Homeરાષ્ટ્રીયખેડૂત નેતા ટિકૈતનો સંઘ પર પ્રહાર, દેશમાં સરકારી તાલિબાન, ગોડસેનું મંદિર બનાવવા...

ખેડૂત નેતા ટિકૈતનો સંઘ પર પ્રહાર, દેશમાં સરકારી તાલિબાન, ગોડસેનું મંદિર બનાવવા માગે છે

-

આ વાતને ભૂલવામાં આવશે નહીં. અમે તો સમગ્ર જીવન લડાઈ લડ્યાં છીએ. તમે તો અંગ્રેજો વિરૂધ્ધ પણ નથી લડ્યાં તેમજ મુગલો સામે પણ તમે નથી લડ્યાં. આમ તેમને આરએસએસ સંઘને નિશાને લઈ પ્રહાર કર્યો હતો.

સરકાર આંદોલનમાં કત્લેઆમ ઈચ્છતી હતી, ખેડૂત નેતા રાકેશ ટિકૈતનો ગંભીર આરોપ – Farmers protest news in Gujarati

હરિયાણાના કરનાલ ખાતે ખેડૂતો પર કરવામાં આવેલા લાઠીચાર્જ પર ખેડૂત આંદોલનના આગેવાન અને ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈતે ભાજપ સરકાર પર ગંભીર આરોપ કર્યા છે. એ ખેડૂતો સભામાં ટિકૈતે જણાવ્યું કે, સરકાર દ્વારા કરવામાં આવેલ લાઠીચાર્જ કરાવી યોગ્ય કર્યું નથી.

આ વાતને ભૂલવામાં આવશે નહીં. અમે તો સમગ્ર જીવન લડાઈ લડ્યાં છીએ. તમે તો અંગ્રેજો વિરૂધ્ધ પણ નથી લડ્યાં તેમજ મુગલો સામે પણ તમે નથી લડ્યાં. આમ તેમને આરએસએસ સંઘને નિશાને લઈ પ્રહાર કર્યો હતો.

સંઘ પર પ્રહાર કરતા રાકેશ ટિકૈતે કહ્યું કે તમે તો મહાત્મા ગાંધીની હત્યાયારાને પુજો છો. તેમનો આરએસએસ સાથે શું સબંધ છે ? આ આરએસએસના લોકો ગોડસેનું મંદિર બનાવવા માગે છે. તેમના આરએસએસ સાથે શું સબંધ છે ? જે મહાત્મા ગાંધીના હત્યારાની પુજા કરે તે કેવી રીતનો રાષ્ટ્રવાદ છે ?

ટિકૈતે મેઘાલયના રાજ્યપાલ સત્યપાલ મલિકના વખાણ કર્યા અને જણાવ્યું કે, જો બનવું જ હોય તો સત્યપાલ મલિક જેવા બનો કે જે રાજ્યપાલ હોવા છતાં પણ કહી શકે છે કે મુખ્યમંતર્ ખટ્ટરએ ખેડૂત પર લાઠીચાર્જ કરી ખોટું કર્યું છે. અત્રે ઉલ્લેખનિય છે કે ટીવી ચેનલના ઈન્ટરવ્યુંમાં સત્યપાલ મલિકે આ મુદ્દે હરિયાણા સરકારની આકરી ટિકા કરી હતી તેમજ 600 ખેડૂતોના મૃત્યુ મુદ્દે પણ ટિકા કરી હતી.

હરિયાણાના અધિકારી આયુષ સિન્હા મુદ્દે રાકેશ ટિકૈતે જણાવ્યું કે, તે તો આરએસએસનો માણસ છે અને આઈએએસ બની ગયો છે. સરકારી તાલિબાનીઓ દેશમાં ઘુસી ગયા છે. જો તમે અમને ખાલીસ્તાની કહેશો તો તમને અમે સરકારી તાલિબાનીઓ કહેશું. ઉગ્ર રીતે તેમને જણાવ્યુ હતું કે તાલિબાનમાં કમાન્ડર કરનાલમાં છે ખેડૂતો માફ નહીં કરે.

Must Read

women caught with drug mumbai airport

આ રીતે છુપાવ્યું હતું મહિલાએ 5 કરોડનું ડ્રગ મુંબઈ એરપોર્ટ પર...

Gujarati news : ડ્રગ્સ માફીયા ભારતમાં નશાનો કારોબાર કરવા માટે વિવિધ રસ્તા શોધી ડ્ર્ગ ઘુસાડી રહ્યાં છે. ત્યારે દેશભરમાં ડ્ર્ગ માફીયા અને પેડલર્સને પકડી...