must Read