Homeસ્પોર્ટ્સભારત-ઈંગ્લેન્ડની માન્ચેસ્ટર ટેસ્ટ મેચ રદ, કોરોના સંકટ ન વધે માટે બંને બોર્ડે...

ભારત-ઈંગ્લેન્ડની માન્ચેસ્ટર ટેસ્ટ મેચ રદ, કોરોના સંકટ ન વધે માટે બંને બોર્ડે લીધો નિર્ણય

-

International Cricket sports News in Gujarati: England-India Manchester match cancel due to Corona.

  • ભારત-ઈંગ્લેન્ડની માન્ચેસ્ટર ટેસ્ટ મેચ રદ
  • કોરોના સંકટ ન વધે એટલા માટે બંને બોર્ડે લીધો નિર્ણય

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે શુક્રવારથી માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ મેદાન પર રમાનારી પાંચમી અને છેલ્લી ટેસ્ટ મેચ રદ કરવામાં આવી છે. શ્રેણીમાં કોરોના ચેપના કેસોમાં વધારો થવાને કારણે બોર્ડે આ નિર્ણય લીધો છે. ચોથી ટેસ્ટ મેચ સુધી ટીમ ઈન્ડિયા શ્રેણીમાં 2-1થી આગળ હતી.

ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે પણ પાંચમી ટેસ્ટ રદ કરવાની પુષ્ટિ કરતા કહ્યું કે, “બીસીસીઆઇ સાથે ચાલી રહેલી વાટાઘાટો બાદ ઇસીબી પુષ્ટિ કરે છે કે ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચેની મેચ આજથી અમીરાત ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે શરુ થવામાં આવેલ પાંચમી ટેસ્ટ મેચ રદ કરવામાં આવી છે. કોવિડ -19 કેસોની સંખ્યામાં વધુ વધારો થવાના ભયને કારણે ભારત ટીમ મેદાનમાં ઉતારવા માટે અસમર્થ છે.

શુક્રવારે બીસીસીઆઈના અધિકારીઓ વચ્ચે એક બેઠક ચાલી રહી હતી, જેમાં મુલતવી રાખવાની શક્યતાઓ વિશે વાતો કરવામાં આવી રહી હતી એ પરંતુ પછીથી પાંચમી ટેસ્ટ મેચ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો.

અગાઉ દિનેશ કાર્તિકે પણ કહ્યું હતું કે પાંચમી ટેસ્ટ મેચ શુક્રવારથી રમાશે નહીં. તેમણે ટ્વિટ કરીને લખ્યું કે આજે કોઈ રમત થશે નહીં. તેણે લખ્યું, ” નો પ્લે ટુડે , ઓકે ટાટા, બાય-બાય.”

જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રવિ શાસ્ત્રી અને સપોર્ટ સ્ટાફના ત્રણ સભ્યો ઈંગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટ દરમિયાન કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા. દરમિયાન, ટીમમાં કોરોનાનો વધુ એક નવો કેસ સામે આવ્યો છે. આસિસ્ટન્ટ ફિઝિયો યોગેશ પરમાર પણ પાંચમી ટેસ્ટ મેચ પહેલા કોવિડ -19 થી સંક્રમિત મળી આવ્યા હતા.

અગાઉના દિવસે, ટીમ ઇન્ડિયાના તમામ ખેલાડીઓનો કોરોનાનો RT-PCR ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જે નેગેટિવ આવ્યો હતો. આ પછી, બંને બોર્ડ નિશ્ચિત સમયે એટલે કે શુક્રવારથી મેચ શરૂ કરવા સંમત થયા હતા. પરંતુ ત્યારબાદ બોર્ડની વાટાઘાટોમાં છેલ્લી ટેસ્ટ મેચ મુલતવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો.

ચોથી ટેસ્ટ મેચ સુધી ટીમ ઈન્ડિયા શ્રેણીમાં 2-1થી આગળ હતી. જોકે, હવે કોરોનાના વધતા ચેપને કારણે પાંચમી ટેસ્ટ મેચ રદ કરવામાં આવી છે. જો વિરાટ કોહલીના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયાએ આ શ્રેણી જીતી હોત તો તે ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ બંને સામે શ્રેણી જીતનાર પ્રથમ ભારતીય કેપ્ટન બન્યો હોત.

Must Read