Friday, May 13, 2022

ખેડૂતોની માંગણી/પાટનગરમાં ખેડૂતોના ટ્રેક્ટર ગાજ્યા, વિધાનસભાના દરવાજે ધારાસભ્યોનું પ્રદર્શન

આજના તાજા સમાચાર ખેડૂત આંદોલન Farmer Protest ગુજરાત Gujarat ગાંધીનગર Gandhinagar : રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી ખેડૂતો વિજળી માટે અવાજ ઉઠાવી રહ્યાં છે, કારણ કે ખેડૂતોના મુદ્દે રાજકિય નેતાઓના વચન ઠાલા રહ્યાં છે. ત્યારે ખેડૂતો હવે પોતાના હક્કની લડાઈ માટે વિવિધ વિસ્તારોમાં પ્રદર્શન કરી સરકાર સુધી અવાજ પહોંચાડી રહ્યાં છે. ભારતીય કિસાન સંઘ ની આગેવાનીમાં ખેડૂતોની અને ખેતીની વિવિધ માંગણીઓને લઈ એક ખેડૂત રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું.

ખેડૂત આંદોલન ગુજરાત – પાટનગરમાં ખેડૂતોના ટ્રેક્ટર ગાજ્યા વિધાનસભાના દરવાજે ધારાસભ્યોનું પ્રદર્શન

ખેડૂત સમાચાર : આજરોજ ભારતીય કિસાન સંઘની આગેવાનીમાં રાજ્યના ખેડૂતો મોટી સંખ્યામાં ગાંધીનગર પહોંચ્યા હતા. જેમાં ખેડૂતો દિલ્હીના કિસાન આંદોલનની જેમ ટ્રેક્ટર સાથે પહોંચ્યા હતા. પેથાપુર તરફથી ગાંધીનગરમાં ખેડૂતોએ પ્રવેશ મેળવ્યો હતો. દરમિયાન પોલીસ સાથે ચકમક ઝરીના દ્રશ્યો જોવા મળ્યા હતા. ખેડૂતોને અટકાવવા પોલીસે કાર્યવાહી કરતા ખેડૂતો ગીન્નાયેલા જોવા મળ્યા હતા.

રાજ્યના પાટનગર ગાંધીનગરમાં પ્રવેશ માટે પેથાપુર પાસેના માર્ગ પર ભારે ચક્કાજામના દ્રશ્યો સર્જાયા હતા. જેમાં લોખંડી પોલીસ બંદોબસ્ત હોવાથી પોલીસ અને ખેડૂતો વચ્ચે સામાન્ય ઘર્ષણ પેદા થયું હતું. પરંતુ પોલીસ બંદોબસ્ત સાથે ખેડૂતો પોતાની માંગણી સાથે UGVCL કચેરી ખાતે પહોંચ્યા હતા.

ખેડૂતોની માંગણી છે કે, તેમને 8 કલાક વીજળી અને એ પણ જૂના સમયે મળતી તે સમયે જ મળે. તેમજ ખેતીના વીજ મીટર હટાવી સમાન વીજદર કરવામાં આવે. સાથે સરકાર પર પ્રહાર કરતા ખેડૂતોએ સરકારની ખેતીલક્ષી નિતીને ખેડૂતો માટે ઘાતક ગણાવી હતી.

દરમિયાન કોંગ્રેસી ધારાસભ્યો પણ ખેડૂતોની માંગણીના સમર્થનમાં આવી ગયા હતા. કોંગ્રેસના 10 ધારાસભ્યો એ ખેડૂતોની માંગણીને લઈ વિધાનસભાના દરવાજે જ વિરોધનો મોર્ચો માંડી બેસી ગયા હતા. આ વિરોધમાં પુંજા વંશ, ભીખા જોશી, શિવાભાઇ ભુરિયા, લલિત વસોયા, રઘુ દેસાઇ, કિરીટ પટેલ સહિતના ધારાસભ્યો બેઠેલા જોવા મળ્યા હતા.

જૂઓ વીડિયો- કુતરાને બચાવવા માણસ તો ન ગયા પણ ગૌ માતા પહોંચી

- Advertisment -

Must Read

sri lanka new pm ranil Ranil Wickremesinghe gujarati news breaking

શ્રીલંકાના નવા પ્રધાનમંત્રી તરીકે સંસદમાં 1 બેઠક ધરાવતા રાનિલ વિક્રમસિંઘેની નીમણૂક

Gujarati News Live કોલંબો: શ્રીલંકાના રાષ્ટ્રપતિએ આજરોજ ગુરુવારે વરિષ્ઠ નેતા રાનિલ વિક્રમસિંઘેને નવા વડા પ્રધાન તરીકે શપથ...