Homeરાષ્ટ્રીયFarmers Protest -પોલીસે કિસાન આંદોલન સ્થળ પરના રસ્તા ખોલવાનું ચાલુ કર્યું.

Farmers Protest -પોલીસે કિસાન આંદોલન સ્થળ પરના રસ્તા ખોલવાનું ચાલુ કર્યું.

-

Farmers Protest પોલીસ ગાઝીપુર બોર્ડર(Ghazipur border) પર બેરિકેડિંગ હટાવી(Removing barricades) રહી છે, પોલીસે ઉત્તર પ્રદેશથી દિલ્હી સુધીના બેરીકેટ્સ હટાવવાનું કામ શરૂ કરી દીધું છે.

દિલ્હી પોલીસે ગુરુવારથી ટિકરી બોર્ડર અને ગાઝીપુર બોર્ડર પર લગાવેલા નાકાબંધી હટાવવાનું શરૂ કર્યું છે. જ્યાં ખેડૂતો કેન્દ્ર દ્વારા લાવવામાં આવેલા ત્રણ કૃષિ કાયદાઓ સામે છેલ્લા 11 મહિનાથી વિરોધ કરી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આગામી દિવસોમાં રસ્તો ખુલ્લો કરવામાં આવશે. ગુરુવારે એવી માહિતી મળી હતી કે ટિકરી બોર્ડર પર લગાવવામાં આવેલી નાકાબંધી હટાવવામાં આવી રહી છે, જ્યારે શુક્રવારે એવી માહિતી મળી હતી કે પોલીસ ગાઝીપુર બોર્ડર પર પણ બેરિકેડ હટાવી રહી છે.

આ રસ્તાઓ ઉપર આવેલા બેરીકેટ દુર કરવાથી સામાન્ય લોકોને રાહત મળવાની આશા છે. હાલમાં ટિકરી બોર્ડર પર એક તરફનો રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ ગાઝીપુર બોર્ડર પર ખેડૂતોના વિરોધ પ્રદર્શનના સ્થળેથી પોલીસ બેરિકેડિંગ હટાવી રહી છે. હાલ પોલીસે ઉત્તર પ્રદેશથી દિલ્હી સુધીના બેરીકેટ્સ હટાવવાનું શરૂ કરી દીધું છે. દિલ્હી ગેટની નીચેના બેરીકેટ પણ હટાવવામાં આવી રહ્યા છે, પરંતુ હજુ સુધી રસ્તો ખૂલ્યો નથી. રાકેશ ટિકૈત પહેલા જ કહી ચુક્યા છે કે અમને વન-વે રોડ ખોલવામાં આવે તો કોઈ વાંધો નથી.

ન્યૂઝ એજન્સી ANI અનુસાર, દિલ્હી બોર્ડર પાસે ગાઝીપુર બોર્ડર પર ખેડૂતોના વિરોધ સ્થળ પર પોલીસે બેરિકેડિંગ હટાવી દીધા. એક પોલીસ અધિકારીએ કહ્યું, “સરકારનો આદેશ છે, તેથી અમે બેરિકેડ્સને હટાવીને રસ્તો ખોલી રહ્યા છીએ.”

સમાચાર એજન્સી પીટીઆઈ-ભાષા અનુસાર, એક અધિકારીએ જણાવ્યું કે ટિકરી બોર્ડર પર આઠમાંથી ચાર સ્તરના બેરીકેટ દૂર કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે સિમેન્ટના મોટા બ્લોકની નાકાબંધી હજુ પણ છે અને મુસાફરોની અવરજવર માટે રસ્તો બંધ છે. સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા વીડિયોમાં JCB મશીનો ટિકરી બોર્ડર પર નાકાબંધી હટાવતા જોઈ શકાય છે. આ રસ્તો ટૂંક સમયમાં ટ્રાફિક માટે ખુલ્લો કરવા માટે કરવામાં આવ્યું છે.

Must Read