Homeહેલ્થજાણકારો માને છે કે આ સમયે આવશે કોરોનાની ત્રીજી લહેર, ત્રીજી લહેર...

જાણકારો માને છે કે આ સમયે આવશે કોરોનાની ત્રીજી લહેર, ત્રીજી લહેર સામે લડવા ઉપયોગી બનશે…

-

Third wave of corona gujarat – કોરોના વાયરસની બીજી લહેરથી દેશમાં ભયાવહ પરીસ્થિતીનું નિર્માણ થયું હતું. કોરોનાની બીજી લહેરમાં કેટલાય લોકો એ સ્વજનો ગુમાવ્યા એ દુઃખમાંથી બહાર નથી આવ્યા. હાલ તો દેશમાં કોરોના વાયરસની ગતી મંદ પડતી જણાય છે સાથે જ આક્રમકતા પણ ઘટતી જણાય છે.

પરંતુ રાહતના સમાચાર સાથે જ કેટલાક અહેવાલો જણાવે છે કે 3 મહિનામાં જ ત્રીજી લહેર આવી શકે છે. બીજી લહેર જેવો વિનાશ વેરાતો અટકાવવા સરકાર પણ ત્રીજી લહેર સામે લડવા સતર્ક બની કાર્ય કરી રહી છે અને સંભવ એટલી તૈયારી કરી રહી છે.

કોરોના વાયરસની ત્રીજી લહેરથી તંત્ર સાબદુ રાખવા દિલ્હી હાઇકોર્ટે પણ કેન્દ્ર સરકાર અને દિલ્હી સરકારને નોટિસ આપીને કહ્યું છે કે આપણે ત્રીજી લહેરથી વધારે દૂર નથી. નિષ્ણાંતોનું માનીએ તો ઓક્ટોબર મહિના સુધીમાં ભારતમાં કોરોના વાયરસની ત્રીજી લહેર આવે તેવી સંભાવના છે. સાથે જ નિષ્ણાંતોનું માનવું છે કે બીજી લહેરની સરખામણીએ ત્રીજી લહેરને વધુ સારી રીતે નિયંત્રિત કરી શકાશે.

વધુ વાંચો – એક વ્યક્તિએ Corona Certificate મોદીની તસવીર વગરનુ આપો એવી માંગ કરી.

દુનિયાભરના 40 સ્વાસ્થ્ય નિષ્ણાંતો, ડોક્ટરો, વિજ્ઞાનીઓ, વાયરોલોજિસ્ટ, મહામારી વૈજ્ઞાનિકો અને પ્રોફેસરો દ્વારા 3-17 જૂન વચ્ચે હાથ ધરાયેલા સર્વે પરથી જાણવા મળ્યું હતું કે ત્રીજી લહેરના પ્રકોપને ઓછો કરવા માટે રસીકરણ મહત્વની ભૂમિકા નિભાવશે.

ત્રીજી લહેરને લઇને આગાહી કરનારાઓમાં 85 ટકા કરતા વધારે નિષ્ણાંતોનું માનવું છએ કે કોરોના વાયરસની ત્રાજા લહેર ઓક્ટોબર મહિના સુધીમાં આવશે. આ સિવાય કેટલાક લોકો સપ્ટેમ્બર અને નવેમ્બરમાં ત્રીજી લહેર આવશે તેવો મત પણ આપે છે.

Must Read