35 C
Ahmedabad

નજીવી બાબતે SBI બેંકમાં ફાયરિંગ મહિલા ઈજાગ્રસ્ત: અમદાવાદ

Published:

Firing in SBI Bank Ahmedabad અમદાવાદ : અમદાવાદના એરપોર્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતી SBI બેંકના સિક્યુરિટી ગાર્ડ દ્વારા ફાયરિંગની ઘટના સામે આવી છે. અમદાવાદમાં બેંકમાં ફાયરિંગની ઘટના સામે આવતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. ગાર્ડ દ્વારા કરવામાં આવેલા ફાયરિંગની ઘટનામાં એક મહિલા ઘાયલ થયા અહેવાલ છે. મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે પોલીસે એક્સ આર્મીમેન ગાર્ડ સામે ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, અમદાવાદના એરપોર્ટ પોલીસ સ્ટેશન (Airport Police Station) વિસ્તારમાં આવેલી SBI બેંકમાં આ ફાયરિંગની ઘટના બની હતી. જેમાં બેંકમાં સિક્યુરીટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા પૂર્વ આર્મી જવાન સાથે બેંકમાં આવેલી મહિલાને ખુરશી પર બેસવાની બાબતે તકરાર થઈ હતી. જેથી ગુસ્સે થયેલા સિક્યુરીટી ગાર્ડે પોતાની પાસે રહેલી ગનમાંથી ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગના કારણે મહિલા ઈજાગ્રસ્ત થતા તાત્કાલીક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

એરપોર્ટ પોલીસ સ્ટેશનને ઘટનાની જાણ થતા જ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા. પોલીસે સિક્યુરીટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા પૂર્વ આર્મીમેનને કોર્ડ કરી કાર્યવાહી કરી હતી. પોલીસે સિક્યુરીટી ગાર્ડ સામે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

Related articles

Recent articles