ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ઈંગ્લેન્ડની ધરતી પર મોટો રેકોર્ડ બનાવ્યો છે. હકીકતમાં, વિરાટ ઈંગ્લેન્ડ પ્રવાસ પર એક જ શ્રેણીમાં બે મેચ જીતનાર ભારતનો બીજો કેપ્ટન બન્યો છે.
- વિરાટ કોહલીએ બ્રિટીશ ધરતી પર કર્યો કમાલ Virat Kohali Great Success in England
- એવું પરાક્રમ કર્યું જે ધોની અને ગાંગુલી પણ ન કરી શક્યા
ટીમ ઈન્ડિયાએ (Team India) ઓવલ ખાતે રમાયેલી ચોથી ટેસ્ટ મેચમાં (Test cricket match) ઈંગ્લેન્ડને (England) 157 રનથી હરાવ્યું હતું. આ સાથે ભારતીય ટીમે હવે 5 મેચની શ્રેણીમાં 2-1ની લીડ મેળવી લીધી છે. આ સમગ્ર શ્રેણીમાં ભારતીય ખેલાડીઓ ધૂમ મચાવી રહ્યા છે અને તેઓએ તેમના નામે મોટા રેકોર્ડ બનાવ્યા છે. પરંતુ આ દરમિયાન ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ (Captain Virat Kohali) પણ ઈંગ્લેન્ડની ધરતી પર કેપ્ટનશિપમાં શાનદાર કામ કર્યું છે.
કોહલીએ કપિલ દેવની બરાબરી કરી
ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ઈંગ્લેન્ડની ધરતી પર મોટો રેકોર્ડ બનાવ્યો છે. હકીકતમાં, વિરાટ ઈંગ્લેન્ડ પ્રવાસ પર એક જ શ્રેણીમાં બે મેચ જીતનાર ભારતનો બીજો કેપ્ટન બન્યો છે. તેમના પહેલા કપિલ દેવે આ મહાન પરાક્રમ કર્યું છે. આ બે દિગ્ગજો સિવાય કોઈ પણ કેપ્ટન આજ સુધી આ રેકોર્ડ બનાવવામાં નિષ્ફળ રહ્યો છે.
એમએસ ધોની, રાહુલ દ્રવિડ અથવા સૌરવ ગાંગુલી, તેમની કેપ્ટનશીપમાં આજ સુધી કોઈએ એક જ શ્રેણીમાં ભારતને બે મેચ જીતી નથી.
આ મેચમાં ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડ સામે 368 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો. શરૂઆતમાં, ઇંગ્લિશ ટીમનો હાથ ઉપર હતો. પરંતુ લંચ બ્રેક પછી બોલરોએ મેચનો માર્ગ ઉલટો કર્યો હતો. શાર્દુલ ઠાકુરે ઇંગ્લેન્ડને પહેલો ફટકો આપ્યો હતો, ત્યારબાદ ખેલાડીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.
લંચ સુધીમાં ઇંગ્લેન્ડે બે વિકેટ ગુમાવી દીધી હતી અને મેચ કોઇને પણ રીતે જીતી શકાય એમ નહતું. પરંતુ લંચ બાદ ભારતીય બોલરોએ કમાલ કર્યો હતો.
બુમરાહ અને જાડેજાએ ઇંગ્લેન્ડના બેટ્સમેનોને ક્રિઝ પર રહેવા દીધા ન હતા. યોગ્ય સમયે બંને બોલરોએ ટીમ માટે વિજય સુનિશ્ચિત કર્યો. બુમરાહ તેના ફોર્મમાં દેખાયો અને બે બેટ્સમેનોને બોલ્ડ કર્યા. જાડેજાએ પોતાની સ્પિનનો જાદુ પણ ફેલાવ્યો હતો. જે બાદ શાર્દુલ ઠાકુરે કેપ્ટન જો રૂટને આઉટ કરીને ટીમ ઈન્ડિયાને જીતની નજીક લાવી હતી.
ઉમેશ યાદવ પણ પાછળ ન રહ્યા અને તેમણે ધૂમ મચાવી હતી. જાડેજા, બુમરાહ, શાર્દુલે 2-2 વિકેટ પોતાના નામે કરી હતી. આ સાથે જ ઉમેશ યાદવે સૌથી વધુ 3 વિકેટ લીધી હતી.