Homeમનોરંજનવિદેશી ફેશનના ગાઉનમાં થઈ પરેશાન દેશી અભિનેત્રીઓ કોઈનું ગાઉન ફંસાયું તો કોને...

વિદેશી ફેશનના ગાઉનમાં થઈ પરેશાન દેશી અભિનેત્રીઓ કોઈનું ગાઉન ફંસાયું તો કોને હાઈ હિલથી પરેશાની

-

Fashion News in Gujarati : છેલ્લા કેટલાક દિવસોમાં બોલિવૂડ અભિનેત્રી Bollywood Celebrityઓ સાથે કેટલીક અજીબોગરીબ ઘટનાઓ જોવા મળી રહી છે. કાન્સથી લઈને કરણ જોહરની પાર્ટી, બોલિવૂડની અભિનેત્રીઓ વિદેશી ફેશનની પાછળ દોટના કારણે થોડી અસહજ રહી છે. જેમાં ફેશનેબલ વસ્ત્રોને કારણે કોઈનું ગાઉન પગમાં ફસાઈ ગયું તો કોઈ એક્ટ્રેસની હીલ્સે તેને ચાલવું મુશ્કેલ કરી દીધું. આ રીતે ફેશન Fashionને લઈને મોટા મંચો પર કેટલીક ગડબડ થતી જોવા મળી હતી.

આ ગડબડના વિડીયો સામે આવતા સોશિયલ મીડિયા પર હેડલાઇન્સની જેમ વિડીયો ચમક્યા Treading Video હતા. આ ગડબડીમાં સામેલ સ્ટાર્સમાં દીપિકા પાદુકોણ, રશ્મિકા મંદન્ના અને અનન્યા પાંડેનું નામ મુખ્ય રીતે લઈ શકાય છે. આવો જોઈએ કેવી રીતે આ અભિનેત્રીઓ પરેશાન થઈ ગઈ હતી.

Bollywood actress Viral Video વિડીયો- ફેશનના ગાઉનમાં થઈ પરેશાન 3 અભિનેત્રીઓ…

  • દીપિકા પાદુકોણનું ગાઉન

દીપિકા પાદુકોણને કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ [Canes Film Festival] માં જ્યુરી મેમ્બર બનવાની ખાસ તક મળી છે. ત્યારે દીપિકા અન્ય સાથી જ્યુરી મેમ્બર સાથે રેડ કાર્પેટ Red Carpet પર ચાલતી હતી, દરમિયાન તેના ઓરેન્જ કલરના ગાઉન [Orange Gown] એ તેને પરેશાન કરી દીધી હતી. તે ગાઉન તેના પગની આસપાસ ગુંચવાઈ રહ્યો હતો. આ કારણે તે ખૂબ જ અસહજતા અનુભવ કરતી જોવા મળી હતી. દીપિકા પાદુકાણ Dipika Padukoneનો આ વિડીયો ખૂબ વાયરલ Viral થયો હતો.

  • રશ્મિકા મંડન્નાની મુશ્કેલીઓ

કરણ જોહર [Karan Johar] ના 50માં જન્મદિવસના અવસર પર પુષ્પાની શ્રીવલ્લી પણ પહોંચી હતી. તેણે બ્લેક ગાઉન [Black Gown] પહેર્યું હતું અને તે ખૂબ જ સ્ટાઇલિશ અંદાજમાં આવી હતી. પરંતુ અહીં પણ વિદેશી ફેશન તેમના માટે માથાનો દુખાવો બની ગઈ હતી. તેને ગાઉનમાં ચાલવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ વાત વીડિયોમાં અનુભવી શકાય છે.

  • અનન્યા પાંડેની હિલ

બોલિવૂડ એક્ટર ચંકી પાંડેની દીકરી અનન્યા પાંડે પણ કરણ જોહરની બર્થડે પાર્ટી [Karan Johar’s Birthday Party]માં પહોંચી હતી. તેણે ગોલ્ડન કલરનો ગાઉન [Golden Gown] પહેર્યો હતો. તે સમયે અનન્યા [Ananya Panday] થોડી સાવચેતી સાથે ડરીને ચાલતી હોય તેમ જણાતું હતું. તેની આ વાતે સોશિયલ મીડિયા પર લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. તેના ચાહકોએ આ માટે અનન્યાના સેન્ડપલની  હીલ્સને જવાબદાર ઠેરવી હતી. કારણ કે ફેશન અહીં પણ માથાનો દુખાવો બનીને આવી.

Must Read