Homeજાણવા જેવુંજાણો -લીલી હળદરનું શાક બનાવવાની સરળ રીત

જાણો -લીલી હળદરનું શાક બનાવવાની સરળ રીત

-

શિયાળાની ઠંડીમાં સ્વાદની લહેજત માણવા માટે શોખીનો માટે તહેવાર જ કહેવાય. આમ પણ શિયાળાની ઋતુ જાતજાતના સ્વાદિષ્ટ પકવાન અને કસરત માટે ઉત્તમ માનવામાં આવે છે. આવી જ એક રિસીપીની વાત કરવાની છે જે સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યપ્રદ પણ છે. આ ખાણું દેશી ખાવાના શોખીનો માટે તો ફેવરિટ છે જ, સાથે સ્વાદ અને સ્વાસ્થ્યનો સંગમ પણ છે. તો ચાલો જાણીએ કેવી રીતે બનશે લીલી હળદરનું શાક. famous green turmeric veg gujarati Recipe

• લીલી હળદરનું શાક બનાવવા માટે જરૂરી સામગ્રી :


લીલી હળદર- ૫૦૦ ગ્રામ (લીલી હળદર છોલી અને ધોઈ લીધા બાદ તેને બારીક છીણી નાખવી)
બાફેલા તાજા વટાણા- ૨૦૦ ગ્રામ
૧ ડુંગળીની પેસ્ટ
૧ ટામેટાની પેસ્ટ
૧ ટામેટું બારીક સામરેલું
લીલા મરચાની પેસ્ટ (સ્વાદ અનુસાર)
૧ આદુની પેસ્ટ
કોથમીર ઝીણી સમારેલી
૫૦૦ ગ્રામ દેશી ધી
૧ નંગ તમાલ પત્ર
૫-૭ નંગ કાળી
૩ નંગ લવિંગ
૨ નાના ટુકડા તજ

famous green turmeric veg gujarati Recipe
famous green turmeric veg gujarati Recipe

ગુજરાતીમાં જાણવા જેવું – ‘ચા પીઓ, કપ ખાઓ’, બે મિત્રોનું અનોખું સ્ટાર્ટઅપ – જાણો

• જરૂરી મસાલા

લાલ મરચાં પાઉડર
ધાણાજીરું પાઉડર
આખું જીરું
નિમક (સ્વાદ અનુસાર)

famous green turmeric veg gujarati Recipe
famous green turmeric veg gujarati Recipe | image credit : gujjurocks.in

• લીલી હળદર બનાવવાની રીત : famous green turmeric veg gujarati Recipe

સૌપ્રથમ એક પેન અથવા તપેલીમાં ઘી લઈ ધીમી આંચે તેમાં લીલી હળદરનું છીણ સારી રીતે પકાવવું. હળદર ત્યાં સુધી પકાવો જ્યાં સુધી બ્રાઉન થઇ જાય અને તેમાંથી ઘી છુટું પડવા લાગે. સારી રીતે હળદર સાંતળી લીધા બાદ તેને અલગ વાસણમાં લઈ લેવી. ત્યારબાદ એ હળદર ને સાચવીનેઆજે હાજર છે લીલી હળદર ના શાકની રેસીપી. ત્યારબાદ એ હળદર સાચવીને એક અલગ પાત્રમાં લઈ લેવી.

famous green turmeric veg gujarati Recipe
famous green turmeric veg gujarati Recipe | image credit : in.pinterest.com

પેનમાં જે ઘી બાકી રહે છે તેમાં જ વઘાર કરવાનો છે. માટે ગરમ ઘીમાં જીરું, હિંગ, લવિંગ તેમજ તજ, તમાલપત્ર અને મરી ઉમેરી દેવા. બાદમાં ડુંગળી અને ટામેટાની પેસ્ટ ઉમેરી સારી રીતે પકાવી લેવું. બાદમાં સમારેલ ટામેટું ઉમેરી તેમાં આદુ-લીલા મરચાની પેસ્ટ ઉમેરી દેવી. આ સાથે જ લીલું લસણ તેમજ વટાણા પણ ઉમેરી દઈ મસાલો સારી રીતે પકાવી લેવો. જરૂર પ્રમાણે સારી રીતે પકાવવુ અને જરૂર પડ્યે પાણી ઉમેરવું જોઈએ.

બે થી ૩ મિનીટ સારી રીતે મિક્ષ કરી પકાવી લેવું અને બાદમાં ૫ થી ૮ મિનિટ સારી રીતે ઢાંકી પકાવવું. હવે તેમાં ઉપરથી સમારેલી કોથમીર ભભરાવી દેવી અને ઢાંકીને થોડા સમય માટે મૂકી દેવું. અને બસ તૈયાર છે આપનું લીલી હળદરનું શાક શિયાળની મોસમની મજા લેવા માટે.

Must Read