Homeરાજકારણજંતર મંતર પર ખેડૂતોની સંસદ શરૂ, જૂઓ રાકેશ ટિકૈતે આ બાબતે...

જંતર મંતર પર ખેડૂતોની સંસદ શરૂ, જૂઓ રાકેશ ટિકૈતે આ બાબતે શું કહ્યું

-

કૃષિ કાયદા વિરૂધ્ધ ચાલી રહેલા ખેડૂત આંદોલનનો નવો તબક્કો ગુરુવારે શરૂ થયો. દિલ્હીના(delhi) જંતર-મંતર ખાતે ખેડૂત વિરોધકારો દ્વારા કિસાન સંસદની શરૂઆત કરવામાં આવી છે. ખેડૂત સંગઠનો અનુસાર જ્યાં સુધી સંસદનું ચોમાસુ સત્રચાલુ રહેશે ત્યાં સુધી તેઓ અહીં રોજ ખેડૂત સંસદનું આયોજન કરશે.

ગુરુવારે સવારે, સિંઘુ, ટિકરી અને ગાઝીપુર સીમાથી બસોમાં ભરીને ખેડુતોનો એક જૂથ જંતર-મંતર પહોંચ્યો હતો. દિલ્હી પોલીસ દ્વારા જંતર મંતર પર માત્ર 200 ખેડૂતોને વિરોધ કરવાની મંજૂરી આપવામાં આવી છે. આ ખેડુતો સવારે 11 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી અહીં પ્રદર્શન કરી શકશે.

જંતર-મંતર પહોંચ્યા બાદ ખેડૂત નેતા રાકેશ ટીકૈતે કહ્યું કે અમે અહીં અવાજ ઉઠાવશું, વિપક્ષ સંસદની અંદર અમારો અવાજ બને. પંજાબી ફિલ્મ અભિનેત્રી સોનિયા માન પણ જંતર-મંતર ખાતેની ખેડૂત સંસદમાં પહોંચી, તેમણે કહ્યું કે અમારો અભિયાન સરકાર સુધી પહોંચવાનો છે, આ લડત સંસદથી લઈ રસ્તા સુધી ચાલુ રહેશે.

ખેડૂત નેતા શિવ કુમારના જણાવ્યા મુજબ ખેડૂત સંસદમાં ત્રણ સ્પીકર્સ, ત્રણ ડેપ્યુટી સ્પીકર બનાવવામાં આવ્યા છે. દરેકને 90 મિનિટ મળી છે, એક સ્પીકર સાથે એક ડેપ્યુટી હાજર રહેશે.

પ્રદર્શનકારીઓ સાથે ઉપસ્થિત રહેલા યોગેન્દ્ર યાદવે કહ્યું કે ફરી એકવાર પોલીસ દ્વારા બસોની તપાસ કરવામાં આવી રહી છે, જેના કારણે ખેડૂત જંતર-મંતર સુધી પહોંચવામાં મોડુ થયા છે. અન્ય ખેડૂત નેતાઓએ જણાવ્યું હતું કે, દિલ્હી પોલીસ અને સરકાર વારંવાર તેમના વચનોથી બદલી રહી છે અને રસ્તામાં ખેડૂતોને પરેશાન કરે છે.

ખેડુતોના વિરોધ વચ્ચે કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમારે જણાવ્યું હતું કે અમે ખેડૂતો સાથે વાટાઘાટો કરવા તૈયાર છીએ, અગાઉ પણ અમે વાતો કરી હતી. મોદી સરકાર ખેડૂતની હિતેચ્છુ છે.

વિવિધ વિસ્તારોમાં સુરક્ષા વધારી
ખેડૂતોના પ્રદર્શનને ધ્યાનમાં રાખીને દિલ્હીમાં ટીકરી, સિંઘુ, ગાઝીપુર સરહદ અને જંતર-મંતર પર સુરક્ષા વધારવામાં આવી છે. પ્રદર્શન શરૂ થાય તે પહેલા જ વિવિધ વિસ્તારના ખેડુતો દિલ્હી પહોંચવાનું શરૂ કરી દીધા છે. ખેડુતોની મોટી ટુકડી બસો દ્વારા જંતરમંતર પહોંચી રહી છે. અહીં સવારે 11 થી સાંજના 5 સુધી ખેડુતો સંસદ યોજી શકશે.

‘જ્યાં સુધી સંસદ ચાલશે, ત્યાં સુધી અમે અહીં રહીશું’

ખેડૂત નેતા રાકેશ ટીકૈતે ગુરુવારે સવારે ગાજીપુર બોર્ડરથી સિંઘુ બોર્ડર તરફ રવાના થયા. રાકેશ ટીકૈતેના જણાવ્યા અનુસાર, પહેલા બસો સિંઘુ બોર્ડર પર જશે. રાકેશ ટીકૈતે કહ્યું કે છેલ્લા આઠ મહિનાથી અમારો સંઘર્ષ ચાલી રહ્યો છે. અમે શાંતિપૂર્ણ રીતે સરકાર સમક્ષ અમારા મુદ્દાઓ રાખવા માંગીએ છીએ. ખેડૂત નેતાએ કહ્યું કે જ્યાં સુધી સંસદનું અધિવેશન છે ત્યાં સુધી અમે જંતર મંતર ખાતે જ અમારી ખેડૂત સંસદ ચલાવીશું.

ખેડૂત નેતા પ્રેમસિંહ ભંગુ કહે છે કે અમારું આગલું લક્ષ્ય ઉત્તરપ્રદેશ છે. તે 5 સપ્ટેમ્બરથી શરૂ થશે, અમે ભાજપને અલગ કરવા માગીએ છીએ. ત્રણેય કૃષિ કાયદાને પાછો ખેંચવા સિવાય કોઈ રસ્તો નથી.

ખેડુતોએ જંતરમંતરમાં આવવાની ઘોષણા કરી દીધી હતી. આવી સ્થિતિમાં, દિલ્હી પોલીસ સાથે ચર્ચાઓ ચાલી રહી હતી, પાછલા દિવસે ડીડીએમએ 200 ખેડૂતોને વિરોધ કરવાની મંજૂરી આપી હતી. આ ખેડુતો 5 બસોમાં જંતરમંતર પહોંચશે, સાંજે 5 વાગ્યા સુધી રોકાશે. આ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે, સીસીટીવી પર પણ નજર રાખવામાં આવી રહી છે.

Must Read