Homeરાષ્ટ્રીયખેડૂતોએ આંદોલન પાછું ખેંચ્યું, જાણો ક્યાર થી થશે હરિયાણામાં ડાંગરની ખરીદી

ખેડૂતોએ આંદોલન પાછું ખેંચ્યું, જાણો ક્યાર થી થશે હરિયાણામાં ડાંગરની ખરીદી

-

ખેડૂતોએ આંદોલન પાછું ખેંચ્યું, હરિયાણામાં ડાંગરની ખરીદી થશે શરૂ -Farmers hold protests across Punjab Haryana over delay in purchasing paddy

મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરએ જાહેરાત કરી

હરિયાણામાં ડાંગર અને અન્ય ખરીફ પાકની ખરીદી રવિવારથી શરૂ થશે. મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે શનિવારે આ જાહેરાત કરી હતી. તેમની જાહેરાત બાદ સંયુક્ત કિસાન મોરચાએ સરકાર સામે આંદોલન કરવાનો નિર્ણય પાછો ખેંચી લીધો છે.

મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરએ કહ્યું,

કાલથી ડાંગરની ખરીદી શરૂ થશે. આ અંગેનો નિર્ણય કેન્દ્ર સરકાર સાથે વાતચીત બાદ લેવામાં આવ્યો છે. ખેડૂતોની માંગણી પૂરી થઈ છે, તેથી હવે આંદોલન કરવાનું કોઈ કારણ બાકી નથી.

કેન્દ્રીય કૃષિ ગ્રાહક મંત્રી

અશ્વિની ચૌબેએ કહ્યું કે, ‘હરિયાણા સરકારના મુખ્યમંત્રી અને સાંસદો મળવા આવ્યા હતા. રવિવારથી હરિયાણામાં ડાંગર અને અન્ય ખરીફ પાકની ખરીદી શરૂ થશે. પંજાબમાં ડાંગરની ખરીદી પહેલાથી જ ચાલી રહી છે. હવે બંને રાજ્યોના ખેડૂતોને કોઈ સમસ્યાનો સામનો નહીં કરવો પડે.

સરકારના આ નિર્ણય પહેલા પંજાબ અને હરિયાણાના ખેડૂતોએ ડાંગરની ખરીદીમાં વિલંબને લઈને શનિવારે ઘણી જગ્યાએ પ્રદર્શન કર્યું હતું. આ પ્રદર્શન માટે કોલ સંયુક્ત કિસાન મોરચા દ્વારા આપવામાં આવ્યો હતો.

ડાંગરની ખરીદી સામાન્ય રીતે 1 ઓક્ટોબરથી શરૂ થાય છે, પરંતુ કેન્દ્ર સરકારે ગુરુવારે એક આદેશ જારી કરીને પંજાબ-હરિયાણાને આ ખરીદી 11 ઓક્ટોબર સુધી મુલતવી રાખવાનો આદેશ આપ્યો છે. સરકારનું કહેવું છે કે વરસાદને કારણે પાકમાં ભેજનું પ્રમાણ હજુ વધારે છે. સરકારના આ નિર્ણયથી ખેડૂતો રોષે ભરાયા હતા અને શનિવારે અનેક સ્થળોએ વિરોધ પ્રદર્શન કરીને વિરોધ નોંધાવ્યો હતો.

શનિવારે આ મુદ્દે ઘણું રાજકારણ થયું હતું. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કેન્દ્રને ડાંગરની ખરીદી શરૂ કરવા વિનંતી કરી હતી. તે જ સમયે, પંજાબમાં ખેડૂતો કોંગ્રેસના કેટલાક ધારાસભ્યોના ઘરની બહાર ભેગા થયા. આ દરમિયાન રૂપનગરમાં વિધાનસભા અધ્યક્ષ રાણા કેપી સિંહ અને મોગામાં ધારાસભ્ય હરજોત કમલના ઘરની બહાર પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

Must Read