Homeરાજકારણઅંદરની વાત: કોંગ્રેસ-પ્રશાંત કિશોરની બેઠકમાં શું રંધાયુ ?: Exclusive

અંદરની વાત: કોંગ્રેસ-પ્રશાંત કિશોરની બેઠકમાં શું રંધાયુ ?: Exclusive

-

જયેશ ચૌહાણ Jayesh Chauhan નવી દિલ્હી : મોદી-શાહના ગઢ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે 27 વર્ષનો વનવાસ ખાડવા ગુજરાત કોંગ્રેસ તમામ હથકંડા અપનાવી રહ્યું છે. એવામાં દિલ્લીના 10 જનપથ ખાતે આજે સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં એક બેઠક મળી હતી. બેઠક બાદ માહિતી સૂત્રો પાસેથી મળી રહીં છે એ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની રણનીતિના મોટા ભાગના પાસા ઉજાગર કરી રહીં છે.

સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં તાત્કાલિક બેઠક

ગઈકાલે સાંજે સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં એક બેઠક બોલાવવા માટે નિર્ણય કરવામાં આવ્યો હતો. ગઈકાલે મોડી સાંજે રાહુલ ગાંધી, પ્રશાંત કિશોર સહિત કોંગ્રેસના 14 સિનિયર નેતાઓને આજે બપોરે બેઠક માટે 10 જનપથ પહોંચવા જાણ કરાઈ હતી. આજે 10 જનપથ ખાતે સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં 3 કલાક સુધી બેઠક ચાલી હતી.

અંદરની વાત: કોંગ્રેસ-પ્રશાંત કિશોરની બેઠકમાં શું રંધાયુ ?: Exclusive

  • શું રંધાયુ બેઠકમાં….!!

સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં રાહુલ, પ્રિયંકા ગાંધી, પ્રશાંત કિશોર, મલ્લિકાર્જૂન ખડગે સહિત 14 નેતાઓની હાજરી હોવાની વાત સામે આવી હતી. સૂત્રો પાસેથી મળી રહેલી બેઠકનો મુખ્ય મુદ્દો હતો પ્રશાંત કિશોર

અગાઉ પ્રશાંત કિશોરને પાર્ટીમાં સમાવવા અંગે CWCના અનેક નેતાઓ નારાજગી દર્શાવી ચૂક્યા છે એવામાં આજની બેઠક ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા મહત્વની મનાઈ રહી હતી.

  • લાંબુ પ્રેઝન્ટેશન અપાયું

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આજની બેઠકમાં પ્રશાંત કિશોર દ્વારા 2024ના રોડ મેપ સાથે એક લાંબુ પ્રેઝન્ટેશન આપવામાં આવ્યુ છે.

“ સૂત્રોના મતે બેઠકની અંદરની વાત…. “

આજની 3 કલાક ચાલેલી બેઠકમાં પ્રશાંત કિશોરે એક લાંબુ પ્રેઝન્ટેશન રજૂ કર્યુ હતુ. પ્રશાંત કિશોરે બેઠકમાં 2024 સુધીનો રોડમેપ રજૂ કર્યો હતો જેમાં કોંગ્રેસ પક્ષની રણનીતિ અને ચૂંટણી માટે પક્ષમાં કેવા પ્રકારની જરૂરિયાતો છે એ તમામ બાબતો આવરી લેવામાં આવી હતી.

પ્રશાંત કિશોરે લોકસભા 2024ની ચૂંટણી અંગે પોતાનો મત રજૂ કરતા જણાવ્યુ હતું કે કોંગ્રેસે 2024માં લોકસભાની 370 સીટો પર જ ધ્યાન કેંદ્રિત કરવાની જરૂર છે. બાકીની બેઠકો ગઠબંધનના પક્ષો માટે છોડી દેવી જોઈએ.

પ્રશાંત કિશોરે બેઠકમાં ટાંક્યુ હતુ કે કોંગ્રેસે એવા રાજ્યોમાં વધુ ધ્યાન કેંદ્રિત કરવાની જરૂર છે કે જ્યાં કોંગ્રેસ મજબૂત સ્થિતીમાં છે. કોંગ્રેસના સંગઠાત્મક ઢાંચો બદલાવવા પણ વાત કરી હતી. ખાસ કરીને કોંગ્રેસના કોમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટમાં સુધારની જરૂર હોવાની વાત પ્રશાંત કિશોરે કરી હોવાની વાત અમારા સુત્ર જણાવી રહ્યાં છે.

સુત્રની માહિતી મુજબ બેઠકમાં પ્રશાંત કિશોરે ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં આવનારી વિધાનસભાની ચૂંટણી અંગે પણ વાત કરી હતી.

બેઠકમાં પ્રશાંત કિશોરે પોતાની ટીમની કામગીરી વિશે પણ ડિટેઈલમાં વાત કરી હતી ઉલ્લેખનીય છે કે હાલમાં દેશના અનેક ભાગોમાં પ્રશાંત કિશોરની ટીમ કાર્યરત છે. બિહારમાં પ્રશાંતની ટીમ લોકોને ફોન કરીને બિહાર પ્રદેશ કોંગ્રેસનો પ્રમુખ કોણ હોવો જોઈએ એ મુદ્દે સર્વે કરી રહી છે. તો ગુજરાતમાં પણ ભાજપના હેડ ક્વાર્ટર કમલમથી થોડા અંતરે જ દૂર એક સ્થળ પર પ્રશાંત કિશોરની ટીમે ધામા નાખ્યા છે જે ટીમ પણ એક ખાનગી સર્વે કરી રહી છે.

સુત્ર મુજબ બેઠકમાં પ્રેઝન્ટેશન બાદ રાહુલ ગાંધીએ કહ્યું હતુ કે આ તમામ વિગતો અંગે ચર્ચા કરવા માટે કોંગ્રેસનું એક નાનુ ગ્રુપ બનાવવું જોઈએ. બેઠકના અંતે એ નિર્ણય પણ કરવામાં આવ્યો હતો કે કોંગ્રેસ પ્રશાંત કિશોરને રણનીતિકાર તરીકે પ્રશાંત કિશોર પાસે કામ નહીં કરાવે પણ પ્રશાંત કિશોર કોંગ્રેસમાં જોડાશે અને નેતા તરીકે કામગીરી સંભાળશે.

કોંગ્રેસનું એક નાનુ ગ્રુપ ગઠિત કરાશે જે પ્રશાંત કિશોરના પ્રેઝન્ટેશન પર એક અઠવાડિયામાં કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીને રિપોર્ટ સબમિટ કરશે. જેના આધારે આગામી સમયમાં કોંગ્રેસમાં પ્રશાંત કિશોરની એન્ટ્રી અંગે જાહેરાત થશે. પ્રશાંત કિશોર બાદ જ નરેશ પટેલની કોંગ્રેસમાં એન્ટ્રીની પણ જાહેરાત થશે. સૂત્રો જણાવી રહ્યાં છે કે મે મહિનાની 10 તારીખ પહેલા આ ચિત્ર સ્પષ્ટ થઈ જશે.

Must Read

Gujarat Election 2022

રાજકોટમાં કેજરીવાલનો દાવો, ‘IB ના રિપોર્ટ પ્રમાણે આજે ચૂંટણી થાય...

Election News Gujarat: AAP આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ(Arvind Kejarival) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant mann) ગઈકાલથી રાજકોટના(Visit Rajkot) પ્રવાસે આવ્યા છે....