Homeબિઝનેસરાજકોટની આ કંપનીમાં રોજ કામની શરૂઆત પહેલા થાય છે રાષ્ટ્રગાન: Har Ghar...

રાજકોટની આ કંપનીમાં રોજ કામની શરૂઆત પહેલા થાય છે રાષ્ટ્રગાન: Har Ghar Tiranga

-

રાજકોટ ન્યુઝ : આઝાદી કા અમૃત મહોત્સવ (Azadi Ka Amrit Mahotsav) અંતર્ગત સમગ્ર દેશમાં આઝાદીના 75 વર્ષ પૂર્ણ થયાની ઉજવણી કરવામાં આવી રહી છે. કેન્દ્ર સરકાર દ્વારા દેશના તમામ નાગરિકોને હર ઘર તિરંગા (Har Ghar Tiranga Abhiyan) અંતર્ગત 13 થી 15 ઓગષ્ટ સુધી પોતાના ધર પર તિરંગો લગાવવાની અપીલ કરવામાં આવી છે. ત્યારે રાજકોટના વાવડી ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આવેલી ફાલ્કન કંપની (Falcon Industries Vavdi, Rajkot) દ્વારા પોતાના 500 થી વધુ કર્મચારીઓને તિરંગો આપવામાં આવ્યો છે. તેમજ કંપનીના તમામ કર્મચારીઓએ રાષ્ટ્રગાન સાથે તિરંગાને સલામી આપી હતી.

ફાલ્કન કંપની (Falocn Pumps) માં 365 દિવસ દરરોજ સવારે કામની શરૂઆત કરતા પહેલા ધ્વજવંદન (Flag Hoisting) કર્યા બાદ રાષ્ટ્રગીતનું સમુહમાં ગાન કરવામાં આવે છે, ત્યારપછી જ કામની શરૂઆત થાય છે. ફાલ્કન કંપની પમ્પ ઉત્પાદનમાં દેશમાં અગ્રગણ્ય છે. ફાલ્કન કંપની દ્વારા ફાલ્કન વેલફેર ફાઉન્ડેશન (Falcon Welfare Foundation) ચલાવવામાં આવે છે. જેમાં અત્યાર સુધી 60 થી વધુ શહીદોના પરિવારને આર્થિક સહાય આપવામાં આવી છે.

સાથે જ નવી ઓફિસ કે શો-રૂમના ઉદ્ઘાટન પ્રસંગે પણ શહીદોના પરિવારનું સન્માન કરવામાં આવે છે. કંપનીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર કમલનયન સોજીત્રાના જણાવ્યા મુજબ તેમનો બિઝનેસ દેશપ્રેમ સાથે જોડાયેલો છે. તેમણે રાષ્ટ્રધર્મ (Rashtra Dharma)નું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે કોઇપણ જ્ઞાતિ અને સમુદાયના શિક્ષિત યુવાનોને આગળ વધવાની તકો ઉભી કરવી, રોજગારી આપવી, શૈક્ષણિક સંસ્થામાં સહાય આપવી, સ્વાસ્થ્યમાં સહકાર આપવો અને દેશના નિર્માણમાં સહયોગી બનવું એજ સાચો રાષ્ટ્રધર્મ છે.

સામાન્ય રીતે 15મી ઓગષ્ટ અને 26મી જાન્યુઆરીમાંજ લોકોમાં દેશપ્રેમ જોવા મળે છે. પણ ફાલ્કન કંપનીના દરેક કર્મચારીમાં 365 દિવસ દેશપ્રેમ જોવા મળે છે. કંપનીમાં કામની શરૂઆત જ દેશભક્તિથી થાય છે.

વધુ વાંચો- બીગબુલ રાકેશ ઝૂનઝૂનવાલાનું નિધન; રૂ. 5 હજારથી શરૂ કર્યો હતો વેપાર

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...