Homeરાષ્ટ્રીયખેડૂત આંદોલનમાં નવો વળાંક ? ટિકૈતનું મોટુ એલાન

ખેડૂત આંદોલનમાં નવો વળાંક ? ટિકૈતનું મોટુ એલાન

-

જાણો રાકેશ ટિકૈતએ શું નિવેદન આપ્યું – farmer protest Rakesh Tikait latest news

ખેડૂતોનું આંદોલન છેલ્લા 1 વર્ષ જેટલા સમયથી ચાલી રહ્યું છે, કેન્દ્ર સરકારના 3 કૃષી કાયદા પરત ખેંચવાના નિર્ણય બાદ પણ ખેડૂતોનું આંદોલન સમેટાયુ નથી. જેના કારણે સરકારની હાલત સાતે છછુંદર ગળ્યા જેવી થઈ ગઈ છે. જેમાં આજે રાકેશ ટિકૈતે આપેલા નિવેદને વધારો કરી દિધો છે. ટિકૈતે કહ્યું છે કે શિયાળુ સત્રના પ્રથમ દિવસે 1000  ખેડૂતો 60 ટ્રેક્ટર રેલી કરી કાઢી સંસદ ભવન જશે.

farmer protest Rakesh Tikait latest news
farmer protest Rakesh Tikait latest news | image credit : weunetwork.in

પ્રધાનમંત્રી મોદી દ્વારા 3 વિવાદિત કૃષી કાયદા પરત ખેંચવાની જાહેરાત થઈ છે. પંરતુ ખેડૂત સંગઠનો હજૂ પણ પોતાના આંદોલનને સમેટવા તૈયારી બતાવતા નથી. ખેડૂત સંગઠનના નેતા રાકેશ ટિકૈત દ્વારા સંસદમાં શિયાળુ સત્રના દિવસે ટ્રેક્ટર રેલી કાઢવાનું એલાન કર્યુ છે.

60 ટ્રેક્ટરો સાથે 1000 ખેડૂતો કરશે સંસદ કૂચ – farmer protest Rakesh Tikait latest news

તારીખ 29 નવેમ્બરના રોજથી સંસદના શિયાળુ સત્ર દરમિયાન 1000 ખેડૂતો 60 ટ્રેક્ટરો સાથે સંસદ પર કૂચ કરશે. મીડિયા સાથે વાતચીત દરમિયાન ખેડૂત નેતા રાકેશ ટિકૈત દ્વારા જણાવાયુ કે જે માર્ગો સરકાર દ્વારા ખોલવામાં આવ્યા છે ત્યાંથી ખેડૂતોના ટ્રેક્ટર પસાર થશે. સાથે જ તેમણે જણાવ્યું કે અમારા પર જે આરોપ રસ્તા બ્લોક કરવાના લાગ્યા છે તે માર્ગો ખેડૂતોએ બ્લોક કર્યા ન હતા.

farmer protest Rakesh Tikait latest news
farmer protest Rakesh Tikait latest news | image credit : firstpost.com

રેલીની જાહેરાત સમયે કેબિનેટની મિટીંગ

ખેડૂત નેતા રાકેશ ટિકૈતૈ કહ્યું કે રસ્તાઓ બ્લોક કરવા એ અમારા આંદોલનનો હિસ્સો નથી. અમારૂ આંદોલનતો સરકાર સાથે વાત કરવાને લઈ છે જેથી અમે સિધા જ સંસદ પર સંવાદ માટે જઈશું. મહત્વનું છે કે રાકેશ ટિકૈતની આ રેલીની જાહેરાત એવા સમય પર છે જ્યારે કેબિનેટની મિટીંગનું આયોજન છે

farmer protest Rakesh Tikait latest news
farmer protest Rakesh Tikait latest news | image credit : moderndiplomacy.eu

એમ.એસ.પી. અન ખેડૂતોના મોત બાબતે સરકારની પ્રતિક્રિયાની રાહ

અત્રે ઉલ્લેખનિય છે કે ટિકૈતે એવું પણ કહ્યું કે એમ.એસ.પી.ને લઈને પણ સરકારની શું પ્રતિક્રિયા છે તેની પણ તેઓ પ્રતિક્ષા કરશે. આ સિવાય આંદોલન દરમિયાન ગત વર્ષે જ 750 જેટલા ખેડૂતોના મોત થયા તે મોતની જવાબદારી પણ કેન્દ્ર સરકારે લેવી જોઈએ.

ગુજરાતીમાં જાણવા જેવું – વાંચો… શામાટે ત્રણ કૃષિ કાયદાને પાછા ખેંચી સરકાર ઘૂંટણિયે પડી

Must Read

women caught with drug mumbai airport

આ રીતે છુપાવ્યું હતું મહિલાએ 5 કરોડનું ડ્રગ મુંબઈ એરપોર્ટ પર...

Gujarati news : ડ્રગ્સ માફીયા ભારતમાં નશાનો કારોબાર કરવા માટે વિવિધ રસ્તા શોધી ડ્ર્ગ ઘુસાડી રહ્યાં છે. ત્યારે દેશભરમાં ડ્ર્ગ માફીયા અને પેડલર્સને પકડી...