Monday, May 16, 2022

આવી નોકરી ગોતવા જાઓ તો પણ ન મળે – જાણો ખાસિયત

નોકરી માટે લોકો લાખો રૂપિયા ખર્ચે છે અને સારો અભ્યાસ કરે છે અને પછી પસંદગી માટે સખત મહેનત કરે છે. ઇન્ટરવ્યુ પાસ કરવા માટે પણ લોકો દિવસ-રાત મહેનત કરે છે જેમાં અનેક રાઉન્ડ ચાલે છે અને જ્યારે કામ પૂરું થાય ત્યારે 9 થી 12 કલાકનું થકાવી નાખનારું કામ કરવું પડે છે.

થોડા વર્ષોમાં લોકો આવી નોકરી કરીને થાકી જાય છે, પછી તેઓ બીજી નોકરી શોધવા માટે વિકલ્પો શોધવાનું શરૂ કરે છે. આવો અમે તમને એક એવી નોકરી વિશે જણાવીએ, જેના વિશે સાંભળીને તમે દંગ રહી જશો(Even if you go to get such a job, you will not get it).

જમ્યા પછી સ્વાદ બતાવવા માટે નોકરી નીકળી

જો તમે કોઈ રેસ્ટોરન્ટમાં નાસ્તો, બોપરનું ભોજન અથવા રાતના આહાર માટે જાઓ છો, તો તમને ત્યાંના સ્વાદિષ્ટ ખોરાકની પસંદગી કરવાનું ગમે છે. કેટલીકવાર લોકો બજેટ પ્રમાણે ખાવાનું મંગાવે છે. જમ્યા પછી જો તમને ખાવાનું સારું કે ખરાબ લાગે, તો તે વિશે રેસ્ટોરન્ટના મેનેજર અથવા વેઈટરને જણાવતા હોવ છો. એટલું જ નહીં બદલામાં તમારે પૈસા પણ આપવા પડે છે. જો તમને કહેવામાં આવે કે આ બધું કરવા માટે તમારે પૈસા ચૂકવવા પડશે નહીં, પરંતુ તમને મૂડી મળશે, તો તમે આ જાણીને આશ્ચર્યચકિત થઈ જશો.

Even if you go to get such a job, you will not get
Even if you go to get such a job, you will not get | image credit : brandholic.in

યુકેની ફૂડ કંપનીએ આ જગ્યા નીકાળી છે

યુકેની એક કંપનીએ આવી જ એક જાહેરાત બહાર પાડી છે, જેમાં તે તેના કર્મચારીને ભોજન માટે પૈસા આપશે. હા, ડેઈલી સ્ટારના સમાચાર મુજબ, બ્રિટનની એક ફૂડ કંપનીએ એક એવી વેકેન્સી બહાર પાડી છે, જેમાં કર્મચારીએ સ્વાદની લિજ્જત માણીને જણાવવું પડશે કે ભોજન કેટલું સારૂ બન્યું છે. જો તેમાં કોઈ ઉણપ હોય તો તેનો સ્વાદ વધારવા માટેની સામગ્રી વિશે જણાવો.

Even if you go to get such a job, you will not get
Even if you go to get such a job, you will not get | image credit :

ચિકન ડીપર્સના ટેસ્ટ વિશે જણાવવું પડશે

‘બર્ડસ આઈ’ નામની આ કંપની ચિકન ડીપર બનાવે છે અને તેને ડીપર વિશે ક્રિસ્પ, ક્રંચ, સોસ વગેરે વસ્તુઓ વિશે જણાવવાનું હોય છે. કંપનીએ પોતાની વેબસાઈટ પર આ નોકરીની તમામ માહિતી આપી છે. પસંદ કરાયેલ ઉમેદવારને ચીફ ડીપિંગ ઓફિસરનું પદ મળશે અને તેણે તેના બોસને કંપનીમાં તૈયાર કરવામાં આવતા ખોરાકના સ્વાદ અને ગુણવત્તા વિશે જાણ કરવાની રહેશે.

Even if you go to get such a job, you will not get
Even if you go to get such a job, you will not get | image credit : bmstores.co.uk

ગુજરાતીમાં જાણવા જેવું – જીવનમાં સફળતા પ્રાપ્ત કરવી છે તો આચાર્ય ચાણક્યની આ વાતોનું હંમેશા રાખો ધ્યાન

- Advertisment -

Must Read

rajkot district congress leader protest against price hike arjun khatariya

લીંબુ-મરચાના હાર પહેરી મોંઘવારીનું બેસણું કરે તે પહોલા કોંગ્રેસીઓને અટકાયત: રાજકોટ

Rajkot News રાજકોટ : રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અર્જુન ખાટરિયાની આગેવાનીમાં મોંઘવારી મુદ્દે વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ...